Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 44
________________ જાગ, ઓ મહાવીરના સપૂત! . એ મહાવીરના સંતાન! જાગ ! ઊભું થઈ જા! જરા આંખ ખોલીને જે ! તારી જ નજર સામે દીન, હીન, અનાથ ને ગરીબ માનવ અન્ન વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ ટૂંક સુંદર ને સ્વાદિષ્ટ ભેજન, ઠંડે કલેજે કેમ આવેગી શકે? તારી બાજુમાં જ વસતા તારા ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું પણ વસ્ત્ર ન મળતું હોય, ત્યારે તું દયાવાત કહેવાતે, સુંદર વસ્ત્રોમાં સજજ બની મહાલી કેમ શકે? તારા જ ભાઈઓ વેર-ઝેર ને હૈષની મહાજવાળામાં સળગતા હોય, ત્યારે તે વિલાસ ને વિનેદની માદકશધ્યામાં કેમ પઢી શકે? આ જોતાં તારું ખૂન આજે વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ તને નથી લાગતું? તું તારા પુનિત પિતા શ્રી મહાવીરના સિદ્ધાન્તને દ્રોહ તે નથી કરતા ને? તારા હાથે આવું કૂર પાપ થાય, એ હું ઈચ્છતું નથી. હું ઈચ્છું છું તારા અમર વિજયને!

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54