Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 162
________________ મૂર્ણ પ્રતિબોધની સજઝાય સંપા. રસીલા કડીઆ પ્રસ્તુત કૃતિની નકલ લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદના ઝૂટક પુસ્તકો પરથી કરી છે. કૃતિની રચના શ્રી માનવિજયે કરી છે. રચના સંવતનો નિર્દેશ એમાં નથી પણ અનુમાન કરીને તે ૧૯મા સૈકાનું હોવાનું કહી શકાય. પ્રતપરિચય : પત્ર. ૧ સ્થિતિ : શ્રેષ્ઠ માપ : ૨૪ સે. મી. X ૧૨ સે. મી. પંક્તિઓ : ૧૧ કડી : ૦૮ અક્ષરો : ૩૦ હાંસિયાની બન્ને બાજુ ઊભી લાલ લીટીઓ દોરેલી છે. વળી કૃતિનું શીર્ષક, ભલે મીંડું, કડી સૂચક સંખ્યા પર તથા સમાપ્તિસૂચક પંક્તિ પર લાલ શાહીનો ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત કૃતિ વાંચતાં ‘ભેંસ આગળ ભાગવત’ કરવું નકામું એ કહેવત યાદ આવી જાય છે. કવિ અહીં જણાવે છે કે મૂર્ખ વ્યક્તિને કદાપિ જ્ઞાન થતું નથી. જો કોઈ તેને જ્ઞાનની વાત કહેવા જાય તો સમજવું કે “પથ્થર પર પાણી છે. ઊલટાનું કહેનાર પોતાની પાસે હોય તે જ્ઞાન પણ ગુમાવે ! આ વાતને અહીં અનેક સુંદર ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી છે. એમાંના કેટલાંક ઉદાહરણો જોઈએ. શ્વાન સો વખત ગંગાજળમાં જાય છે તે જો અડસઠ તીરથની યાત્રા કરીને આવે તો યે તેનું શ્વાનપણું જતું નથી કસર છોડ પર પાણી, દૂધ કે પાન નાંખવામાં આવે તેથી કરીને તે છોડમાં સંતત્વ આવતું નથી. વળી, કસ્તૂરીનું ખાતર કરવા છતાં લસણનો પાસ લાગ્યો હોય તો તે દૂર થતો નથી. ચંદનચર્ચિત અંગ થવા છતાં ગધેડો ક્યારેય ગાય બનવાનો નથી. આથી સુખી થવાનો માત્ર એક જ માર્ગ છે અને તે આવા મૂર્ખથી અળગા રહેવામાં છે. તેના પ્રતિબોધની કોશિશ ન કરવી, કારણ કે ઊખર ભૂમિમાં બી ઊગતું નથી, આમ છતાં જો વાવવામાં આવે તો બી ગુમાવવાનો અવસર આવે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે તો શું આનો ઉપાય નથી ? ઉપાય વિનાનું કશું હોઈ શકે ખરું? રચયિતા અહીં ઉપાય જણાવે છે કે જો વ્યક્તિ કોઈ સમક્તિધારીની સોબત કરે તો ભવભય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188