Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 148
________________ 142 મણિભાઈ ઈ. પ્રજાપતિ SAMBODHI પ્રાચીન જૈનાગમ, પુરાણ અને દર્શન-ગ્રંથોમાં સામાજિક સમતાના વિચારો રજૂ થયા છે. જૈનદર્શનના પ્રમુખ ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર અને તેના આધારે રચાયેલ ભાષ્ય-વાર્તિકો ઇત્યાદિમાં વર્ણવ્યવસ્થાને કોઈ સ્થાન નથી. આચાર્ય પ્રભાચંદ્ર “પ્રમેયકમલમાર્તણ્ડ' ગ્રંથમાં બ્રાહ્મણત્વનું વિવેચન કરીને અંતે સિદ્ધ કર્યું છે કે માનવના આચાર-વિચારના આધારે જ ઉચ્ચ કે નીચનો નિર્ણય થઈ શકે. રવિષેણાચાર્યે જાતિવ્યવસ્થાનું ખંડન કર્યું છે. તેમણે “પદ્મપુરાણમાં જણાવ્યું છે કે કોઈ જાતિ નિંદનીય નથી, કલ્યાણનું કારણ ગુણ છે. વ્રતસ્થ ચાંડાલને પણ દેવો બ્રાહ્મણ માને છે : न जातिहिता काचिद् गुणा: कल्याणकारणम् । व्रतस्थमपि चाण्डालं तं देवा ब्राह्मणं विदुः ॥ આચાર્ય આશાધર પણ પોતાના સાગરધર્મામૃતમાં કહે છે કે શૂદ્ર પણ આચાર-શુદ્ધિથી ધર્મ ધારણ કરનાર બને છે : ___ शूद्रोऽप्युपस्कराचारवपुःशुद्धयास्तु तादृशः । जात्या हीनोऽपि कालादिलब्धौ ह्यात्मास्ति धर्मभाक् ॥ વૈદિક સંસ્કૃતિ વર્ણાશ્રમવ્યવસ્થામૂલક અને પુરુષપ્રધાન સંસ્કૃતિ છે; પરંતુ તાંત્રિક સંસ્કૃતિ વર્ણ, આશ્રમ અને લિંગભેદની જૈન દર્શનની જેમ ઉપેક્ષા કરે છે. કુલાર્ણવતંત્રમાં કહ્યું છે– गतं शूद्रस्य शूद्रत्वं विप्रस्यापि विप्रता । दीक्षासंस्कारसंपन्ने जातिभेदो न विद्यते ॥ જીવનનો એની સમગ્રતામાં સ્વીકાર કરવો એ તાંત્રિક સંસ્કૃતિનું ઉજ્જવળ પાસું છે. તંત્રોમાં એ વાત પર ભાર મૂકાયો છે કે મનુષ્યનાં વૈયક્તિક(આશ્રમ), સામાજિક(વર્ણ) અને આધ્યાત્મિક વ્યક્તિત્વ પરસ્પર વિરોધી નથી, પરંતુ એક જ ચેતનાનો ક્રમિક વિકાસ છે, અને એમાંથી પ્રત્યેક પક્ષની વિભિન્ન અવસ્થાઓમાં માત્ર સ્તર-ભેદ છે, ગુણાત્મક ભેદ નહિ. “પ્રત્યભિજ્ઞાહૃદયમાં ક્ષેમરાજે આ સત્ય પ્રગટ કર્યું છે. શ્રમણ-પરંપરાનો આ પ્રભાવ છે. જૈન-વિચારથી પ્રભાવિત વૈષ્ણવ-તંત્રો પણ વર્ણવ્યવસ્થાનું ખંડન કરીને સર્વને સમાન અધિકાર આપવાનો ઉમદા વિચાર રજૂ કરે છે : ब्राह्मणाः क्षत्रिया वैश्या दीक्षायोग्यास्त्रयः स्मृताः । जातिशीलगुणोपेताः शूद्राश्च स्त्रिय एव च ॥ સમગ્ર વિશ્વ જ્યારે અનેક પ્રકારની અસમાનતાઓ અને વિષમતાઓથી ઘેરાય છે તેવા આજના સંદર્ભમાં જૈન-દર્શનનો આવો સમતાનો ખ્યાલ અત્યંત ઉપાદેય છે. જૈનાગમ “ઉત્તરાધ્યયન-સૂત્રમાં પણ પ્રતિપાદિત કર્યું છે કે મનુષ્ય પોતાના કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ થાય છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188