Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજામિલ ગૃહત્યાગ પછી દાસી અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા દસ પુત્રયુક્ત કુટુંબ સાથે રહે છે અર્થાત તેને કેઈ આધાર છે જ્યારે ગુણનિધિ ગૃહત્યાગ પછી નિરાધાર છે. (૩) અજામિલને તેના દુરાચારમાંથી પાછો વાળવા કોઈ સલાહ આપતું નથી જ્યારે ગુણનિધિને તેનાં દુષ્કૃત્યોમાંથી પાછા વાળવા તેની માતા સલાહ આપે છે. ગુણનિધિની માતા તેને તેના પિતાના ઉત્તમ ગણેની યાદ અપાવે છે. તેની માતા કહે છે કે તારા પિતાને કે મને અને તને મારપીટ કરશે. હું પણ તેમના ગુસ્સાને ભોગ બનીશ. આપણું આજીવિકા રાજા તરફથી ચાલે છે. તે જો તારા દુરાચારને જાણશે તે આપણી આજીવિકા પણ બંધ થશે. જો કે ગુણનિધિ પર આની કોઈ અસર થતી નથી. આમ ગુણનિધિની માતાએ તેને દુષ્કૃત્યોમાંથી પાછા વળવાની સલાહ આપી એક સત્કર્મ કર્યુ* છે તે બીજી બાજુ ગુણનિધિનાં દુષ્કૃત્યની જાણુ યજ્ઞદત્તને ન કરીને એટલું જ નહીં તેને કેટલેક અંશે છાવરીને તેના ત્યાગ સુધીની ચરમસીમાનું નિર્માણ પણ કર્યું છે. (૪) અજામિલ પ્રાયઃ ગૃહત્યાગ કરીને દુરાચાર આચરતો રહ્યો છે જ્યારે ગુણનિધિ ઘરમાં રહીને જ દુરાચાર આચરે છે. (૫) અજામિલ આખ્યાનમાં યમરાજા યમદૂતને ક્યા પ્રકારનાં પ્રાણીઓ (વ્યક્તિઓને, મારી પાસે (યમલોકમાં) લાવવા તેનું વર્ણન કરે છે જ્યારે ગુણનિધિચરિત્રમાં યમરાજા યમદૂતને કયા પ્રકારના વ્યક્તિઓને મારી પાસે (મલેકમાં)ન લાવવા તેનું વર્ણન કરે છે. (૬) અજામિલનું યમપાશમાંથી છૂટયા પછી વૈકુંઠગમન થોડા સમય પછી થાય છે. જ્યારે ગુણનિધિન યમપાશમાંથી છૂટવા પછી તરત જ શિવગણ સાથે વિમાનમાં બેસી શિવલોકગમન થાય છે. અર્થાત અજામિલને વિગતે તત્કાળ વૈકઠમાં લઈ જતા નથી, જ્યારે ગુણનિધિને શિવગણે તત્કાળ જ શિવલોકમાં લઈ જાય છે. (૭) અજામિલના જન્માક્તરની કથા પ્રાપ્ત થતી નથી. પરંતુ વિષ્ણુદૂતોના ગયા પછી પોતાના રાચારની નિંદા કરતે અજામિલ વૈરાગ્યયુક્ત બનીને હરદ્વાર જાય છે. ત્યાં દેવમંદિરમાં યોગનો આશ્રય કરીને અને ઇન્દ્રિયનિગ્રહ કરીને રહે છે. આમ ઉત્તરજીવનના દુરાચારી જીવનમાં પરિવર્તન આવી પ્રભુપરાયણ અજામિલને આપણી સમક્ષ દષ્ટિગોચર કરાવે છે. જો કે આ પરિવર્તન અજામિલ નામના દેહમાં જ પ્રાપ્ત થાય છે. જ્યારે ગુણનિધિના જન્માક્તરની કથા પ્રાપ્ત થાય છે. ગુણનિધિ પછીને એક જન્મ છે કલિંગના રાજા અરદમના પુત્ર “દમ” તરીકેનો છે. છેવટે તે કલિંગને રાજા પણ બને છે. આ જન્મમાં પણ વય અને અન્ય દ્વારા શિવમંદિરોમાં દીપદાન કરીને ભગવાન શિવની કૃપાથી બીજા જન્મમાં કુબેરપદની પ્રાપ્તિ કરે છે. કુબેરપની પ્રાપ્તિ બાદ તે ભગવાન શિવ સાથે મિત્રાચારી કરે છે. કુબેરપદની પ્રાપ્તિ [ સામીપ્ય : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95