Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 145
________________ Vol. XXVIII, 2005 જૈન પરંપરામાં શીલકથાઓ 139 એકબીજા સાથે સરખાવાય. તે જ રીતે દવદંતીની કથા “વસુદેવહિંડી'ના મધ્યમ ખંડમાં, ‘ત્રિષષ્ટિ.'ના આઠમા પર્વમાં વગેરે અનેક કૃતિઓમાં તેમજ રામચંદ્રસૂરિના “નલવિલાસ' નાટકમાં પણ મળે છે, તેમના વસ્તુની પણ એકબીજા સાથે સરખામણી કરી શકાય. શી. મા.” વાંચતાં, તુલનાત્મક અધ્યયનની શક્યતાઓ પણ તેની કથાઓમાં રહેલી છે તેનો ખ્યાલ આવે છે. “શી. મા.માં મળતી કથાઓ બીજી બાજુ વૈદિક અને પૌરાણિક પરંપરામાં જો મળતી હોય તો તુલનાત્મક અધ્યયન કરી શકાય, એમાંની કેટલીક કથાઓ તો બૌદ્ધ ત્રિપિટકમાં પણ જો મળી આવે તો જૈન, વૈદિક અને બૌદ્ધ ત્રણે પરંપરામાં તે મળતી કથાઓમાંનું સામ્ય તારવી શકાય.૧૦ શી. મા.” અને “શી. ત.”ની કથાઓ પરથી એ જમાનાનું જે સામાજિક, ધાર્મિક અને રાજકીય ચિત્ર ઉપસે છે, તેનો અભ્યાસ પણ કરવા જેવો છે. વિસ્તારભયે અહીં તેનો નિર્દેશ કર્યો નથી. ભાષાના અભ્યાસીઓ માટે પણ “શી. ત.'ની સંસ્કૃત ભાષાનો અભ્યાસ રસપ્રદ બની રહે તેવો છે. “શી. ત.” ટીકા ગુજરાતમાં લખાઈ હોવાથી તેના કેટલાક પ્રયોગો પર ગુજરાતી ભાષાની સ્પષ્ટ અસર જણાય છે, જેમ કે मत्पादौ दुःखतस्तमा उत्थापय । સળી વેન તનહસ્તતિ ક્ષણમ્ II (શી. ત. પૃ. ૩૮-૩૯) आदिश्य सारथिं जीवान् विमोच्य च नियंत्रणात् । ચન્દ્રને વાયામાલ સ્વાર્થસિદ્ધિ પ્રતિ પ્રભુ: |(શી. ત. પૃ. ૧૩૮) इत्थं वचनमात्रेण दुःकर्म यदुपार्जिनम् ।। તમાત્ર દૃરતિ પ્રાણી અવાંતરસ્તરીપ II (શી. ત. પૃ. ૩૪૮). શી.મા.ની કથાઓ પોતે પણ પછીની અનેક શીલકથા માટે પ્રેરણાસ્ત્રોત સમી બની રહી છે. તેનો ખ્યાલ નીચેની વિગત પરથી આવશે. ઈ.સ.ની ૧૪મી સદીમાં થઈ ગયેલા ઉદયપ્રભસૂરિએ સંસ્કૃતમાં “શીલવતી કથા રચી છે. રુદ્રપલ્લી(રૂપાલ ?)માં ઈ. સ. ૧૫૭૬ના અરસામાં થઈ ગયેલા આજ્ઞાસુંદરે પણ સંસ્કૃતમાં “શીલવતીકથા' રચી છે. સંવત ૧૫૨૪(ઈ. સ. ૧૪૬૮)માં રાજવલ્લભસૂરિએ ૫૧૧ સંસ્કૃત શ્લોકોમાં “શીલાલંકારકથા' રચી છે. તો સં. ૧૬૪૯(ઈ. સ. ૧૫૯૩)માં કલ્યાણચંદ્ર પણ “શીલાલંકારકથા' રચી છે. તેમણે તો પોતાની કથામાં “શીલતરંગિણી' પરથી પ્રેરણા લીધાનું પણ જણાવ્યું છે. બુદ્ધિવિજય નામના લેખકે પણ સં. ૧૬૬૦(ઈ. સ. ૧૬૦૪)માં “શીલાલંકારકથા' લખી છે." ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત પણ જૈન સાહિત્યમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં, શીલ વિશે અનેક કૃતિઓ રચાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188