Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. ત્રીજું વિશ્વ છે મંત્રજપ. સાધારણ રીતે સાધક એમ માનતા હોય છે કે મંત્ર જપ કરવાથી સવ કાંઈ સિદ્ધ થઈ જાય છે. પણ હકીકત એ એની ભ્રમણ છે. ચોથું વિધ્ય છે ધાતુઓ અંગેની બેટી માન્યતા. આમાં સાધક એમ માને છે કે સુવર્ણ કે પારદ(પારા)માંથી બનાવેલ ઔષધના સેવનથી અમરત્વ પ્રાપ્ત થાય છે. આ પણ સર્વથા ભ્રમણમાત્ર છે. પાંચમું વિદ્ય છે ખોરાક, સંગીત વગેરેને લગતી ખોટી માન્યતાઓ. આ પ્રકારે ઘણાં વિઘો યોગમાર્ગમાં ઝાંઝવાના જળની જેમ ફૂટી નીકળે છે. પણ એનાથી મૃગતૃષ્ણ છિપાતી નથી. આથી એમને દૂર હડસેલી સાધકે સ્થિર આસન પર બેસી પદ્માસનવાળી પ્રાણાયામમાં લાગી જવું જોઈએ.
રાજયોગ અષ્ટાંગ યોગ રાજોગનો ધોરી માર્ગ છે. યમનિયમાદિ અષ્ટાંગ યોગનાં લક્ષણો તેમજ તેમને પ્રયોગ આ પદ્ધતિમાં આ પ્રમાણે સૂચવાયાં છે: “યમ” દશ પ્રકારના છે, એ પૈકી લઘુઆહાર (પરિમિત–આહાર) મુખ્ય છે, જ્યારે બાકીના ગૌણ છે. નિયમોમાં પણ અહિંસા મુખ્ય છે અને બાકીના ગૌણ છે. દત્તાત્રેયે આસન ચોરાશી લાખ (અર્થાત અસંખ્ય) હોવાનું કહ્યું છે, જે પૈકી પવાસન” સર્વોચ્ચ છે. આ આસન માટે સાધકે પોતાના જમણું અથવા ડાબા પગને બીજા પગની સાથળ પર એવી રીતે ગોઠવો કે જેથી બંને પગની એડીઓ એકબીજાને નાભિ આગળ સ્પશે. બંને હાથની હથેળીઓ એકબીજા ઉપર રાખી એને પગની પાની પર નાભિ પાસે આવે એ રીતે મવી જોઈએ. સાધકે સતત નાસિકાગ્રભાગે ધ્યાન કેન્દ્રિત કરવું અને જીદ્દવાનું ટેરવું ઉપરના રાજદૂત(મધ્યના મુખ્ય દાંત)ના મૂળ ભાગને સ્પર્શે એ રીતે રાખવું જોઈએ. હડપચીને છાતી પર ટેકવવી.
iાર બાદ પ્રાણાયામ કર. એ માટે એણે ધીરે ધીરે યથાશક્તિ પોતાના ઉદરમાં પ્રાણવાયુને (પૂરક ક્રિયા દ્વારા) પૂરતા જવું, ત્યાર બાદ એને જેટલો વખત રોકાય એટલો વખત રાકી (અર્થાત કુંભક કરીને) ધીમે ધીમે એને (રેચક-ક્રિયા દ્વારા) છેડતા જવું. પ્રાણાયામને નિરંતર અભ્યાસ થતાં એનાથી પ્રગટતી સિદ્ધિને લઈને સાધકના બધા રોગ નાશ પામે છે.
અલબત્ત, પ્રાણાયામ માટે સાધકે એકાંતનું સેવન કરવું જોઈએ. એ માટે શક્ય હોય ત્યાં સુધી . “મઠ કે સાધન-કુટિર પસંદ કરવાં જોઈએ. એનું પ્રવેશદ્વાર નાનું હોય, એ સ્થાન સ્વચ્છ, જીવજંતુ-રહિત
અને ધપાદિથી સુવાસિત હોવું જોઈએ. એમાં મૃગચર્મ કે વસ્ત્રનું ઠીકઠીક મેટું કહી શકાય એવું વિસ્તૃત આસન હોવું જોઈએ કે જેથી અન્યના સ્પર્શથી બચી શકાય. આસન પર ટટ્ટાર બેસી પ્રથમ પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી એમને બે હાથ જોડીને વંદન કરવું જોઈએ. ત્યાર બાદ પોતાના જમણા નસકોરા (પિંગળા)ને જમણા હાથના અંગૂઠા વડે બંધ કરી ડાબા નસકેરા(ઇડા) દ્વારા શ્વાસને ઉદરમાં (પૂરક ક્રિયા ધારા) પુરવો જોઈએ. ત્યાર બાદ એણે પિતાના ઉદરમાં યથાશક્તિ એ પ્રાણનું શોધન કરીને કુંભક કરવો જોઈએ. આ જ કુંભકપ્રાણાયામ છે. ત્યાર બાદ એણે પિંગળા નાડી દ્વારા પ્રાણવાયુને (રેચક ક્રિયા ધારા) ધીરે ધીરે બહાર કાઢી, સહેજ પણ વિલંબ વગર પ્રાણવાયુને પિંગળા દ્વારા ખેંચી ઉદરમાં યથાશક્તિ ધીરે ધીરે પૂર જોઈએ. આમ જેવી રીતે પ્રાણવાયુ રેચક કરાય તે રીતે નિરોધ કર્યા બાદ પૂરક કરવો જોઈએ. સાધકે આ રીતે સવારે ૧૦ વાર કુંભક–પ્રાણાયામ કરવો જોઈએ. એવી રીતે મધ્યાન્હ સમયે, સંધ્યાકાળે અને મધ્યરાત્રિએ પણ એટલી જ વાર કુંભક-પ્રાણાયામ કરવો જોઈએ. આમાં રેચક અને પૂરકની ક્રિયા સહિત થવાથી એને “સહિત-કુંભક કહેવામાં આવે છે. આ સહિતકલકની ક્રિયા દરરોજ ચાર વખત એમ ત્રણ માસ સુધી આળસ–રહિત થઈને કરવામાં આવે તો એનાથી નાડિ-શુદ્ધિ થાય છે અને આ સિદ્ધિ દ્વારા વ્યક્તિ ગ્રહનાં સર્વ વિદનોથી મુક્ત થાય છે. નાડિ શબ્દ થતાં યોગાભ્યાસીના દેહ ૫ર એનાં બાહ્ય ચિને પણું વરતાવા લાગે છે. દેહ પાતળા યોગશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં દત્તાત્રેયી પદ્ધતિ
For Private and Personal Use Only