Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની અનુભૂતિ કરવી એ હઠગીનું લક્ષ્ય હોય છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાયાનું સાધન કરવું જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા કાયા શુદ્ધ થાય છે.
નાથ યોગીઓને મતે શરીરમાં ત્રણ વસ્તુઓ (બિંદુ, વાયુ અને મન) પરમ શક્તિશાળી છે, પરંતુ એ ચંચળ હોવાથી એમનું ઊર્ધ્વીકરણ કર્યા વગર એ યોગીના કામમાં આવતી નથી. આમાં પહેલી વસ્તુ બિંદુ(શુક્ર-વીર્ય)નું ઊર્ધ્વીકરણ કરવું મહત્ત્વનું છે. તે સ્થિર થતાં બાકીની બે વસ્તુઓવાયુ અને મન પણ રિથર થઈ શકે છે. આ પૈકી કોઈ પણ એકને વશ કરી લેતાં બીજો બે
સ્વયં વશ થઈ જાય છે. બ્રહ્મચર્ય અને પ્રાણાયામ દ્વારા બિંદુનું ઊર્ધ્વીકરણ કરી શકાય છે, પરંતુ એને માટે નાડીઓ શુદ્ધ કરવી આવશ્યક છે. ધેતિ નેતિ, બસ્તી, ત્રાટક, નૌલિ અને કપાલભાતિ નામનાં કર્મો વડે નાડીશુદ્ધિ થાય છે. નાડી શુદ્ધ થતાં બિંદુ સ્થિર બને છે. એથી સુષસ્થાને માગ સાફ થાય છે, “પ્રાણ” અને “મન સ્થિર બને છે અને પ્રબુદ્ધ કુંડલિની સહસ્ત્રારચકપમાં રહેલા પરમાત્મા સાથે તાદામ્ય સાધે છે.
હઠયોગની મહામદ્રાદિ ક્રિયાઓ જાણતાં પહેલાં હઠગ અને રાજયોગની ભૂમિકારૂપે યમ–નિયમાદિના સંદર્ભમાં યોગાભ્યાસ માટેની પાત્રતા, માગમાં આવતાં વિદને, એ અંગે રાખવાની સાવ- ચેતી વગેરેની જાણકારી યોગશાસ્ત્ર પ્રમાણે અતિ આવશ્યક છે.
વ્યક્તિ યુવાન હોય, વૃદ્ધ હોય કે રોગી, અભ્યાસ દ્વારા એ ધીમે ધીમે યોગને સિદ્ધ કરીને સિદ્ધિઆને પામે છે. યોગમાર્ગમાં નાતજાત કે ઊંચ-નીચના ભેદભાવ નથી. કોઈ પણ વ્યક્તિ પછી એ
શું હોય કે શ્રમણ, બૌદ્ધ હોય કે જૈન, કાપાલિક હોય કે ચાક, નિત્ય યોગાભ્યાસથી નિશ્ચયયુવક સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે. યોગ કરવાથી સિદ્ધિ તો જરૂર પ્રાપ્ત થાય ૫ણુ વગર ક્રિયાએ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. યોગનાં પુસ્તક વાંચવાથી કે એના પાઠ કરવાથી કંઈ સિદ્ધ ન થવાય. (1 રાત્રિપાઠમા વિસિદ્ધિ: નાતે), વ્યક્તિ મુંડિત હોય કે જટાધારી, દંડી હોય કે કષાય-વસ્ત્રધારી, નારાયણ નારાયણ એમ પોપટની જેમ બોલતે હોય, શરીરે ભસ્મ ચોળતો હોય, ઈષ્ટદેવના જાપ
માં કરતો હોય કે પાઠપૂજા કર્યા કરતો હોય, ભક્ત પણ હોય અને મૃદુ ભાષી પણ હોય તેમ છતાં ક્રિયાહીન હોય કે દૂર હોય તો એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી. યોગીને વેશ કે બાહ્ય લક્ષણો ધારણ કરવાથી ગસિદ્ધિ થતી નથી. એ માટે ગુરુકૃપા જ કેવળ એક ઉપાય છે તેવા જદારનું સિ:). વળી એવા પણ કેટલાક લોકે છે જે કોઈ પણ જાતની સાધના કર્યા વગર કેવળ પિતાનું પેટ ભરવા અને પિતાની વાસનાઓને સંતોષવા માટે વેચક યોગીને ઢોંગ કરીને ઠગતા હોય છે. વળી કેટલાક તો એવા કુશળ ઢોંગી લોકે હોય છે જેઓ યોગને એક રાજમાર્ગ ગણાવી એની વાત એવી કુશળતાપૂર્વક કરી, જાણે પોતે મોટા યોગી હેય એવો લોકોમાં ભ્રમ ઊભો કરે છે. આવા સ્વાથી પેટભરા ધુર્તે ખરેખર મૂઢ છે. આવા દંભી લોકો ગાવાસમાં અંતરાયરૂ૫ હોવાથી એમને સર્વથા ત્યાગ કરવો જોઈએ.
વસ્તુતઃ યોગમાં પૂણતા લાવવા માટે નીચેની ક્રિયાઓ અને ઉપાયોને આશ્રય લેવો જોઈએ. પ્રથમ તો યોગ માગના અભ્યાસીએ એના માર્ગમાં આવતાં નિમ્ન લિખિત વિઘોને સામને કર : આમાં આળસ એ સહુથી મોટું વિઘ છે. યોગાભ્યાસ દરમ્યાન પૂરી સજજતા સાથે આળસને સામને કરે જોઈએ. બીજ વિધ્ય છે ધુતગેટિ. ઉપરોક્ત ધૂત, દંભી કે વંચક લોકોની સાથેની ગેષ્ટિ સર્વથા ત્યજવી
૧૨]
[ સામીપ્ય : એપ્રિલ, ૨૨-સપ્ટેમ્બર ૧૯૯૨
For Private and Personal Use Only