Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 143
________________ જૈન પરંપરામાં શીલકથાઓ પરિણીત સ્ત્રીઓ માટે શીલનું ઘણું માહાત્મ્ય તેથી જ દર્શાવ્યું છે ઃ Vol. XXVIII, 2005 अक्खलिय सील - विमला महिला धवलेइ तिन्नि वि कुलाई । इह परलोएस तहा जसमसमसुहं च पावेइ ॥ ४७ ॥ - – (અસ્ખલિત શીલના પાલનથી વિમલ બનેલી મહિલા ત્રણેય કુળોને પણ અજવાળે છે અને તે આ લોક તેમ જ પરલોકમાં કીર્તિ અને અસામાન્ય સુખ પામે છે.) તત્કાલીન સામાજિક પરિસ્થિતિએ પણ આ બાબતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ‘શી. મા.'માં જે કથાઓ છે, તે મોટે ભાગે રાજાઓ અને સમાજના ઉપલા વર્ગને લગતી છે. એ જમાનામાં રાજાઓ અને ઉપલા વર્ગના પુરુષો એક કરતાં વધારે પત્નીઓને પરણતા હતા. તેથી માનીતી રાણીઓ કે પત્નીઓ સિવાયની બાકીની સ્ત્રીઓને પરણેતરનો દરજ્જો મળતો પણ દાંપત્યજીવનનો પૂરો સંતોષ કે પૂરતો માનમરતબો મળતાં ન હતાં. આ સંજોગોમાં આ સ્ત્રીઓ અન્ય પુરુષો તરફ આકર્ષાય નહીં એ સમાજજીવનની વ્યવસ્થા જાળવવા માટે જરૂરી હતું, તેથી શીલ એ જ સાચું તપ છે એવો ઉપદેશ અપાયો. Jain Education International 137 એ જમાનામાં સ્મૃતિગ્રંથોમાં આપેલા નિયમોને અનુસરીને લોકો કન્યાઓને બાળપણમાં પરણાવતા હતા. એને કારણે ઘણી સમસ્યાઓ સર્જાતી હતી. નાનપણમાં થયેલાં લગ્નોને કારણે શારીરિક અને માનસિક કજોડાં ઘણાં થતાં હતાં. એ સ્થિતિમાં પરણેલી સ્ત્રીની નજર બીજે જાય, તે માટે શીલનો મહિમા ગવાતો હતો. વળી ત્યારે નાની ઉંમરની કન્યાઓ બીજવ૨ સાથે પરણાવાતી હતી. તેથી બાલવિધવાઓની સંખ્યા ઠીકઠીક રહેતી હતી. સમાજે એમનો પ્રશ્ન પણ હલ કરવાનો હતો. બાલવિધવાઓમાંથી કેટલીક સ્ત્રીઓ દીક્ષા લઈ સાધ્વીજીવન વ્યતીત કરતી હતી, તો મોટાભાગની વિધવાઓ સમાજની ક્રૂર રૂઢિઓમાં પીસાઈને, બંધિયાર જીવન ગાળીને, ધર્મધ્યાનમાં મન પરોવતી હતી. એમને ધર્મમાર્ગે સ્થિર રાખવા શીલનો ઉપદેશ જરૂરી હતો. તદુપરાંત એ સમયમાં પુરુષો વેપારધંધા માટે દેશાવર ખેડતા હતા અને ઘણા લાંબા સમયે પોતાને ઘેર પાછા ફરી શકતા હતા, અગર તો પોતાના રાજા સાથે વારંવાર યુદ્ધમાં લડવા જવું પડતું હતું. એ સંજોગોમાં યુવાન વયમાં પણ સ્ત્રીઓને વર્ષો સુધી એકલા રહેવું પડતું હતું. આવે વખતે શીલના મહિમાને સહારે તેમનું ચારિત્ર્ય ટકાવવાનું હતું. માટે પોતાના પતિને અનન્ય ભક્તિથી ચાહનાર સ્ત્રીને સ્તુત્ય ગણી છે ઃ आनिय - कंतं मुत्तुं सुविणे वि न ईहए नरं अन्नं । आबालबंभयारीणं सा रिसीणं पि थवणिज्जा ॥४८॥ (જે સ્ત્રી પોતાના પતિ સિવાયના અન્ય કોઈ નરની કામના નથી કરતી, તે બાળકોથી માંડીને બ્રહ્મચારીઓ અને ઋષિઓ વડે પણ પ્રશંસા કરવા લાયક થાય છે.) જે સમયના સમાજમાં ‘શી. મા.' અને ‘શી. ત.' લખાયાં છે, તેમાં પુરુષનું પૂરેપૂરું વર્ચસ્વ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188