________________
એ મુત્સદ્દીઓમાં ઘૂમ્યા અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્વાકાંક્ષાથી ઊછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપ્યો. પણ એ ઉપરાન્ત એ મહત્તાને કલ્પનાજન્ય અપૂર્વતાને એમણે એપ ચડાવ્યો.” હેમચંદ્રાચાર્યને અક્ષરદેહ '' તેમના યુગની આવશ્યકતાઓને અનુસરીને તેમણે તત્કાલીન ગુજરાતને અનેક રીતે, ખૂબ ખૂબ પ્રભાવિત કર્યું. અહિંસા, જીવદયા, મઘનિષેધ, માંસભક્ષણ નિષેધ, બ્રહ્મચર્ય, સત્ય, સદાચાર, તેમના જીવનમાં જે સહજ રીત અપનાવી લેવાયાં હતાં તે તેમણે ગુજરાતના જીવનમાં ક્રમે ક્રમે વણું લીધાં. આ છતાં તેને પ્રભાવ સંસ્કારી ગુજરાત પર આજે ય જોવા મળે છે. આ બધા છતાં આચાર્ય હેમચન્દ્રનું સાચું પ્રદાન તે છે તેમને અક્ષરદેહ, જે આજે પણ આપણી પાસે અકબંધ પડયો છે અને આપણું જ્ઞાનગિરા માટે અણમેલ વારસા સમ બની રહ્યો છે. સુવર્ણસમી નિર્મળ અને તેજસ્વી પ્રતિભા ધરાવનારા, જ્ઞાનના સદાય ઉછળતા અને ધીરગંભીર નિનાદ કરતા મહાસાગર એવા આચાર્ય હેમચન્દ્ર સિદ્ધરાજ જયસિંહની વિનંતી અને ઊભી કરી આપેલી સુવિધાઓ તથા શાસ્ત્રોમાં અકંઠિત બુદ્ધિના બળે આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર “સિદ્ધહેમશબ્દાનુશાસન” વ્યાકરણની રચના કરી. ઉપરાન્ત, સમયે સમયે તેમણે ન્યાય, યોગ, નીતિ, જ્યોતિષ, અલંકાર, છંદ, ઈતિહાસ વગેરે વિષયો પર અનુપમ શાસ્ત્રીય ગ્રન્થો રચ્યા. તેમની તપસ્વીકવિની પ્રતિભાના બળે તેમણે “ત્રિષષ્ઠી શલાકાપુરૂષચરિત” અને “દયાશ્રયકાવ્ય” જેવા અતિ ઉચ્ચ કક્ષાના કાવ્યગ્રંથ રચ્યા. આજના પશ્ચિમના વિદ્વાને પણ તેમના “સિદ્ધહેમ' જેવા ગ્રંથન અભ્યાસ કરે છે અને તેની અતિ ઉચ્ચ વિદ્વતા અને ગ્રંથની બહુમૂલ્યતાને પ્રમાણે છે. હેમચન્ટે કયા વિષય પર ગ્રંથ રચ્યા એમ પ્રશ્ન કરીએ ત્યારે પ્રતિપ્રશ્ન કરી શકાય કે તેમણે કયા વિષય પર ગ્રંથરચના નથી કરી? ઘણા બધા વિષયોના શાસ્ત્રગ્રંથ પુરોગામી જ્ઞાનગિરાનું
, અવગાહન કરીને તેમણે રચ્યા છે. તેમના આ ગ્રંથમાં મૌલિકતા નહિવત છે એવું કેટલાક વિદ્વાને મનાવે છે. આના જવાબમાં એમ કહી શકાય કે પુરોગામી ગ્રંથનો અભ્યાસ તો સૌ કરે જ. તેનાથી પ્રભાવિત પણ થાય. તે પછી જે તે વિષયના ચિંતનમાં -સુસંકલન, વ્યવસ્થા, એકસાઈ. સૂક્ષ્મતા અને શાસ્ત્રીયતા તે તેમણે પોતે જ આણી છે
અને પરિણામે તેમને દરેક વિષયને ગ્રંથ તે વિષયના જ્ઞાનમેષ સમો બન્યો છે. આ સિદ્ધિ પણ કંઈ નાની સૂની નથી. આ રીતે સો ટચના સોના જેવા અનેક ગ્રંથોનો જે અણમેલ વારસે આપણને આપે છે તેમાંના એક ગ્રંથ “ગશાસ્ત્રમાં નિરૂપાયેલ આચારધમને અભ્યાસ આપણે કરીએ. યોગશાસ્ત્ર ' એમ કહેવાય છે કે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળની વિનંતી પરથી વેગશાસ્ત્રની રચના કરી, તેના પર વૃત્તિ પણ રચી. તેમનું જ તે વિધાન છે કે –
श्री चौलुक्यकुमारपालनृपतेरत्यथमभ्यर्थमात् । ' ' માત્રાળ નિશિતા ઘથિ જિર શ્રી દેમર ળ સાં ' , , . . ”