Book Title: Samayno Sandesh Author(s): Chitrabhanu Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ સંસ્કૃતિ ભૂંસાતી જાય છે ને બહારની સંસ્કૃતિ નવપલ્લવિત થાય છે! માટે કહેવું પડે છે કે, ખૂબ ઊંધ્યા! બહુ ઊંઘનારો ઊંઘમાં પણ લવાર કરે છે, એવી જ આપણું પણ દશા છે. ઊંડે વિચાર કરાય તે સમજાયું કે, આપણું બાલવું પણ બકવાદ રૂપ છે. આપણું આગેવાને કેટલીક વાર આર્યાવર્તનાં ગુણગાન કરે છે, પણ તે પૂર્ણ રીતે સમજ્યા વગર અને જીવનમાં ઉતાર્યા વગર માત્ર ઉપર ઉપરથી બલી જાય છે–જેની કિસ્મત ઊંઘમાં થતા લવારા કરતાં વધારે ન આંકી શકાય, માટે જાગે ! આપણને મળેલા આધ્યાત્મિક ને સાંસ્કૃતિક વારસાની કિસ્મત સમજે તે જ મળેલા ઉત્તમ માનવજન્મની મહત્તા ગણાશે. બહાથ આજના પ્રવચનની પ્રાભૂમિકા આપણે વિચારી ગયા. હવે મુખ્ય વિષયને વિચાર કરીએ. આ દેશ બ્રહ્મચર્યના પુંજરૂપ હતે. સંયમની ચર્ચા ઘર ઘર થતી. બ્રહ્મચર્ય એ જ ધન અને સર્વસ્વ મનાતું કારણ કે બધા સદ્ગુણેનું બ્રહ્મચર્ય એ મૂળ છે! એના ખાવાથી અને વિકાસ અને મેજ-શેખના સેવનથી આર્યદેશ કાંઈક પતન પામે છે. આ દેશનું ક્ષાત્રતેજ વગેરે સર્વત્ર આદર્શરૂપ હતાં. એ બળ, એ દીર્ધાયુષિતા, એ શય, એ વીરતા અને એ દીઘચિન્તન આદિ આજે એમાંનું શોધ્યુંય મળતું નથી. એનું કારણ આપણે સંયમને છોડયો અને અસંયમને સ્વીકાર્યો તે છે. ; વિષય, વિલાસ, વિનેદને વિકારનાં સાધને આજે બીજે નથી તેટલા પ્રમાણમાં અહીં પેસી ગયા છે. વ્યસન અનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54