Book Title: Sambodhi 2005 Vol 28
Author(s): Jitendra B Shah, K M Patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 142
________________ 136 નીલાંજના શાહ SAMBODHI અઢાર લિપિઓ જાણતી હતી તો બીજી પુત્રી સુંદરી ગણિતમાં પારંગત હતી(કથા નં. ૨૫). કલાવતી નામની એક સ્ત્રી તત્ત્વજ્ઞાનમાં એવી નિપુણ હતી કે તે પોતાને વરવા આવનારમાંથી જે રાજકુમાર તત્ત્વજ્ઞાન-વિષયક પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપે તેને જ પસંદ કરતી હતી(કથા નં. ૩૨), તો શીલવતી પશુપક્ષીઓની ભાષા સમજતી હતી અને તેમની સાથે વાત કરતી હતી(કથા નં. ૩૩). એમાંના પુરુષોની કથામાંથી પણ એક આવું દૃષ્ટાંત આપી શકાય. દવદંતીનો પતિ નલ સૂર્યપાકથી રસોઈ કરવાનું જાણતો હતો (કથા નં. ૩૦). આજે સૂર્યની ઊર્જાથી રસોઈ થાય છે, તે વિજ્ઞાન નલ તે સમયે જાણતો હતો એ વાત પણ નોંધવા જેવી છે. શીલકથાઓની ધાર્મિક અને સામાજિક પાર્શ્વભૂમિકા : શી, મા.'માં પુરુષોના શીલ અને ખાસ કરીને સ્ત્રીઓના શીલ ઉપર જે વધારે ભાર મૂકાયો છે, તે માટે તે વખતની ધાર્મિક અને સામાજિક પરિસ્થિત જવાબદાર છે. જૈન ધર્મનો પ્રચાર મુખ્યત્વે જૈન મુનિઓ દ્વારા થતો હોય છે. જે વ્યક્તિ જૈન ધર્મના સાધુ બનવાનું નક્કી કરે, તેને દીક્ષા પહેલાં અખંડ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાની હોય છે. “શી. મા.” અને “શી. ત.” જ્યારે રચાયાં, ત્યારે સાધ્વીઓની સંખ્યા ઘણી જૂજ હતી. તેથી સાધુઓને ધ્યાનમાં રાખીને જ તેમને લગતા નીતિનિયમો ઘડાયા હતા. આ સાધુઓની બધી જરૂરિયાતો ગૃહસ્થો પૂરી પાડતા હોય છે. ખાસ કરીને ભિક્ષા વહોરવા જતા સાધુઓને ગૃહસ્થ સ્ત્રીઓના સંપર્કમાં આવવાનું થાય તે સ્વાભાવિક છે. આથી સ્ત્રીઓ પોતાના શીલવતમાં દઢ રહે તો સાધુઓને માટે શીલમાંથી ચળવાના પ્રસંગો ભાગ્યે જ ઊભા થાય. બીજું, જૈન મુનિઓ ધર્મના સિદ્ધાંતો સમજાવે, તેનો બોધ કરે, પણ રોજબરોજના સાંસારિક જીવનમાં તેને આચારમાં મૂકી તેનો પાયો મજબૂત કરવાનું કામ ગૃહસ્થોએ કરવાનું હોય છે. જો ગૃહસ્થો ધર્મનો અમલ પૂરી દઢતાથી કરે, અને પોતાના સંતાનો પાસે કરાવે તો જ એ ધર્મ સદીઓ સુધી રહે, કારણ કે તે સંતાનો દ્વારા પેઢી દર પેઢી વારસામાં ઊતરવાનો છે. ગૃહસ્થાશ્રમની સ્થિરતા અને પવિત્રતા સ્ત્રીના પતિવ્રત્ય પર અવલંબે છે, તેથી જૈન ધર્મના અને સમાજના હિતનો દીર્ધદષ્ટિએ વિચાર કરતા મુનિઓએ સ્ત્રીના શીલને મહત્ત્વનું લખ્યું છે. - ઈ.સ.ની દસમી સદી સુધીમાં, ઇસ્લામનો પગપેસારો ભારતમાં સવિશેષપણે થઈ ચૂક્યો હતો. તે સંદર્ભમાં પોતપોતાના ધર્મના રક્ષણ માટે, પ્રત્યેક ધર્મના આચાર્યોએ પોતપોતાના નીતિનિયમોને વધારે કડક બનાવ્યા હતા અને તેનું ચુસ્તપણે પાલન થાય તેનો તેઓ દઢ આગ્રહ રાખતા હતા. તેથી ધર્માચાર્યોએ પાંચ અણુવ્રતમાંના આ મુખ્ય વ્રત પર ભાર મૂક્યો. સાધુઓને સ્ત્રીઓના સંગથી દૂર રહેવાનું કહ્યું, અને પરિણીત પુરુષોને પરરમણીનો સંગ ત્યજવાનો કહ્યો છે : पररमणी - संगाओ सोहग्गं मा मुणेसु निब्भग्ग । जइ सिद्धि - वहू - रंगं करेसु ता मुणसु सोहग्गं ॥१०॥ (હે અભાગી મનુષ્ય, પરસ્ત્રીના સંગમાં તું સુખ ન સમજીશ, જ્યારે સિદ્ધિ (મુક્તિ)રૂપી વધૂનો તને સહવાસ સાંપડે, ત્યારે સાચું સૌભાગ્ય માનજે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188