________________
'
ટકા) હતું. કોઈ ધાર્મિક સ્થળોએ યાત્રાવેરે લેવા. માતા મીનળદેવીના આગ્રહથી ગુજરાતના રાજા જયસિંહદેવે સોમનાથ યાત્રાવેરો લેવાને બંધ કર્યો. ધાર્મિક સ્થિતિ
ધર્મ ભારતીય પ્રજાના જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતે. હિંદુ ધર્મમાં વૈદિક પરંપરા લુપ્ત થતી જતી હતી ને એને સ્થાને પૌરાણિક પરંપરાની લોકપ્રિયતા વધતી જતી હતી. ભારતના ઘણા રાજવંશ શૈવધમી હતા ને શિવધર્મને વિશેષ પ્રોત્સાહન, આપતા. ગુજરાતમાં સોલંકી રાજાઓ સામાન્યત: શૈવધર્મ પાળતા. કાયાવરોહણમાં સ્થપાયેલ પાશુપત સંપ્રદાય ભારતના ઘણા ભાગમાં પ્રચલિત હતો. કાશ્મીરમાં શૈવમત પ્રવર્તતે, તે કર્ણાટકમાં વીરશૈવ સંપ્રદાય પ્રવર્યો. દક્ષિણ ભારતમાં શૈવ સિદ્ધાંત પણ લોકપ્રિય હતો.
આ કાલ દરમિયાન વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિનું તત્વ પ્રબળ બન્યું. દક્ષિણ ભારતમાં આળવાર સંતેનાં ભક્તિમય પદ લોકપ્રિય હતાં. યમુનાચાર્યું પ્રપત્તિના સિદ્ધાંતનું પ્રતિપાદન કરી વિશિષ્ટત મત પ્રવર્તાવ્યો. રામાનુજાચાર્યો એ મતને વિકસાવી નારાયણ–વાસુદેવની ઉપાસનાને પ્રાધાન્ય આપતો શ્રી–સંપ્રદાય પ્રચલિત કર્યો. આંધ્રના નિમ્બાર્કાચાર્યે વૃંદાવનમાં રહી રાધા તથા ગોપીઓના વલભ શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ માનતી પ્રેમલક્ષણા ભક્તિને પ્રસાર કર્યો, ભક્તિનું આ તત્વ પૂર્વ ભારતમાં પણ પ્રસર્યું. બંગાળના રાજા લમણસેનના રાજકવિ જયદેવે “ગીતગોવિંદ'માં રાધા-કૃષ્ણની પ્રણયલીલા ગાઈ. કૃષ્ણની જેમ રામની ઉપાસના પણ પ્રચલિત હતી.
સૂર્ય પૂજા ભારતમાં પ્રાચીન કાલથી લોકપ્રિય હતી. ઉત્તર ભારતમાં શકદ્વીપના મગ લેકે દ્વારા પ્રચલિત થયેલું સૂર્યપ્રતિમાનું ઈરાની સ્વરૂપ પૂજાતું મૂલસ્થાન (મૂલતાન) સૂર્યપૂજાનું કેન્દ્ર હતું. કાશ્મીરમાં માર્તડ મંદિર પ્રસિદ્ધ હતું. ગુજરાતમાં મહેરામાં સૂર્યમંદિર સેલંકી કાલમાં બંધાયું હતું.
શક્તિ-પૂજાને ભારતમાં વ્યાપક પ્રસાર હતા. શક્તિનાં ઉગ્ર તથા સૌમ્ય સ્વરૂપ અનેકવિધ હતાં. સપ્તમાતૃકાઓમાં બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી એન્ટ્રી, વૈષ્ણવી, વારાહી અને નારસિંહી અથવા ચામુંડાને સમાવેશ થતો. બંગાળ શક્તિઉપાસનાનું કેન્દ્ર હતું. ગુજરાતમાં ૧૦૮ દેવી–મંદિર હતાં. શક્તિના કેટલાક ઉપાસક વામમાર્ગી હતા. તેઓ પાંચ “મકાર'ની ઉપાસના કરતા.
પંચાયતન–દેવમાં ગણેશ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને શક્તિની ગણના થતી.
બૌદ્ધ ધર્મ ગુજરાતમાં તેમજ દેશના અનેક અન્ય પ્રદેશમાં લુપ્ત થયે હતો, પરંતુ પૂર્વ ભારતમાં તથા કાશ્મીરમાં એ હજી કેટલેક અંશે પ્રચલિત રહ્યો હતો. દક્ષિણ ભારતમાં બૌદ્ધ ધર્મનો વાસ થયો હતો.
ભારતમાં બૌદ્ધ ધર્મ લુપ્ત થતો ગયો, જ્યારે જૈન ધર્મને અભ્યય થતો રહ્યો. ગુજરાત અને રાજસ્થાનમાં એને વ્યાપક પ્રસાર થયો. ગુજરાતમાં ચિત્યવાસીઓનું વર્ચસ