Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 158
________________ 152 રસીલા કડીઆ SAMBODHI શેર બજારે. ૧૨ શેર બજારે. ૧૩ શેર બજારે. ૧૪ શેર બજારે. ૧૫ શેર બજારે. ૧૬ શેર બજારે. ૧૭ ક્રોડપતી હતા કઈક તે, થયા કોડીના આજ; અતિશે વધારેલી આબરૂ, તેનિ લૂટાણિ લાજ. જ્યારે જવા બેઠિ લક્ષમી, જુઓ દૈવનો ખેલ; દરિયો પુરાવાનું દિલ થયું, ભૂલ્યા અધિક ભણેલ. નાણું નાંખ્યું ખારા નીરમાં, જાણું ઊગશે ઝાડ; લક્ષમીતણાં ફળ લાગશે, થાશે સોનાના પહાડ. વાંક નથી એમાં વિશ્વનો, કીધો કસ્તરે કોપ; આંખો અંજાઈ અજ્ઞાનથી, થઈ અકલ અલોપ. ઓગણિશે એકવીસમું, વિક્રમાજિત વર્ષ; સાંભરશે આ તો સર્વને, ઉતર્યો સઉનો અમર્ષ.* ચતુર ઘણાએ ચેતાવતા, ભાખિ લખતા ભવિષ્ય; ચેતિ શકે કેમ ચિત્તમાં, જયાં રૂક્યા જગદીશ. ઘાયલ કંઇક ઘણા થયા, જોતાં એવા જણાય, આખિ ઉમર લગિ એહના, નહી ઘાવ રૂઝાય. કુંકી ફંકી પગ માંડતા, બિહિતા માંખિથી મન; ફાદામાં આવિ ફશી પડ્યા, તેના તરફડે તન. દેશ આખે દવ લાગિયો, એ તો કેમ ઓલાય; સું જાણીયે હવે શું થશે, કછ્યું કશુંએ ન જાય. કંઈકે હબક ખાધિ કારમી, થયા ચિતભ્રમ રોગ; નાણું જતાં લાજ નવ રહી, જોજો દૈવના જોગ. સત્ય તજ્યાં સત્યવાદિયે, તજયા બોલેલા બોલ; ભડ નર જે ભારેખમ હતા, તેનો પણ ઘટ્યો તોલ. ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લોકમાં લાજ; મરણ ઈછે કઈક માનવી, દેખિ ન ખમાય દાઝ. પ્રભુને જાચું કરિ પ્રાર્થના, એ જ છેલો ઉપાય; દલપતરામના દેવ તું, સઉની કરજે સહાય. શેર બજારે. ૧૮ શેર બજારે. ૧૯ શેર બજારે. ૨૦ શેર બજારે. ૨૧ શેર બજારે. ૨૨ શેર બજારે. ૨૩ શેર બજારે. ૨૪ પાદટીપ : * ગર્વ. બુદ્ધિપ્રકાશ, સન, ૧૮૬૫, પૃ. ૨૦૬-૨૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188