Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 46
________________ જેણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ ને અકિંચનને પોતાના જીવનમાં વણ, એને જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી–ધમવીર પદ અલકૃત કર્યું હતું ! એ જ નરવીરને તું પુત્ર! જેના નામથી પ્રેરણાને દીપક પ્રગટે! એ મહાવીરને પુત્ર બની, તું આમ નિમૌલ્ય જીવન જીવે, એ તને શોભે ખરું? ઉઠ ! પ્રાણવાન થા! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફેંક! તારા વિનિથી દિશાએ કંપી જાય એવી જયશેષણા કર ! પાપના પડદા ચીરાઈ જાય એવું તેજ તારી આંખમાં લાવ! હિમ્મત ને ઉત્સાહથી આગેકદમ ભર ! તારી અદમ્ય શકિતએને પરચો જગતને બતાવ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી, એમને અમર બનાવ! ખાલી વાયડી વાતે ના કર. આચારણ વિહેણું ભાષણેથી કાંઈ વળે તેમ નથી, એવા નિમીલ્ય ભાષણે સાંભળી–સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી છે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચારિત્ર જે દુનિયા જિંગ બની જાય ! કડક શિસ્ત કેળવ! જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળવો પોકાર! વાસનાઓને સમૂળગે નાશ કર ! આ તારા વિકાસના માર્ગમાં અન્તરાય કરનારને ઉખેડીને ફેંકી દે! જરા પણ ગભરાઈશ નહિ ! કેઈથી અંજાતે નહિ ! કેઈની શેમાં તણાતે નહિ! જા ! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિદ્ધાંતેને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહા-કાર્યમાં લાગી જ.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54