Book Title: Sambodhi 1988 Vol 15
Author(s): Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 142
________________ ૪૫ કૂદી પડતા સિંહ, તથા પોતાના પ્રતિબિંબને શાકય સમજીને પતિને ધમકાવતી મુગ્ધાનુ‘ વન આજની સરદારજીની વાતમાં પણ દેખાય છે. આમ પારેવા પથ્થરનાં ચમકતા પાર્શ્વનાથના દેરાસર પરથી થયેલી કલ્પના સચવાઈ રહી છે, પણ એ દેરાસરની જગ્યા અને તેના અવશેષા પાટણના જૂના અવશેષામાંથી શોધવાના બાકી છે. પાટણના આ પ્રસિદ્ધ દેરાસરની સાથે સિદ્ધહેમની માફક સિદ્ધરાજ જયસિંહનું પૂકાર્ય સાચવતું મહાસર સહસ્ત્રલિંગ તળાવ પણ હેમચંદ્રાચાયે` નાંધ્યુ છે. તે તળાવ તથા તેની પરના કીર્તિસ્તંભા જેવાં મદિરાનું પ ંદરમા સનુ વર્ણન પણ દ્રવ્યાશ્રિત અને કલ્પનાશ્રિત છે. આ તળાવને પૂ કા માટે બનાવ્યું એવી નેાંધ હેમચંદ્રાચાયે` આપી છે. અને વળાવ પર શંભુના મદિરા, દશાવતારી મ`દિશ, દેવીનાં મંદિશ જેવાં સુરમંદિર અધાવ્યાની નોંધ પણ કરી છે. આજનું સહસ્રલિંગ તળાવ, સરસ્વતી પુરાણમાં જણાવ્યા પ્રમાણે પાણી વિનાનુ જોઈને સિદ્ધરાજે પૂક દ્વારા તેના છાંદ્ધાર કરાવ્યા હતા, એમ નોંધે છે. તે ગૃહંદ્ધાર પછી પણ તે આજે પાણી વિનાનું છે. આ મહાસર ગાળ ઘાટનું તળાવ હાય છે તેવી વ્યાખ્યા છે. સામાન્ય નજરે સહસ્રલિંગ ગાળ દેખાય છે, પણ સૂક્ષ્મ અધ્યયનથી તે કેટલાક ખૂણાવાળુ હોવાનું સ્પષ્ટ થાય છે. હેમચદ્રાચાયની સિદ્ધરાજે આ મહાસર પૂ કર્મ માટે કરાવ્યાની કથા આધારભૂત માનવામાં આવે તે સરસ્વતીપુરાણની દુ`ભસરના છાંદ્ધાર થયાની વાત શંકાસ્પદ નીવડે, તેથી આ બાબતે વધુ અન્વેક્ષણ આવશ્યક છે. સહસ્રલિંગ તળાવનું હેમચંદ્રાચાર્યનું વર્ષોંન સરસ્વતીપુરાણનાં વર્ણન જેટલી ચોક્કસ માહિતી પૂરી પાડતું નથી, તેથી તેની પરથી તળાવના કાંઠા પર વિદ્યાસંસ્થાઓ, સત્ર શાલા આદિ હતી એવી સામાન્ય માહિતી મળે છે. પરંતુ તેને પ્રાકૃત દ્વાશ્રયના પાંચમાં સંગના ૬પ મા શ્લોકમાં હંસે વિહરતા હેાવાનાં વનમાં સરેવરા સાથે. હંસ હાવાનું પ્રતીક તથા કલ્પનાના ઉપયાગ થયા છે એમ માનવાને કારણ મળે છે. એ જ પ્રમાણે નગરવર્ણનમાં પ્રાકાર પરીખાયુક્ત નગરાનાં વર્ણન કરવાની પરપરાને અનુરૂપ વર્ણના પણ પ્રાપ્ત થાય છે. ઘણા ઊંચા કોટવાળું આ નગર હતું એવું 'હેમચદ્રાચાર્યનું વર્ણન પણ મહાકાવ્યને અનુરૂપ છે. ત્યાર પછીના લેખકાએ મહાકાવ્ય લખવાના પ્રયાસ કર્યાં હતા તેમાં પ્રાકારયુક્ત નગરનાં વા ધણા પ્રમાણમાં મળે છે, તેથી નગર પ્રાકારયુક્ત હાવાની માન્યતાની દૃઢ પર`પરા સજાય છે. આ માન્યતાના આશ્રય નવલક્થા જેવા સાહિત્યમાં પણ લેવામાં આવ્યા હતા. આમ કિલ્લેબંદ નગરની દૃઢ પરંપરા વિદ્યમાન હાઈ, ઉત્તર ગુજરાતમાં વડનગર જેવા નગરને તથા મેઢેરાને કિલ્લા હતા તે જોતાં અણહિલવાડ પાટણના કિલ્લાના અવશેષ શોધવાના પ્રયત્ન કરવામાં આવ્યા. હાલના નવા પાટણના કિલ્લા અઢારમી સદીમાં દામાજીરાવે બાંધ્યા હોવાનું જણાયું. આ સમગ્ર વિસ્તારમાં માત્ર જૂની ગઢીની આજુબાજુ

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222