Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાળવી રાખે છે. અનેક સંસ્કૃત ગ્રંથનું અધ્યયન કરે છે. જ્યેષ્ઠબંધુ કૉલેજના અધ્યાપક હેવાથી પિતે પણ નિયમિત વાચનની ટેવ પાડે છે. એક જ દષ્ટિ દેખાય છે. અને તે વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરવાની.
અનુસ્નાતક કક્ષાએ એ સંસ્કૃત સાહિત્ય સાથે એપિગ્રાફી (અભિલેખવિદ્યા) જેવા તુલનામાં અઘરા વિષયને પસંદ કરી ભવિષ્યની કેડી કંડારે છે. દરમ્યાન માતાના અવસાનને પ્રસંગ, પિતાની બાળકોની અનુપસ્થિતિમાં ઘરની જવાબદારી સ્વીકારી કઠોર જીવનની સાધના, નાગર સ્ત્રીઓનું આખો દિવસ બાળક સહિત પિતૃગૃહે રહી રાત્રે પતિગૃહે જવાની પ્રથા, બાળકોને એમના નામે બોલાવવાને બદલે કહ્યું” “વચલું' જેવા વિશેષણોથી બોલાવવાની પ્રણાલિ, વીરમગામની જકાત બારી વગેરે તટસ્થતાથી આલેખે છે.
ગુજરાતના પાટનગરમાં એમને થયેલા અનુભવો, શેધપ્રબંધની તાલીમ માટે વિવિધ વિષયોનું અધ્યાપન, પુરાતત્ત્વની પ્રત્યક્ષ કામગીરી માટે ? અને નોકરી તથા લગ્નની સમસ્યા અને એનો ઉકેલ, પ્રભુતામાં પગલાં ને એ સમયગાળા દરમ્યાન બનેલા રાજકીય બનાવોનાં આછાં ચિત્રો, આઝાદ “સંસાયટીમાં નિવાસ સ્થાન મેળવવું ને અંતે પુત્રજન્મથી એ પૂર્ણ થાય છે.
વિદ્યાની ઉપાસના અધ્યયન-અધ્યાપનથી આરંભી સંશોધન અને વિવિધ વિષયો પરના લેખન સુધી પહોંચે છે. આ લેખનમાં ગ્રંથ અને તેનાં સંપાદને, લલિત અને લલિતેતર સાહિત્ય, પરિચયાત્મકને સંશોધનાત્મક લેખન ઉપરાંત અન્ય સંસ્થાઓમાં સંચાલનનો અનુભવ પ્રાપ્ત કરવા ઉપરાંત શતાબ્દી ઉજવણી, વ્યાખ્યાનમાળા, અધિવેશન અને જ્ઞાનસત્રોમાં હાજર રહેવાથી માંડી ઇતિહાસકારો, મિત્રો, પરિચિતોને મળવા કારવવામાં વીતે છે. “હરિવંશમાં નિરૂપિત કચ્છરિત્ર વિષયક સંશોધન નિબંધ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. જ્ઞાનચર્ચા અને પરિસંવાદ દ્વારા વિદ્યોપાસના વધુ દઢ બને છે.
“કબ અને સમાજના પરિપ્રેક્ષ્યમાં કૌટુંબિક સારા-નરસા પ્રસંગોને આવરે છે. મોટાભાઈ શંકરલાલ અને કનુભાઈનો સથવારે છૂટે છે. હરિગંગાબહેન પણ ચિરવિદાય લે છે. “પત્નીએ જરૂર વિના અર્થોપાર્જનની જવાબદારીમાં ન પડવું' એ માન્યતા પતિ-પનીમાં દઢ છે. પુત્ર નંદન ભૂસ્તરવિદ્યામાં પ્રાવીણ્ય મેળવી મુંબઈના ઇન્દુપ્રસાદ મહેતાના પુત્રી મંદાકિની (M. A.) સાથે લગ્નગ્રંથિથી જોડાય છે ને એને ત્યાં પણ પુત્રરત્ન નીલયની પ્રાપ્તિ સૌના આનંદમાં અભિવૃદ્ધિ કરે છે.
બીજી બાજ શ્વસર કટબના વિવિધ સદસ્યાને પરિચય પણ તેએાના સંસ્કારજીવનની સુવાસના ખ્યાલ સાથે આપે છે. વિવિધ ક્ષેત્રોમાં પડેલા મિત્રો, સ્નેહીએ, વિદ્વાને, સાહિત્યકારો અને કલાકારો સૌ સાથે એમને સ્નેહસંબંધ જાળવી રાખવાની તેમનામાં આવડત છે. સહકાર્યકરો પણ હમેશાં આવશ્યક સેવાઓ પરિપૂર્ણ કરે છે. એ બધું સંક્ષેપમાં દર્શાવી આ સમય દરમ્યાન કરવામાં આવેલા પ્રવાસો તેમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક જ્ઞાનના વ્યાપમાં વૃદ્ધિ કરનારા બને છે. કેટલાક મિત્રોનો પરિચય એમને કચ્છના પ્રવાસમાં પ્રોત્સાહક નીવડે છે, માનપાન મળે છે ને સંશોધન નિબંધે ખ્યાતિ પણ અપાવે છે.
–ના, કે. ભદી
૫૨ ]
[ સામીપ્ય : એપ્રિલ, 'દર-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only