________________
હવે, પ્રશ્ન એ થશે કે નિઘંટુને “નિબંદુશેષ' નામ આપવાનું કારણ શું? વનસ્પતિનાં શાસ્ત્રીય નામો “અભિધાનચિન્તામણિમાં સમાવ્યાં નથી; એથી એ શેષ નામોને એના એક પ્રકારે, પરિશિષ્ટરૂપે ‘નિર્ધ દ્રશેષ’માં સમાવ્યાં છે. વસ્તુત : “નિબંદુશેષ” એ વૈદ્યોને ઉપયોગી વનસ્પલિંકેશ છે અને સ્પષ્ટ છે કે આચાર્યે એમના સમયમાં ઉપલબ્ધ ધુવંતરિ આદિના પ્રાચીનતર નિઘંટુઓને આધાર લીધો હશે.
[૪]
રશીનામમાલા - આપણી ભાષાઓમાં, સામાન્યત:, શબ્દોના ત્રણ વિભાગ પાડવામાં આવે છેતત્સમ, તદ્દભવ અને દેશ્ય. અર્થ અને રૂપની દષ્ટિએ સંસ્કૃત સાથે સામ્ય ધરાવતા હોય તે શબ્દો તત્સમ; સંસ્કૃતમાંથી જેને અવતાર, વર્ણવિકાર આદિ દ્વારા સિદ્ધ થાય તે શબ્દો તદ્ભવ; અને સંસ્કૃત સાથે અર્થ કે રૂપની દૃષ્ટિએ સામ્ય નહિ ધરાવતા, લોકભાષામાંથી લેવાયેલા શબ્દો તે દેશ્ય કે દેશી. હેમચન્દ્ર. સંસ્કૃત સાથે પ્રાકૃતનું અને અપભ્રંશનું વ્યાકરણ પણ રચ્યું હતું. એ વ્યાકરણનાં સૂત્રોનો ભાષાસાહિત્યમાં કેવી રીને પ્રયોગ થાય એ દર્શાવવા માટે એમણે સંસ્કૃત “ક્યાશ્રય” અને પ્રાકૃત “યાશ્રય (કુમારપાલચરિત) ની રચના કરી. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં એવા પુષ્કળ શબ્દો પ્રયોજાયા છે, જે સંસ્કૃત કેશોમાં સંધરાયા નથી અથવા સંસ્કૃતોને અપરિચિત અથવા અપરિચિત છે. વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓની આ જરૂરિયાત પૂરી કરવા માટે આચાર્ય હેમચન્દ્ર જોશીનામમાલા” અથવા “રયાવલી' (રત્નાવલી)ની રચના કરી.
- જર્મન ભાષામાં હેમચન્દ્રનું જીવનચરિત્ર લખનાર ડો. ન્યૂલર (એમના જર્મન ગ્રન્થનું ડે. મણિલાલ પટેલે કરેલું અંગ્રેજી ભાષાન્તર Life of Hemachandracharya સિંઘી જૈન ગ્રન્થમાલામાં પ્રગટ થયું છે) અને અપભ્રંશ “ભવિસયંત્તકહા” (ગાયફવાચ્છ ઓરિયેન્ટલ સિરીઝ)ના સહસંપાદક ડો. ગુણેએ આચાર્ય હેમચન્દ્રની એવી ટીકા કરી છે કે “દેરીનામમાલામાં માત્ર દેશ્ય શબ્દો નથી, પરન્ત સંસ્કૃતથ શબ્દો પણ એમાં સાથેસાથ મૂકી દેવામાં આવ્યા છે. વસ્તુતઃ આ ટીકા નિરાધાર છે. હેમચન્દ્રને આશય અર્વાચીન ભાષાવૈજ્ઞાનિક કોશ રચવાને નહોતો, એ દષ્ટિબિન્દુ કે અભિગમ એ કાળે નહતાં. પ્રાકૃત વ્યાકરણની રચના પછી જે પ્રકારના શિક્ષાગ્રંથની વિદ્યાર્થી ઓ માટે આવશ્યકતા હતી, તે ધ્યાનમાં રાખીને તેમણે ‘દેશીનામમાલાની રચના કરી. હેમચન્દ્ર સ્પષ્ટ નિર્દેશ કર્યો જ છે કે અમુક શબ્દો સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થઈ શકે. છતાં સંતના કોશોમાં એ પરિચિત નહિ હોવાને કારણે “દેશીનામમાલા'તેમનો સમાવેશ કર્યો છે. વિષમ હોય એવા સંસ્કૃતાર્થી શબ્દો પણ અહીં લેવાયા છે. પૂર્વાચાર્યોએ કેટલાક શબ્દોને દેશ્ય ગણ્યા છે, એ સન્દર્ભમાં પરંપરાનુસાર એવા શબ્દો લીધા છે. પૂર્વાચાર્યાનુરાધાવિહુ નિવઠ્ઠ: ૧-૨૧) હેમચન્દ્ર દેસ્યભાષાના અનેક પૂર્વકાલીન કેશે અને કેશકારોને નામથી ઉલેખ કર્યો છે, પણ એ સર્વે કાલગ્રસ્ત થઈ ગયા છે.