Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 144
________________ નીલાંજના શાહ હતું. સ્ત્રીને કોઈ સામાજિક દરજ્જો કે સ્વતંત્રતા ન હતી. સ્ત્રી પુરુષની એટલે સુધી મિલકત ગણાતી હતી કે વિજેતા રાજા પરાજિત રાજાના દ્રવ્યની જેમ જ તેની પત્નીને પણ લઈ જતો હતો. જૈન ધર્મના કે કોઈ પણ ધર્મના શાસ્ત્રોના રચયિતાઓ પુરુષો જ હતા, તેથી એ બધાં શાસ્ત્રોમાં પુરુષોના શીલને સ્ત્રીઓ જ ભ્રષ્ટ કરે છે એવી રજૂઆત મળે છે. 138 ‘શી.મા.'માં નૂપુરપંડિતા, દત્તદુહિતા, મદનમંજરી અને પ્રદેશી રાજાની રાણી' વગેરે શીલભ્રષ્ટ સ્ત્રીઓની કથા આપીને સ્ત્રીઓની જે સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે, તેનું એક કારણ કદાચ એ છે કે પુરુષોએ આ અને આવી બીજી શીલકથાઓ રચી છે. શી. મા.'નું સાહિત્યિક મૂલ્ય : ‘શી. મા.' મળતી ગાથાઓ અને કથાઓનું સાહિત્યિક અને સાંસ્કૃતિક મૂલ્ય વિશે ટૂંકમાં કહેવું ખૂબ અઘરું છે. ‘શી. મા.’ની ગાથાઓમાંની કેટલીક આગમગ્રંથોમાંથી લેવામાં આવી છે, જેમ ` કે નીચેની ૬૯મી ગાથા ૬. વૈ. સ.માંથી ટાંકવામાં આવી છે. શકાય. SAMBODHI विभूषा इत्थी संसग्गो पणीयं रसभोयणं । નરÆડત્તવેસિસ્મ વિર્સ તાનતું નહો ॥ ૬. વૈ. સૂ. ૮. ૫૭ (શણગાર, સ્ત્રીનો સંસર્ગ, મસાલા વગેરે, રસયુક્ત ભોજન—આ બધું તત્ત્વવેત્તા મનુષ્ય માટે તાલપુટ (પ્રાણહારક) વિષ સમાન છે.) આમ આમાંની કઈ અને કેટલી ગાથાઓ કયા આગમગ્રંથમાંથી લેવામાં આવી છે, એ શોધી તે પછી ‘શી. મા.'ની ગાથામાં નિર્દિષ્ટ અને ‘શી. ત.’માં વિસ્તારથી કહેવાયેલી કથાઓનું મૂળ શોધીને તેમને તે મૂળ સામગ્રી સાથે સરખાવવાનું કામ બાકી છે. દ્રૌપદીની કથા ‘શાતાધર્મકથાંગસૂત્ર’ના ૧૬મા અધ્યયનમાંથી અને રથનેમિ અને રાજિમતીની કથા ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ૨૨મા અધ્યયનમાંથી અને પ્રદેશી રાજાની કથા ‘રાજપ્રશ્નીયસૂત્ર’માંથી લેવામાં આવી છે. ધનશ્રીની કથા અને અગડદત્તની કથા, ‘વસુદેવહિંડી'ના પ્રથમ ખંડના ધમ્મિલ ખંડમાંથી, તો ઋષિદત્તા અને દવદંતીની કથા તેના મધ્યમ ખંડમાંથી લેવામાં આવી છે, Jain Education International તે ઉપરાંત આ કથાઓને, જૈન આગમ સાહિત્યની વૃત્તિઓ ઉપરાંત, જૈન સાહિત્યના કથાકોશો, કથાકાવ્યો કે ગદ્યકથાઓ, નાટકો વગેરે કૃતિઓમાં મળતાં તેમનાં ભિન્ન સ્વરૂપો સાથે સરખાવી શકાય. દા. ત. અંજનાસુંદરીની કથાને વિમલસૂરિના પ્રાકૃત ‘પદ્મચરિત'માં મળતા તેના સ્વરૂપ સાથે, ‘ત્રિષ્ટિશલાકાપુરુષચરિત'ના સાતમા પર્વમાં મળતા સ્વરૂપ સાથે તેમજ પદ્મર્ષણના સંસ્કૃત પદ્મચરિતના ૧૫થી ૧૭મા પર્વમાં મળતા સ્વરૂપ સાથે સરખાવી શકાય. નર્મદાસુંદરીની કથાનાં અભિન્ન સ્વરૂપો જે ‘વસુદેવહિંડી’માં, દેવેન્દ્રસૂરિકૃત મૂલશુદ્ધિપ્રકરણ પરની ટીકામાં અને ઈ. સ. ૧૧૨૨માં મહેન્દ્રસૂરિષ્કૃત વિસ્તૃત પ્રાકૃત ‘નર્મદાસુંદરીકથા’ વગેરેમાં મળે છે, તેમને પણ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188