________________
કુળમાં જે સાધુ કહેતાં યોગ્ય લેખાય તેનું જ નિરૂપણ કરવું; સાધુ વિગતને પરિહાર : કરો. અહીં ઉદાહરણ અપાયું નથી પણ આપણે નેધી શકીએ કે કાલિદાસે જેમ દુશ્ચંતને શકુન્તલાપ્રત્યાખ્યાનના આક્ષેપથી ઉગાર્યો, તેવું કવિએ કરવું. હેમચન્દ્ર વળી આગળ નોંધ છે કે પ્રખ્યાત હોવા છતાં દેવોનું ચરિત વરદાન, પ્રભાવતિશય વગેરેની બહુલતાને કારણે સામાન્ય વ્યક્તિને માટે ઉપદેશયોગ્ય નથી. સામાન્ય વ્યક્તિ તેમાંથી કંઈ પ્રેરણા મેળવી શકે નહિ. આમ અહીં બને વિગતોને ફલત: પ્રતિષેધ અભિપ્રેત છે.
“રાજર્ષિપદમાં ‘ઋષિઓ જેવા રાજાઓ” એમ ઉપમિત સમાસ છે. તેમના વંશમાં જે થોગ્ય ચરિત હોય તેના નિરૂપણવાળું તે થયું નાટક. હા, દેવોના ચરિતનું નાટકમાં નિરૂપણ મ જ કરવું એમ સાવ નથી, પણ દિવ્ય પાત્રોને આશ્રયરૂપે અર્થાત ઉપાયરૂપે એટલે કે પતાકા કે પ્રકરીનાયકરૂપે નિરૂપવા, આ રીતે તે ગ્રાહ્ય છે. જેમ કે, “નાગાનંદમાં પૂર્ણ કરુણામયી મા ભગવતીના સાક્ષાત્કાર દ્વારા વ્યુત્પત્તિ જન્મે છે. એમ સમજાય છે કે નિરંતર ભક્તિભાવવાળાઓને વિષે દેવતાઓ પ્રસન્ન થાય છે. તેથી તે પ્રકારનું દેવતાર ધનપૂર્વકનું ઉપાયાનુષ્ઠાન જવું. નાદામાં પણ આ જ વાત દોહરાવાઈ છે. ના.દ. તે એમ પણ કહે છે કે કેવળ દેવાયત્ત ફળવાળા નાટયવસ્તુમાં પણ દેવ પણ સગુણથી રીઝે છે અને દેવતાની કૃપાય અધિકારીને થાય છે. તે સચ્ચરિતવાળા થવું એવો ઉપદેશ તેમાંથી પામી શકાય. તે માટે આ રીતે દેવતાઓનું ગ્રહણ નાટકમાં થઈ શકે.
હવે હેમચન્દ્ર પૂર્વપક્ષ રજૂ કરે છે. તે પ્રમાણે પ્રશ્ન એ છે કે દિવ્યનાયકાશ્રય જેમાં લેવાય છે તેવા વસ્તુવાળું કથાશરીર નાયકમાં હોય છે એવી સમજૂતી કેમ ન આપી શકાય ? જવાબ એ છે કે આવી વ્યાખ્યા કરવાથી કોઈ અર્થ સરે તેમ હોય તો તેમ પણ કરી શકાય. પણ અહીં તે તે નિરર્થક જ જણાય છે. ના.દ. પણ આ જ દલીલ દોરાવતાં નોંધે છે કે દેવતાઓને તો દિવ્યપ્રભાવથી ઈચ્છામાત્રરૂ૫ પ્રયત્ન જ બસ છે. અર્થાત એમને તો ઇરછા કરવી એ જ પર્યાપ્ત છે. ઈચ્છા કરે કે તરત આપોઆપ ફલસિદ્ધિ થઈ જ જાય એ તેમને પ્રભાવ હોય છે. આવું ચરિત કે સામર્થ્ય મર્યો વડે દાખવવું અશક્ય છે તેથી આવી વસ્તુ ઉપદેશાઈ નથી.
ના.શા. ર/૨૨, ૨૩ ટાંકતાં આચાર્યશ્રી જણાવે છે કે દેવતાઓની તે ગૃહમાં કે ઉપવનમાં માનસી સિદ્ધિ હોય છે, જ્યારે સામાન્ય રીતે બધા માનુષભાવો તે ક્રિયા અને પ્રયત્નથી નિષ્પન્ન થાય છે. તેથી મનુષ્ય દેવની પ્રકૃતિમાં રહેલા ભાવો સાથે સ્પર્ધા ન કરવી.
આથી નાટકમાં તે એવા જ ચરિતનું નિબંધન કરવું કે જેમાં ઇષ્ટ કે અનિષ્ટ દેવી અને માનુષી કર્મોથી પ્રાપ્ત થતાં શુભાશુભફળ ભોગવનાર મનુષ્યોની જ વાત હોય અને તેમને અભિપ્રેત ભોગની પ્રાપ્તિ અને વિપત્તિના પ્રતિકાર વિષે સમજ કેળવાવે એવું જ નાટક રચવું. આથી નાટમાં મનુષ્ય રાજાઓ જ નાયક તરીકે યોગ્ય છે. હા, નાયિકા દિવ્ય હોય તે પણ તેમાં વિસધ નથી, જેમ કે ઉર્વશી. કારણ કે નાયિકાના વૃત્તનો આક્ષેપ નાયકના વૃત્ત દ્વારા જ થઈ જાય છે. આમાં એ પણ ઈશારો છે કે સત્કમ નાયક હોય