Book Title: Sambodhi 1988 Vol 15 Author(s): Ramesh S Betai, Yajneshwar S Shastri Publisher: L D Indology AhmedabadPage 60
________________ પ્રથમ ધર્મ એમ મનાયું છે. વળી બતાવ્યું કે ભોજરાજાની આગળ સરસ્વતીએ આપેલો આ શ્લોક સવ દર્શનની સંવાદિતા સૂચવે છે : છેતરાઃ સૉતે ધર્મ, ર્ત જ્ઞ: પુરતઃ - વૈદિ દવે , ધ્યાનધ્ય: વરમઃ શિવઃ (બૌદ્ધ ધર્મ સાંભળવો, આહંત ધર્મ આચર, વૈદિક ધર્મ પાળો ને પરમ શિવનું ધ્યાન ધરવું.). હેમચંદ્રાચાર્યના ઉપદેશથી રાજા કુમારપાલનું વલણ જૈનધર્મ તરફ વળતું ગયું. સૂરિએ રાજાને દેવ, ગુરુ અને ધર્મનું તત્ત્વ સમજાવ્યું. રાજાએ પોતાના દેવાલયમાં શાન્તિનાથની સુવર્ણપ્રતિમા પધરાવી. વળી ત્યાં તેમસૂરિની પાદુકા પણ સ્થાપી. કુમારપાલની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર, વીતરાગસ્તુતિઓ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના કરી. આચાર્યો કુમારપાલને “પરમ આહંત' પદથી નવાજ્યા. જિનમંડનગણિ જણાવે છે કે કુમારપાલે હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી વિ. સં. ૧ર૧૬માં જન ધર્મ અંગીકાર કર્યો. “દાનવરાગ' નાટકનું મુખ્ય વસ્તુ આ ઘટનાનું રૂપકો દ્વારા આબેહૂબ નિરૂપણ કરે છે. છતાં સમકાલીન હસ્તપ્રતો અને અભિલેખોમાં આપેલી વિગતોને તુલનાત્મક અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે કુમારપાલ માટે “ઉમાપતિવરલબ્ધપ્રસાદપ્રૌઢપ્રતાપ’ જેવું બિરુદ વિ. સં. ૧૨૧૬ની પહેલાં તેમજ તે પછીયે પ્રયોજાયું છે; બીજી બાજુ વિ. સં. ૧૨૨૧, ૧૨૨૦ અને ૧૨૨૮ની ગ્રંથપ્રશસ્તિઓમાં કુમારપાલને પરમશ્રાવક,’ ‘સુશ્રાવક અને પરમ આહંત' કહ્યા છે. આ પરથી રાજા કુમારપાલે કુલપરંપરા અનુસાર પરમ માહેશ્વર રહીને પરમશ્રાવકનાં ધર્માનુરાગ તથા વ્રત પાલન અપનાવ્યાં લાગે છે. હેમચંદ્રાચાર્યે કુમારપાલને શરણાગતત્રાણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનપરિહાર, પરદારગમનવર્તન, અપરિચિત પરિગ્રહપ્રત્યાખ્યાન, દિગ્યાન્ના-વિરતિ, ભોગ-ઉપભોગ-પરિવાણ, અનર્થદંડવિરમણ સામાયિક દેશાવકાશિક, પૌષધોપદાસ, અને અતિથિ-સંવિભાગનાં દ્વાદશ તેનો ઉપદેશ દીધો. રાજાએ આચાર્યે રચેલા ગ્રંથના લેખન માટે પૂરતાં તાડપત્રોનો પ્રબંધ કર્યો. ધર્મગ્રંથ લખાવી જ્ઞાનભંડારો વિકસાવ્યા. ગમે તેમ રાજ કુમારપાલે જેમ ભગ્ન કેદાર–મંદિરનું તથા જીણું સોમનાથ-મંદિરનું નવનિર્માણ કરાવ્યું તેમ અનેક જિનાલય પણ બંધાવ્યાં. જૈન સંપ્રદાયમાં વાપીકૂપતડાગાદિનું નિર્માણ ખોદકામ આદિમાં થતી હિંસાના કારણે અશુભ ઉદર્ક (ફલ)વાળું ગણાય છે, પરંતુ નવાં જિનાલય બંધાવવાં, જીર્ણશીર્ણ ચેત્યોને જીર્ણોદ્ધાર કરાવવો, જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવવી, જૈન તીર્થોની યાત્રા કરવી-કરાવવી ઇત્યાદિ સુકૃતમાં ધનોપાર્જનનું સાર્થક્ય મનાય છે. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાલે પાટનગર પાટણમાં પાર્શ્વનાથ , પ્રાસાદ કરાવ્યો, દેવપત્તનમાં પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યું, અણહિલપુરમાં ૭૨ જિનાલયો" થી યુક્ત ત્રિભુવનપાલ–વિહાર કરાવ્યો, ત્યાં બીજાં ચોવીસ જિનાલય કરાવ્યાં, તારંગાPage Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222