Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેટલું પ્રાચીન છે. મસ્તક ઉપર કિરીટ મુકુટ ધારણ કરેલ છે. કંઠમાં હાર, બાજુબંધ, સમપાદમાં ઊભેલ સૂર્યના હસ્તવલય અને પહોળી કટિમેખલા ધારણ કરેલી છે. બંને હાથમાં બે પૂર્ણ વિકસિત સનાળ પદ્મ ધારણ કરેલાં છે, પગમાં હોલબૂટ પહેરેલ છે. સવ્ય લલિતાસનમાં બેઠેલ એક ગણન પ્રાચીન શિલ્પ છે જેના ડાબા હાથમાં પાત્ર જેવું દેખાય છે. પ્રતિમાના મસ્તક પર ગ્રીક શૈલીના વાંકડિયા વાળને પટ્ટીથી બાંધેલ છે. વિસ્ફારિત નેત્ર છે. આ ગણુ બળિયાદેવ તરીકે પૂજાય છે. પાછા ફરતાં ગોગા નાગની દેરીમાં ગણપતિની પ્રાચીન પ્રતિમા જોવા મળી. ગણેશની સૂંઢ ડાબી બાજુએ ઉપરના ભાગમાં વાળેલી છે. એ સવ્ય લલિતાસનમાં બેઠાલા છે. ગણેશે ગળામાં સર્ષની માળા અને સર્ષનું યજ્ઞોપવીત ધારણ કરેલાં છે. મસ્તક પર મરાઠા ઘાટની પાઘડી પહેરેલી છે. ગણેશને હસ્તિકણું આકર્ષક રીતે કોતરેલા છે. ચતુર્ભુજ ગણેશના નીચલા ડાબા હાથમાં મોદક અને નીચલે જમણે હાથ વરદ મકામાં જણાય છે. ઉપલા જમણા હાથમાં અંકુશ અને ઉપલા ડાબા હાથમાં પાશ ધારણ કરેલ છે. પ્રતિમાની જમણી બાજુએ એક ઊભા પથ્થર ઉપર અને એક બેઠા ઘાટના આડા પથ્થર ઉપર નાગદેવતાની બે પાળિયા સ્વરૂપની પ્રતિમાઓ કોતરેલી જણાય છે. નગવાડાથી આગળ અમે ઝીંઝુવાડા ગામ ગયા. ગામમાં પ્રવેશતાં જ હેમર વાવ જોવા મળી. આ વાવ ચાર કોઠાની છે. પહેલા કોઠામાં દક્ષિણાભિમુખ ગવાક્ષમાં ભૈરવની મૂર્તિ સ્થાપેલી છે. ચતુર્ભુજ ભૈરવના ચારે હાથ ખંડિત છે. તેમણે ધમ્મિલ પ્રકારને મુકુટ ધારણ કરેલ છે. ગળામાં સપનું આભૂષણ અને હાથમાં સપના આકારના બાજુબંધ ધારણ કરેલા છે. ઉત્તરાભિમુખ ગવાક્ષમાં ઊભા ગણપતિની મૂર્તિ સ્થાપેલી છે. લંબોદર ગણપતિએ ગળામાં હિક્કાસૂત્ર અને ત્રિસેરી હાર ધારણ કરેલ છે. કમરબંધ પણ સ્પષ્ટ દેખાય છે. ગળામાં સપર ગોળ વીંટાળેલ છે. હસ્તિકણું ખૂબ આકર્ષક રીતે કતરેલા છે. મુખાકૃતિને આગળનો ભાગ ખંડિત થયેલ છે. મસ્તક પર પાઘડી આકારને મુકુટ ધારણ કરે છે. ચતુર્ભુજ ગણેશના નીચલા બંને હાથ ખંડિત છે, જ્યારે ઉપલા હાથ ખંડિત હોવા છતાં આયુધ દેખાય છે. ગણેશે ઉપલા જમણું હાથમાં અંકુશ અને ઉપલા ડાબા હાથમાં પાશ ધારણ કરેલાં હોવાનું જણાય છે. વાવની બરાબર સમ્મુખ ભદ્રબુરજ આવેલ છે. તેમાં ઉપરની બાજુએ મધ્યમાં શિલ્પાકતિઓ જોવા મળે છે. વચ્ચે રાજાની, એની જમણી બાજુએ જગદંબા અને ડાબી બાજુએ ગજાઋસિંહનું વ્યાલ શિલ્પ આબેહબ જોવા મળે છે. ઝીંઝુવાડાના પૂર્વ દરવાજામાં રાજેશ્વરી માતાનું એક જૂનું મંદિર છે. આ મંદિરના પ્રવેશ પાસેની દીવાલમાં ગણપતિ, કુબેર અને નવગ્રહનાં શિલ્પ આવેલાં છે. માઇલ લોકકલાની શૈલીએ ઘડાયેલ આ શિ૯૫માં ગણપતિના ચાર હાથમાં અનુક્રમે વરદ. ૫રશ, પત્ર અને મોદક ધારણ કરેલ છે. ગળામાં હાંસડી, બાજુબંધ વલય, સપને ઉદરબધ અને ઉત્તરીય તથા અધેવસ્ત્ર ધારણ કરેલ છે. કર ઃ આ મંદિરના કમ્પાઉન્ડમાં પૂર્વ તરફની દીવાલમાં કુબેરની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાની નીચે વિ. સં. ૧૩૬૫, ચૈત્ર સુદિ ૧૪ ને ચાર પંક્તિને લેખ કતરેલ છે. અહીં કુબેર ત્રાસન પર લલિતાસનમાં બેઠેલ છે. મસ્તકે ત્રિકૂટ મુકુટ, કાનમાં વૃત્તાકાર કુંડળ અને બે હાથ પૈકી જમણા ૪૨ ] [ સામીપ્ય : એપ્રિલ, ૨૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95