Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org યોગશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં દત્તાત્રેયી યોગપતિ પ્રવીણચંદ્ર પરીખ યોગ જેવા મહત્વના વૈજ્ઞાનિક વિષય પર વિશાળ સંસ્કૃત સાહિત્યમાં લખાયેલ અને છપાયેલ ચની સંખ્યા અતિ અલ્પ છે. એનું કારણ એ છે કે છેક પ્રાચીન કાલથી વેગને રહસ્યવિવા ગણવામાં આવતી અને એનું જ્ઞાન ગુરૂમુખે ખાસ પસંદગી પામેલા શિષ્યોને જ અપાતું. યોગાભ્યાસ દરમ્યાન અને ત્યાર બાદ પણ આ જ્ઞાનને ગુપ્ત જ રાખવામાં આવતું. હવે છેલ્લાં થોડાં વર્ષોથી દેશ-વિદેશમાં યોગાભ્યાસનો પ્રચાર થયો છે અને યોગવિદ્યાને વ્યાપક સમાજને લાભ મળે એવું દષ્ટિબિંદુ કેળવાયું છે, તેના ઉપલક્ષમાં યોગ વિશેના ગ્રંથો પણ પ્રકાશિત થવા લાગ્યા છે. આ ઉપક્રમમાં મહામહોપાધ્યાય ડો. બ્રહ્મમિત્ર અવસ્થીએ બે હસ્તપ્રતોને આધારે સંપાદિત કરેલો યોગશાસ્ત્ર નામને ૧૯૮૨ માં પ્રગટ થયેલો ગ્રંથ વિશિષ્ટ છે. આ ગ્રંથ દત્તાત્રેયી યેગસાધના-પદ્ધતિનું વિશદ નિરૂપણ કરે છે. એતિહાસિકતાની દષ્ટિએ વિચારતાં યોગશાસ્ત્રની રચના ક્યારે અને કોણે કરી હશે તે વિશે કંઈ ચોક્કસ જાણવા મળતું નથી. ડો. અવસ્થીને મતે આ ગ્રંથની સરળ અને બિન-પાણિનિય ભાષા એને ઘણા જુના કાળમાં મૂક્વા પ્રેરે છે, તો બીજી બાજુ આ ગ્રંથનો યોગના કોઈ પ્રાચીન ગ્રંથોમાં કે અન્યત્ર ઉલેખ મળતો નથી, તેમ જ એના પર કોઈ ટીકા લખાયેલી પણ જાણમાં નથી. આવા સંજોગોમાં આ ગ્રંથ પ્રાચીન કાળમાં અમુક યોગ-સાધકોમાં પ્રચલિત હોવાનું મુનાસિબ લાગે છે. યોગ્ય અને વફાદાર શિષ્યને જ યોગ શીખવવાની પ્રથા પ્રચલિત હાઈને આ ગ્રંથ વિદ્વાનોથી અજાણ રહો હેય. સંભવ છે કે દત્તાત્રેયી યોગસાધના–પરંપરાના કોઈ સાધકે આ ગ્રંથ રચ્યો હોય. અહી પાણિનિ-સમ્મત ભાષાપ્રયોગ થયો નથી જે એમ સૂચવે છે કે સંભવતઃ મંથકર્તાએ એ પ્રકારની ભાષાશુદ્ધિની આવશ્યકતા સ્વીકારી નથી. પ્રાચીન ભારતમાં યોગની અનેક પરંપરાઓ પ્રચારમાં હતી. આમાં મુનિ દત્તાત્રેયની યોગપરંપરા, પૂર્વકાલીન પદ્ધતિઓને સમન્વય થયેલે હેઈ, અલગ તરી આવે છે. આ યોગ પદ્ધતિનું વિશદ પણ સારગ્રાહી નિરૂપણ “યોગશાસ્ત્રમાં થયું છે. એમાં સંસ્કૃતિ નામના મુનિની યોગ-જિજ્ઞાસાને સંતોષવા નિમિત્તે મુનિ દત્તાત્રેયે ગપદ્ધતિની જે તલસ્પર્શી છણાવટ કરી છે તેને અમુક ભાગ પ્રગટ કરવામાં આવ્યો છે. યોગની રહસ્યમય ગૂઢ સાંકેતિક ક્રિયાઓ જાહેર કરવાની શાસ્ત્રોની મનાઈ હાઈ તેમજ એ કેવળ અધિકારી શિષ્ય સમક્ષ જ ગુરુ યોગ્ય સમયે પ્રગટ કરતા હોવાથી આ ગ્રંથમાં પણ એવા તમ અંશોના ઉલેખ સિવાય એમની ક્રિયાત્મક વિગતો અપાઈ નથી. ચોગશાસ્ત્ર અનુસાર, પ્રસંગ એવો છે કે નૈમિષારણ્યમાં મુનિ સંસ્કૃતિ એમના શિષ્યો સાથે યોગ દ્વારા મેક્ષ પ્રાપ્તિને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવા અર્થાત એગનું વૈજ્ઞાનિક સ્વરૂપ જાણવા પરિભ્રમણ 1 * નિયામક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯ [સામીપ્ય ૬ એપ્રિલ, ૨૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95