Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કરતા એકવાર મહામુનિ દત્તાત્રેય પાસે જઈ પહોંચ્યા. દત્તાત્રેયે એમને આવકારી એમના આગમનનું પ્રયોજન જાણી યોગ વિશે સંક્ષેપમાં કેવળ સારગર્ભરૂપ જ્ઞાન આપ્યું. એમાં તેઓએ મંત્રોગ, લયયોગ, હઠયોગ અને રાજયોગ સમજાવી એ પૈકી રાજયોગ શ્રેષ્ઠ હોવાનું પ્રતિપાદિત કયુ. એમાં અષ્ટાંગ યોગ દ્વારા અનુક્રમે આરંભ, ઘટ, પરિચય અને નિષ્પત્તિ નામની ચાર અવસ્થાઓ પ્રાપ્ત કરી રાજયોગ સિદ્ધ કરવા પર ભાર મૂકયો. વળી આ નિમિત્ત દત્તાત્રેયે યોગ અંગેનાં બીજ ઉપયોગી પાસાંઓ અંગે પણ ચર્ચા કરી, જેમાં યોગમાર્ગમાં આવતાં અંતરાયો અને વિને; એ અંગે રાખવાની સાવચેતી; યોગ-સાધના વખતે પ્રગટતી સિદ્ધિઓને લઈને પતન ન થાય એ માટે લેવાની કાળ; વગેરેનું સચોટ નિરૂપણ કર્યું. મહામુનિ દત્તાત્રેયની આ યોગ સાધના-પદ્ધતિનું સંક્ષેપમાં અવલોકન અને અભિપ્રેત છે.
યોગશાસ્ત્ર પ્રમાણે યોગના મંત્રોગ, લયયોગ, હઠગ અને રાજયોગ નામે ચાર પ્રકાર છે.
મંત્ર : આમાં સાધક વર્ણ-માતૃકાઓને ન્યાસપૂર્વક અંગીકાર કરીને સિદ્ધિઓ માટે નિર્ધારિત રીતે એને જપે છે. આને “મંત્ર' કહે છે. સતત બાર વર્ષે એને અભ્યાસ કરવાથી મંત્રયોગ સિદ્ધ થાય છે. એનાથી સાધા જ્ઞાનવાન થવા ઉપરાંત અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. આ પ્રકારના યોગને અહીં યોગની પદ્ધતિઓમાં અધમ(નિકૃષ્ટ) કોટિને ગ છે.
લયયોગ : જેમાં ચિત્તને સંપૂર્ણપણે લય થઈ જાય તેને યોગ કહે છે. આમાં વિશિષ્ટ પ્રકારના સંકેતા (સંકેત ચિહનો) ૫૨ ચિત્તને કેંદ્રિત કરવાનું હોય છે. “ગશાસ્ત્ર પ્રમાણે આદિનાથે (ભગવાન શિવે પોતાના શિષ્યોને “અષ્ટકટિ' અર્થાત અસંખ્ય સંકેતો શીખવ્યા હતા. એ પૈકીના કેટલાક મહત્વના નીચે મુજબ છે : શન્ય, આ વિશિષ્ટ સંકેત છે. સાધકે અહર્નિશ શૂન્યનું ધ્યાન કરવું જોઈએ. આ ધ્યાન ગમે ત્યાં ઊભતાં, ચાલતાં, બેસતાં, સૂતાં કે ખાતાં પણ થઈ શકે છે. નાસિકાગ-દ્રષ્ટિ અને મસ્તક પાછળના ભાગનું ધ્યાન, આ પૈકી પ્રથમના સંકેતને સિદ્ધ કરવાથી હદયનાં કમાડ ખૂલી જાય છે, જ્યારે બીજો સંકેત સિદ્ધ થતાં મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય છે. ત્યાર પછીને સંકેત મથ દષ્ટિ છે. લલાટ કે બે ભ્રમરો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ ઉત્તમ સંકેત છે. ચત્તા–શબવત્ સૂઈ રહીને પિતાના જમણું કે ડાબા પગના અંગૂઠા પર ધ્યાન કેંદ્રિત કરવું એ પણ સારો સંકેત છે. સાધક એકાંતમાં પોતાના દેહને શિથિલ કરીને આ પ્રયોગ કર્યા કરે તો એ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. ચિત્તલય કરવા માટે આ ઉપરાંત પણ અનેક સંકેત છે. આ બધા દ્વારા લયયોગ સિદ્ધ થાય છે.
હાગઃ કપિલમુનિને આના પ્રવર્તક કહેવામાં આવ્યા છે. હઠયોગ-પદ્ધતિ આઠ ક્રિયાઓ અનામે મહામુદ્રા, મહાબંધ, ખેચરી મુદ્રા, જાલંધરબંધ, ઉચાણબંધ, મૂલબંધ, વિપરીતકરણ અને વજલિ પર નિર્ભર છે. આ ક્રિયાઓ યોગની ખૂબ ઉન્નત અવસ્થાએ પહોંચ્યા પછી જ સિદ્ધ થઈ શકે છે.
વસ્તતઃ હઠયોગ એ પાત જલોગનું જ એક વિકસિતરૂપ છે. હઠયોગ” એ સાંકેતિક શબ્દ છે. “હનો અર્થ છે બહાર જનાર વાયુ(પ્રાણ) અને “ઠ' એટલે અંદર જનાર વાયુ(અપાન). અર્થાત પ્રાણ તથા અપાન વાયુમાં સમત્વ લાવનાર યોગ “હઠયોગ” કહેવાય છે. નાથ યોગીઓ આ પદ્ધતિ અપનાવે છે. એમનો સિદ્ધાંત છે કે સ્થળ શરીર અને સૂક્ષ્મ શરીર એક જ ભાવથી ગૂંથાયેલાં છે અને બંનેને એકબીજા પર સતત પ્રભાવ રહ્યા કરે છે. પરમાત્મા સત અને અસત્ અર્થાત નામ અને રૂપથી પર છે. એ કેવળ' છે. તેની સાથેનું તાદામ્ય કેળવાય એ જ કેવલ્ય મોક્ષ કે યોગ છે. આ જન્મમાં
ગશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં દત્તાત્રેયી યોગપદ્ધતિ ]
For Private and Personal Use Only