Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પછી ઉપરોક્ત કુંભક-પ્રાણાયામ ચાર વાર કરવાની આવશ્યકતા રહેતી નથી. ત્યાર પછી ગમે ત્યારે રાજ એક વાર કેવળ-કુંભક કરી લેવું આવશ્યક હોય છે. કેવળ-સંભક ધારા પ્રત્યાહાર સિદ્ધ કરીને યોગી પદાર્થમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી લેવાની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરે છે. પ્રત્યાહારના અભ્યાસ દ્વારા યોગી એમ અનુભવે છે કે તે જે કંઈ પોતાના નેત્ર, શ્રવણ, ઘાણ, જીવા કે ત્વચા દ્વારા જુવે છે, સાંભળે છે, સંઘે છે, ચાખે છે કે સ્પર્શ કરે છે તે સવોચ્ચ છે. આ રીતે યોગી જ્ઞાનેન્દ્રિયેના બધા વિષયોને આત્મભાવ અનુભવે છે. જ્ઞાનેન્દ્રિયોને ટકાવવા માટે જાગ્રત રહી યોગીએ આ પ્રત્યાહારની ક્રિયા દરરોજ ત્રણ કલાક કરવી જોઈએ. પ્રત્યાહાર કરવાથી યોગીમાં અલૌકિક શક્તિઓ પ્રગટે છે. એને લઈને એ દૂરની વસ્તુઓને જેઠજાણી શકે છે. એ કોઈ પણ સ્થળે ક્ષણમાં પહોંચી શકે છે. એ વાસિદ્ધિ (વચનસિદ્ધિ) પ્રાપ્ત કરે છે. પોતાની ઈચ્છા મુજબ અદશ્ય પણ થઈ શકે છે અને ઈચ્છિત સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. સતત યોગાભ્યાસથી પ્રત્યાહાર દ્વારા યેગી આકાશમાં પણ ઊડી શકે છે, પરંતુ બુદ્ધિમાન પેગીએ આ સિદ્ધિઓ ભોગવવાથી દૂર રહેવું જોઈએ. કેમ કે આવી સિદ્ધિઓ મહાસિદ્ધિ પ્રાપ્ત કરવામાં બાધક રૂપ બને છે.૧૦ યોગીએ લોકો સમક્ષ પિતાનું સામર્થ્ય બતાવવું ન જોઈએ અને એને ગાપિત રાખવું જોઈએ. એ કેવળ પિતાના ભક્ત પર પ્રસન્ન થાય છે એ દર્શાવે અન્યથા એણે મુર્ખ, મઢ કે બધિરની જેમ વર્તવું જોઈએ, જેથી એનું સામર્થ્ય ગુપ્ત રહી શકે નહિ તે ઘણા લોકો એના શિષ્યો થાય અને યોગી એ લોકોનાં કામો કરવામાં પ્રવૃત્ત થતાં પિતાના અભ્યાસને સમય કાઢી ન શકે અને યોગાભ્યાસ વગર એ પણ ધીમે ધીમે સામાન્ય માણસ જેવો બની રહે. પિતાના ગુરનાં વચનને સતત સ્મરણમાં રાખીને એણે રાત-દિવસ અભ્યાસ કરવો જોઈએ, જેથી એ ઘટાવસ્થા પ્રાપ્ત કરી શકે. આ અવસ્થા ચર્ચા–ગેષ્ટિથી ક્યારે ય પ્રાપ્ત ન થઈ શકે. એને માટે તે નિયમિત યોગાભ્યાસની જ આવશ્યકતા રહે છે. આવો અભ્યાસ સતત ચાલુ રહે તે પરિચયઅવસ્થા પ્રગટે છે. એમાં પ્રાણ. આંતરિક અગ્નિથી પ્રેરિત થઈને કુંડલિનીને જાગ્રત કરે છે. અને એ કોઈ પણ અંતરાય વગર સુષુષ્ણુ નાડીમાં પ્રવેશે છે, ત્યારે ચિત્ત પણ મહાપથ(સુષુણ્ય નાડી)માં પ્રાણની સાથે પ્રવેશે છે. જે લેગીનું ચિત્ત સુષુણ્ણમાં પ્રાણ સાથે પ્રવેણ્યું હોય એ ત્રિકાળદર્શી બને છે. ત્યાર બાદ યોગીએ પંચમહાભૂત(પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ) પર કાબૂ મેળવવા માટે પાંચ પ્રકારની ધારણનો અભ્યાસ કરવો જોઈએ. પૃથ્વી–ધારણ કરવાથી પાર્થિવ ભયોનું નિવારણ થાય. આને માટે યોગીએ નાભિની નીચે અને ગુદાની ઉપરના ભાગમાં પ્રાણને પાંચ ઘડી (૨ કલાક) ધારણ કરવો જોઈએ. દેહમાં નાભિ અને ગુદા વચ્ચેના ભાગને પૃથ્વી સ્થાન ડે છે. તેથી આને પૃથ્વી-ધારણ કહેવામાં આવે છે. જે યોગી નાભિ પાસે પાંચ ઘડી પિતાના પ્રાણવાયુને ધારણ કરે તો તેને જલધારણ કહે છે. એ સિદ્ધ થતાં જલ પરને ભય નાબૂદ થાય છે. પ્રાણને નાભિની ઉપરના ભાગમાં ધારણ કરવાથી આગ્નેય–ધારણું થાય છે. એને સિદ્ધ કરતાં પોગી દાઝવાથી કે આગથી ક્યારેય મૃત્યુ પામતું નથી. અગ્નિકુંડમાં નાખવા છતાં પણ એનો દેહ બળે નહિ એવું સામર્થ્ય એનામાં પ્રગટે છે. નાભિ અને ભ્રમર વચ્ચે અનુક્રમે અનાહતચક્ર(ઉદય પાસે, શિહ ચા (કંઠ પાસે) અને આજ્ઞાચક્ર (બે ભ્રમરે વચ્ચે) એ ત્રણનાં અંતરાલ સ્થાનોમાં પ્રાણને પાંચ ઘડી ધારણ કરવાથી વાયવી–ધારણ સિદ્ધ થાય છે અને એના દ્વારા વાયુ તરફને ભય દૂર થાય છે. ભૂમયે પાંચ ઘડી પ્રાણવાયુને ધારણ કરવાની ક્રિયાને આકાશ-ધાણું કહે છે. તત્ત્વતઃ આ મોસમના પરિપ્રેક્ષ્યમાં દત્તાત્રેયી યોગપતિ] [ ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95