Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધારણુથી યોગી મૃત્યુંજયી થાય. એ જ્યાં હોય ત્યાં અત્યંત સૂખ અને આત્યંતિક આનંદ પ્રાપ્ત કરે. આમ આ પાંચ ધારણુઓ દ્વારા યોગીનું શરીર દઢ બને અને એ મૃત્યુંજયી બને. . ધારણ સિદ્ધ કર્યા પછી યોગીએ ધ્યાનને અભ્યાસ કરવો જોઈએ. સાઠ ઘડી (૨૧ કલાક) સુધી એણે પ્રાણને રોકીને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. આને સગણ ધ્યાન કહે છે. આ સિદ્ધ કરવાથી અણિમા (ગમે તેટલું સૂકમ સ્વરૂપ ધારણ કરવું), મહિમા (ગમે તેટલું મોટું સ્વરૂપ ધારણ કરવું), લધિમા (ગમે તેટલું નાનું સ્વરૂપ ધારણ કરવું), ગરિમા (ઈછા પ્રમાણે ભારે થઈ જવાની ક્ષમતા), પ્રાપ્તિ (ગમે તે મેળવવાની શક્તિ). પ્રાકામ્ય(પ્રબળ ઈચ્છા-શક્તિ) ઈશિત્વ (સપરિપણુ) અને વશિત્વ (સવને વશ કરવાની શક્તિ) આ અષ્ટ મહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જે યોગી આકાશ જેવા નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરે અર્થાત એ દુન્વયી ચીજોને પામવાની આસક્તિમાં ન રહે તે એ મોક્ષમાર્ગને પામે છે. सगुणध्यानमेव स्यादणिमादिगुणप्रदम् । निगुण खमिव ध्यास्वा मोक्षमार्ग प्रपद्यते॥१२ નિગુણ ધ્યાન–સંપન્ન યોગીએ સમાધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સમાધિ એ યુગનું છેલ્લું પગથિયું છે. એને સમાધિ બાર દિવસમાં પ્રાપ્ત થાય છે. સમાધિ પ્રાપ્ત થતાં યેગી મેધાવી બને છે, ઋતંભરા-પ્રજ્ઞા પ્રાપ્ત થતાં એ પરમ સત્યને પામે છે, જીવન્મુકિત અનુભવે છે. સમાધિ એ વસ્તુત: જીવાત્મા અને પરમાત્માની ઐક્યાવસ્થા જ છે. આ અવસ્થામાં યોગી દેહ છોડવા ઈચ્છે તો તે એમ સ્વરછાએ કરી શકે છે. એનાં સારાં-નરસાં કર્મો–અર્થાત એનાં પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણનાં બધાં શુભાશુભ એ છોડી દઈને આત્માનું પરમાત્મા સાથે પરમ અક્ય સાધે છે. જે એ દેહને ટકાવી રાખવા ઈચ્છતા હોય તો સવ લેકમાં અણિમા, મહિમા વગેરે મહાસિદ્ધિઓ ધારણ કરીને તે વિચારે છે અથવા કયારેક એ છાએ દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં પણ સંચરે છે. એ મનષ્ય કે યક્ષનું અર્થાત કેઈ પણ રૂપ ધારણ કરી શકે છે. એ પિતાને પ્રાણીયોનિમાં પણ રૂપાંતરિત કરી શકે છે. એ યોગી વિદ્વાન અને મહેશ્વરની જેમ યથેચ૭પણે વર્તે છે. અહી હોગની ઉપરોક્ત મહામદ્રાદિ કિયાઓ વિશે જાણવું અભિપ્રેત છે. હઠાગની પદ્ધતિ કપિલ વગેરેએ અપનાવેલી. અલબત્ત, ઉપરોક્ત અષ્ટાંગયોગ અને હઠાગ વચ્ચે અભ્યાસભેદને તકાવત છે પણ એ સિવાય બંનેનું ફળ તે એક જ છે. મહામકા : આ ક્રિયામાં ડાબા પગની પાનીને યોનિસ્થાને મૂકવી અને જમણા પગને લંબાવીને તને બંને હાથ વડે દઢતાપૂર્વક પકડવાનો હોય છે. એ વખતે ચિબુકને હદય (છાતી) પર અડાડીને પ્રાણવાયુનું યથાશક્તિ પૂરક, કુંભક અને રેચન કરવાનું હોય છે. ડાબી બાજુના અભ્યાસ પછી જમણા અંગનો અભ્યાસ કરવામાં આવે છે. આ ક્રિયાને મહામુદ્રા કહે છે. મહાઅધ: ઉપરોક્ત દિયા આમાં પણ કરવામાં આવે છે ફરક એટલો છે કે લંબાવેલા પગને આમાં વાળીને સાથળ પર મૂકવામાં આવે છે. આમાં ભૂમિ પર મહાબંધ મુદ્રામાં બેઠેલ થોગીએ. નિત અને ધીમે ધીમે ઉઠાવીને ભૂમિ તરફ ઝુકવાનું હોય છે, જેથી પ્રાણ સુષષ્ણુ નાડીમાં પ્રવેશે. આનો અભ્યાસ સાધારણ રીતે સિદ્ધ યોગીઓ જ કરે છે. [સામીપ્ય : એપ્રિલ, '૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95