Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ મારે નથી કહેવું, તમે જ કહે. છાપાં તો ઠીક, પણ ટેબલ કે બેકસ પણ રહેવા દે ખરા ! ત્યાં સદાચારના સંસ્કાર અહિથી ગયા. તેઓ અનાર્ય મટી આય થયાઃ અહિથી સદાચારના સંસ્કાર પલાયન થયા. આપણે હજુ આય મટી અનોર્ય થયા નથી, પણ આપણે પૂરજોસથી એ તરફ ધસી રહ્યા છીએ. અને એ પૂરને અટકાવનાર હોય તે તે માત્ર સંયમ જ છે. પશ્ચિમના ભૂલવા લાયક સંસ્કારોનું આપણે અનુકરણ કર્યું, અને સ્વીકારવા લાયક ગુણેનું અપમાન કર્યું, તેને કેવું ભયંકર પરિણામ આવ્યું તે એક દાખલાથી તમને સમજાવું: હિંદને એક વિદ્યાર્થી જાપાન ભણવા ગયા. ત્યાં એક પુસ્તકની જરૂર પડી. પુસ્તક ત્યાંની એક પ્રસિદ્ધ લાયબ્રેરિમાં (Library) હતું પણ એ ઘણું કિંમતી હતું. આ વિદ્યાર્થી એ પુસ્તક લાયબ્રેરિમાંથી લઈ આવ્યા અને વાંચ્યું. તેમાં મહત્વના ચાર ચિત્ર હતાં. એના મનમાં હતું કે તેવા ચિત્રો બનાવી લઈશું, પણ બનાવવાં એ અશક્ય લાગ્યાં. અને એનાથી એ ન બનાવી શકાય મનમાં થયું કે ચિત્રના ચાર પાનાં તફડાવવા દે ને! ઈન્કમટેકસ (Incometax) ખાતાને છેતરવા, નવા ચોપડા કરવા, ચોપડામાં ઘાલમેલ કરવી; એ બધું થાય છે ને ! એવાઓને જ આ પુત્ર હતે ને! એટલે એને વિચાર આવ્યું “ચૌદસે પાનાના ગ્રંથમાંથી ચાર પાનાં તફડાવવામાં શું વાંધે? કેણ જુએ છે?” એણે પાનાં ફાડી લીધાં અને ગ્રંથ પાછો પુસ્તકાલયમાં આપી આવ્યું. પણ પાપ છૂપાય? પાપ છુપાયા ના છૂપે, છૂપે તે મોટા ભાગ; દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ, : ૨૦ :

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54