Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા૫ ૬ સે. મી. ૪ ૩૯ સે. મી. છે. અક્ષરનું સરેરાશ કદ ૩ સે. મી. ૪ ૩ સે. મી. છે. લેખની ભાષા તેમજ લિપિ બંને ગુજરાતી છે. શિલાલેખને પાઠ નીચે મુજબ છે : ૧. શ્રી જળe() ૨. સવત ૧૯૪૭ અસાડ સુદ ૩. ૧૫ બુધવાર. શ્રી વસાવડીની ૪. વાવ. ગામાતીનાથ, તા. દસાડા મલેકશ્રી ૫. જોરાવરખાન સામ- રસુલખાને સામ ઉમર– ૬. ખાંનજી નારન સામ દસાડીઆ સમાંલ કલાલરા૭. યારે વાસ કરના પરી અમથા પટેલ સજાણ શ્રી પ્રત્યે૮. ૫ર તથાં રહેવા ત્યાં પ્રમલ તથા અંગુંદા થા ૫. દામજી ૫૯. પટલાઈ માપ (ફ) છેગામના મીસ્ત્રી મુળજી છવા હેરાધન ૧૦. એ બાંધી છે. દા. મેભાઈ સંકર મોરારજી વાવમાં ઊતરતાં જમણી બાજુએ પશ્ચિમ તરફની દીવાલમાં નવગ્રહોની મુખાકૃતિવાળો પદ, એની બાજમાં અષ્ટ માતૃકા (૧૧ મી સદી) અને ગણેશને પડ્યું છે. માતૃકા પટ્ટમાં જમણી બાજ માહેશ્વરી બ્રાહ્મી, યમી, કાર્તિકેયી, વૈષ્ણવી, વારાહી, ઐન્દ્રી, ચામુંડા અને ગણપતિની આકૃતિઓ કોતરેલી છે. દરેક માતૃકા ઊભેલી છે. દ્વિભુજ માતૃકાઓએ જમણા હાથમાં આયુધ અને ડાબા હાથથી કેડ પર બાળક ટેકવેલ છે. એની બાજુમાં દાતાદંપતીનું શિલ્પ છે. વાવની અંદરના ભાગમાં એક પથ્થર ઉપર માં શ્રી ગુરુ એવું ૧૬ મી-૧૭ મી સદીની નાગરી લિપિમાં મોટા અક્ષરે લખાયું છે. કેઈ લાંબા લેખન અંશ હોવાનું માલૂમ પડે છે. ભદ્રકૃપમાં કે ઈ ગવાક્ષની રચના કરેલી નથી. અલબત્ત આ વાવમાં આ વિસ્તારનાં જૂનાં શિલ્પ અને પાળિયાઓ જડેલાં છે. મંદિરના સ્તંભે અને એક જો પાળિયો વાવની અંદર તેમજ વાવના થાળા ઉપર જડેલા છે. વિસાવડીથી અમે નગવાડા પહોંચ્યા. ગામની પાદરે લગભગ ૫૦ જેટલા ઈ. સ. ની ૧૬ મી–૧૭ મી સદીના પાળિયા હારબંધ ગોઠવેલા છે. એમાંના કેટલાક પાળિયાના ફોટોગ્રાફ અમે લીધા અને ચાર પાળિયામાં નીચેના ભાગમાં લખેલ લેખ અમે વાંચ્યા. પાળિયા ન. ૧ : આ પાળિયાન માપ ૪૯ સે. મી. X ૧૦૧ સે. મી. છે. એમાં ઉપરના ભાગમાં કમાન જેવો આકાર કરીને બે ખાના જેવા આકારમાંથી ડાબી બાજુએ પદ્મ સૂર્ય અને જમણી બાજુએ ચંદ્રની આકૃતિ કતરેલી છે. કમાનને ઉપરનો ભાગ તૂટી ગયો છે. એની નીચે ચોરસ જેવો આકાર કેતરી એમાં અશ્વારૂઢ યોદ્ધાની સુંદર આકૃતિ કોતરેલી છે. ઘોડેસવારે જમણો હાથ ઊંચે કરી તેમાં માથા ઉપર આડી રહે એ રીતે તલવાર પકડેલી છે. ડાબા હાથમાં ઢાલ પકડેલી છે. કેડે કટાર બેસેલી છે. પાખર પણ સુંદર રીતે કતરેલું જણાય છે. ઘોડે ત્વરિત ગતિમાં હોય એ રીતે અંકન કરેલું છે. બાણુનું ભાથું, વિસાવડી, નગવાડા અને ઝીંઝુવાડા ... સ્થળતપાસનો હેવાલ ] [ ૩૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95