Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 147
________________ જૈન દર્શનમાં માનવ-પ્રામાયની સાંપ્રત સમયમાં ઉપાદેયતા* મણિભાઈ ઈ. પ્રજાપતિ માત્ર આધ્યાત્મિક કે પારમાર્થિક સ્તરે નહીં, પરંતુ વ્યાવહારિક સ્તરે સમતા-દષ્ટિના પ્રસારપ્રચાર માટે જૈન ધર્મ-દર્શનમાં માનવ-પ્રામાણ્ય અને માનવ-સ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા થઈ છે. આવી સ્થિતમાં જૈનતત્ત્વચિંતકો સમતા-વિરોધી વર્ણ-રંગ-જાતિ-વાદ, અસ્પૃશ્યતા ઈત્યાદિનાં પોષક શાસ્ત્રો તેમજ દેવાદિનું પ્રામાણ્ય કે પવિત્ર નકારીને વીતરાગતા, સર્વજ્ઞતા અને સદ્ગણને આધારે માનવના પ્રામાણ્યને કેન્દ્રમાં રાખે છે. માનવ-પ્રામાણ્યનો આ સિદ્ધાંત આધુનિક સમયમાં પણ સામાજિક સમતાની સ્થાપનામાં ઉપકારક સિદ્ધ થઈ શકે તેવો છે. જો કે જૈનદર્શનનો આવો વિચાર કેટલાંક પરવર્તી શૈવ-વૈષ્ણવ તંત્રોએ પણ સ્વીકાર્યો છે. વૈદિક ઋષિઓ, ભારતીય દાર્શનિકો અને ચિંતકોએ પ્રાચીનકાળથી “સમતા” (સમત્વ, સમભાવ, સમાનતા કે એકરૂપતા)નો વિચાર કર્યો છે, પરંતુ એ સર્વ વિચારધારાઓના સારરૂપે એવું પ્રતીત થાય છે કે આપણા મોટાભાગના દાર્શનિકો અને ધર્મચિંતકોએ સિદ્ધાંત-દષ્ટિએ કે પારમાર્થિક દૃષ્ટિએ તાત્ત્વિક સમતા પ્રતિપાદિત કરી છે, પરંતુ બીજી બાજુ સમાજ-વ્યવસ્થામાં વિષમતાનું જાણે સમર્થન કર્યું છે. એમાં સિદ્ધાંત અને વ્યવહારમાં ઐક્યની પ્રતીતિ થતી નથી. આનું એક દષ્ટાન્ત છે અદ્વૈત-વેદાંત, જે જીવ-બ્રહ્મની એકતા કે સમાનતા પ્રબોધે છે છતાં નામ-રૂપાત્મક વ્યવહારજગતમાં વિષમતા સ્વીકારે છે. પારમાર્થિક આધ્યાત્મિક સ્તર પર જીવ અને શિવના અભેદ અઢયસત્તાની સ્થાપના કરનાર, પૂર્ણ અદ્વૈત-અભેદની પ્રતિપાદિત કરનાર આચાર્ય શંકર પણ વ્યાવહારિક સ્તરે, સામાજિક સ્તરે ભેદદષ્ટિનું સમર્થ કરતા હોય એવું પ્રતીત થાય છે. “શારીરકભાષ્ય'નું અપશૂદ્રાધિકરણ આનું એક ઉદાહરણ છે. એમાં શંકરાચાર્યે ભેદદષ્ટિમૂલક કેટલાંક શાસ્ત્રવચન ઉદ્ઘત કર્યા છે. પ્રાયઃ કેટલીક સ્મૃતિઓ, કેટલાંક પુરાણ વગેરે સ્ત્રીઓ તેમજ શૂદ્રોને વેદાધિકારથી પણ વંચિત રાખે છે. આ સંદર્ભમાં જૈન-ધર્મ-દર્શને માનવને જ સ્વતંત્ર તેમજ પ્રમાણરૂપ માનીને સામાજિક સમતાની ખીલવણી અને જાળવણી માટે કેટલાક મૌલિક અને વ્યવહારુ અભિગમો અપનાવ્યા છે, જે સાંપ્રત સમયે અત્યંત ઉપાદેય છે. * ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં તા. ૨૩૨૪-૧૨-૯૭ના દિવસોમાં યોજાયેલ Vision of Buddhist and Jain thoughts in 21" centuryમાં વંચાયેલ લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188