________________
૧૪
પ્રાકૃત બંને કૃતિઓ સળંગ એક જ મહાકાવ્ય કૃતિ તરીકે લખેલી મળી આવે છે. જેમ હેમચંદ્રાચાર્યકૃત સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ – પ્રથમ સાત અધ્યાય સંસ્કૃતને લગતા અને છેલ્લે આઠમે અધ્યાય પ્રાકૃતને લગતો એમ કુલ મળીને – એક અખંડ રચના છે, એ જ રીતે સંસ્કૃતપ્રાકૃત દયાશ્રય કાવ્ય એ વિષયનિરૂપણની દૃષ્ટિએ સળંગ કૃતિ છે.
તે સિદ્ધહેમશબ્દાનુશાસનના સંસ્કૃત વ્યાકરણને લગતા સાત અધ્યાય સુધીના ભાગનાં ઉદાહરણ આપતા વીસ સર્ગ સુધીના કુમારપાળચરિત સંસ્કૃત થાશ્રય મહાકાવ્ય ઉપર અભયતિલકગણિએ વૃત્તિ રચી છે, જ્યારે આઠમા અધ્યાયવાળા પ્રાકૃત વ્યાકરણને લગતા ભાગનાં ઉદાહરણ આપતા આઠ અધ્યાયના કુમારપાળચરિત પ્રાકૃતકથાશ્રય મહાકાવ્ય ઉપર પૂર્ણકલશગણિએ વૃત્તિ રચી છે.
આ સંસ્કૃત-પ્રાકૃત–ઉભયાત્મક ઠવાશ્રય મહાકાવ્યમાં હેમચંદ્રાચાર્યો તે જમાનામાં અપ્રચલિત વંશચરિત્રપ્રધાન મહાકાવ્યની અલંકારશાસ્ત્ર પ્રમાણિત રૂઢિનું અનુસરણ કર્યું છે અને એને અનુલક્ષીને તુવર્ણને, નગર, સ્વયંવર, આક્રમણ, યુદ્ધ, ક્રીડા, ઉદ્યાને વગેરેનાં વર્ણને તથા વીર, રૌદ્ર, બીભત્સ, કરુણ, શૃંગાર વગેરે વિવિધ રસનું નિરૂપણ સુંદર રીતે કર્યું છે. તેથી આ પ્રકારનું સફળ અતિહાસિક મહાકાવ્ય આપનાર આચાર્ય હેમચંદ્રસૂરિની કવિ પ્રતિભા પૂર્ણત: પ્રશંસનીય ઠરે છે, અને આ કૃતિ દ્વારા ગુજરાત મધ્યકાલીન જગત સાહિત્યમાં એક અદ્વિતીય ફાળો આપ્યો છે એમ કહીએ તે જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય,
આ મહાકાવ્યમાંના મહાકવિ હેમચંદ્રાચાર્યની કિંચિત ઝાંખી કરવા તેમણે કરેલા વિવિધ રસનિરૂપણને અલંકાર સજાવટના થોડાક નમૂના જેઈશું. આ મહાકાવ્ય ક્ષત્રિયચરિત્રપ્રધાન હોવાથી તેમાં વીરરસને પ્રાધાન્ય મળ્યું છે.
દા. ત. સંસ્કૃત થાશ્રયના આઠમા સર્ગના ૧૧૩મા શ્લેકમાં વીરરસનું નિરૂપણ કરતાં કહ્યું છે કે,
क्रापयद् द्विषदसून् विशिखैरध्यापयच्च रुदितान्यरिनारीः । जापयत् स्वमभिसाधयदर्थ व्याप सेधयदरीशमनीकम् ॥
| (સં. દયા. ર.૧૧૩) અર્થાત, બાણ વડે શત્રુઓના પ્રાણને પકડી લેતું, શત્રુઓની સ્ત્રીઓને રૂદનનું શિક્ષણ આપતું, પોતાના પક્ષના લોકોને યજયકાર કરાવતું, પિતાનું કાર્ય સિદ્ધ કરતું (ભીમરાજનું) સૈન્ય શત્રુસ્વામી (સિલ્વરાજ)ને ચેતવણી આપતું સર્વત્ર આગળ વધવા લાગ્યું.
એ જ રીતે, પ્રાકૃત થાશ્રયના છઠ્ઠા સર્ગની ૧૭મી ગાથામાં દ્ધાઓએ કરેલ સિંહનાદનું વર્ણન કરતાં કહ્યું છે કે,
लुन्छ-ता धम्मजलम कज्जलपुन्छिअमुह व्व तेण भडा । વરતેવું ને કુલિનસા લિબા વેવિ ) (પ્રા. . ૬.૬૭)