Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિત્રભાનુ ગ્રંથાવલિ (૪)
સમય
સંદેશ
: પ્રવચનકાર : ચ દ્રપ્રભસાગર ( ચિત્રભાનુ )
15//y
છે
g
.
ને પોપટ
Page #2
--------------------------------------------------------------------------
________________
= મ ફા શ ક : ચિત્રભાનુ ગ્રન્ય પ્રકાશન–મન્દિર ભા વ ન ગ ર ( સૌ રાષ્ટ્ર )
પ્રત ૧૦ ૦ ૦
આવૃત્તિ બીજી છે ?
સ. ૨૦૦૮ અક્ષયતૃતીયા
૪ સુદ્રક : મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પા લિ તા ણા ( સૌ રા )
Page #3
--------------------------------------------------------------------------
________________
હવે તો જાગો!
હદ થઈ હવે !
મહાનુભાવે ! આજના વ્યાખ્યાનને વિષય છે-હવે તે જાગો ! “હવે તે જાગે” આ શબ્દ જે ગંભીરતાપૂર્વક વિચારાય તે આજના દેઢ કલાકના વતૃત્વનું રહસ્ય સહજ રીતે પામી શકાય. હવે તે જાગે-આમાં “જાગો” શબ્દ શું સૂચવે છે? આ શબ્દ ચાનક ચઢાવનારો છે. ઊંઘતા હે તે જાગે, બેઠા હો તો ઉભા થાઓ, ઉભા છે તે ગતિમાન બને અને ગતિમાન છે તે તીવ્ર કાર્યદક્ષ બને એમ પ્રેરણા આપનાર “જાગે શબ્દ છે. જાગે-આ જેમ ચેતવણી આપનાર છે, તેમ એની પૂર્વ રહેલે તે” તે અતિસૂચક છે, જેને દુનિયામાં તેર મણને કહેવામાં આવે છે. હવે તે જાગે–આ સામૂહિક વાક્ય એમ ઘોષણ કરે છે કે, હદ થઈ! ખૂબ અંતર પડી ગયું ! આટલે બધે પ્રમાદ ! ખૂબ ઊંયા તે હવે જાગે ! પ્રમાદ છેડો. આપણામાં ઘર કરીને બેઠેલા આળસને છોડે ને જીવનની. સાધના કરવામાં તત્પર બની જાઓ. કારણ કે, જેનું મૂલ્યાંકન ન થાય એવી માનવતાવાળું, અને વિશ્વમાં સહજ પ્રાપ્ત ન થાય એવું ઉત્તમ માનવજીવન મળ્યું છે, તે એને સફળ કરો. પ્રમાદ કરશે તે આ મહામૂલું ધન હારી બેસશે માટે જ કહેવું પડે છે કે-હવે તે જાગે !
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂરવાર કરો
આવું ઉત્તમ માનવજીવન જે મળ્યું છે તે સ્વાર્થના કુંડાળામાં અળસિયાની જેમ મરવા માટે નથી; પણ જીવનને અમર બનાવવા માટે મળ્યું છે. આજે તમે કેવી પવિત્ર ભૂમિમાં જન્મ લીધે છે, અને તે વિચાર કરો. આર્યાવર્તમાં, ઉત્તમ કુળમાં ને ધાર્મિક કુટુમ્બમાં કે જેના માટે તમે ગૌરવ લઈ રહ્યા છે. અને અમે બ્રાહ્મણે છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે વણિક છીએ-એમ ગૌરવપૂર્વક બેલીને ફરે છે, પણ હું તમને પૂછું છું કે, બાલવા માત્રથી મહત્ત્વ શું! મહત્ત્વ છે કર્તવ્યપરાયણતાનું, સદાચારી વર્તનનું, અને પ્રતિભાસંપન્ન જીવનનું ! | “ મહાન” કહેવા માત્રથી મહાન ન બનાયઃ એના માટે મહાન કાર્ય કરવું પડે જીવનને તેવું બનાવવું પડે. પિત્તળ પિતાને સેનું કહે તેટલા માત્રથી તે સોનું નથી થઈ જતું. એના ચળકાટ ઉપરથી એની કોઈ કિસ્મત અંકે તે એ થાપ ખાય. સેનાને તે તેજાબને તાપ અમ પડે, કેસેટીએ ચઢવું પડે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે, અને છતાં કાળું ન પડે તે સેનું તેમ માનવે, પણ પોતાની જાતને અગ્નિપરીક્ષામાં મૂકી, કટીએ ચઢાવવી જોઈએ અને એમાં ઉત્તીર્ણ બને તોજ એ જાતિવાન કહેવાય અને મહાન ગણાય. એમાં શકિતહીન થાય એ શી રીતે પાલવે ? કર્તવ્ય કરી મહત્તા સિદ્ધ કરવી પડશે અને જગતમાં પડકાર કર પડશે કે-જીવનના પ્રત્યેક પ્રકારના વાતાવરણમાં પણ કર્તવ્ય માટે અમે તૈયાર છીએ! ગમે તેવા સમયે અમે ચારિત્રથી ડગીશું નહિ, ધ્યેયથી ચુત થઈશુ નહિ, અમર આદફને કાણાને પણ છોડી આ
Page #5
--------------------------------------------------------------------------
________________
રીતે મહત્તા સિદ્ધ કરવા તમારી તૈયારી નહિ હોય તે ભલે ઊંચ જ્ઞાતિઓનાં નામ બેલતા ફેરે પણ માનવા કેઈ તૈયાર નહિ થાય. માણસ સારો કે ખરાબ, ઊંચા કે નીચ આચરણથી સિદ્ધ થાય છે; તમે પણ ઉરચ હે તે સારા આચરણથી અને પવિત્રતાથી તમને પિતાને તમે મહાન પૂરવાર કરો. વિહંગાવલોકન
આપણે ન જાગવાને કારણે ઘણું ગુમાવ્યું છે. બે હજાર વર્ષને ઈતિહાસ તપાસશે તે જણાશે કે આપણે કેટલા ગબડી ગયા છીએ. એક વાર વિહંગાવલોકન કરી જુઓ તે પરિસ્થિતિ સમજાશે. એક દિવસ તેમની સંસ્કૃતિ પણ આપણી સંસ્કૃતિ પાસે ઝાંખી લાગતી. આ સંસ્કૃતિ માટે રેમમાં પણ ગૌરવ હતું, દેશ પરદેશના પ્રવાસીઓ આ સંસ્કૃતિનાં મુક્તક કે ગુણગાન કરતા, તે જ સંસ્કૃતિ આજે મૃત-પ્રાય અને જાણે છેલ્લે શ્વાસોશ્વાસ લેતી હોય એમ લાગે છે. આજે તમે કઈ દશામાં આવી પહોંચ્યા છે ? કાળી ચામડીમાં ભયંકર ગરા ! આના શરીરમાં અનાર્યોને આત્મા પેઠે. સંત-મહનોની ગૌરવવની આ ભારત-ભૂમિમાં આજે જીષ્મની કિસ્મત નથી, ધમની કઈ ગણના નથી, તત્વજ્ઞાનની પડી નથી–આ શું કહેવાય! આપણા યુવાનેને ઇંગ્લેન્ડ દેશના પર્વત, નદી ને તળાવ વગેરે કંઠસ્થ ખરા પણ ગંગા યમુના કે સરસ્વતીનું પ્રભવસ્થાન કે વિલીન થવાનું સ્થાન કયાં એ ખબર ન મળે. અરે, બહારના બધા તચિન્તકેનાં નામ બેલી જનારને એના પિતાના આસપાસમાં થયેલા જીવનદ્રાનાં નામ પણ ન અડે એ કેટલી શરતીય સ્થિતિ ગણાય!' આ રીતે આપણા જ યુવાનો દ્વારા આપણી
અનાચના બી ચામડીમાં ભારે કઈ શામાં
Page #6
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિ ભૂંસાતી જાય છે ને બહારની સંસ્કૃતિ નવપલ્લવિત થાય છે! માટે કહેવું પડે છે કે, ખૂબ ઊંધ્યા! બહુ ઊંઘનારો ઊંઘમાં પણ લવાર કરે છે, એવી જ આપણું પણ દશા છે. ઊંડે વિચાર કરાય તે સમજાયું કે, આપણું બાલવું પણ બકવાદ રૂપ છે. આપણું આગેવાને કેટલીક વાર આર્યાવર્તનાં ગુણગાન કરે છે, પણ તે પૂર્ણ રીતે સમજ્યા વગર અને જીવનમાં ઉતાર્યા વગર માત્ર ઉપર ઉપરથી બલી જાય છે–જેની કિસ્મત ઊંઘમાં થતા લવારા કરતાં વધારે ન આંકી શકાય, માટે જાગે ! આપણને મળેલા આધ્યાત્મિક ને સાંસ્કૃતિક વારસાની કિસ્મત સમજે તે જ મળેલા ઉત્તમ માનવજન્મની મહત્તા ગણાશે. બહાથ
આજના પ્રવચનની પ્રાભૂમિકા આપણે વિચારી ગયા. હવે મુખ્ય વિષયને વિચાર કરીએ. આ દેશ બ્રહ્મચર્યના પુંજરૂપ હતે. સંયમની ચર્ચા ઘર ઘર થતી. બ્રહ્મચર્ય એ જ ધન અને સર્વસ્વ મનાતું કારણ કે બધા સદ્ગુણેનું બ્રહ્મચર્ય એ મૂળ છે! એના ખાવાથી અને વિકાસ અને મેજ-શેખના સેવનથી આર્યદેશ કાંઈક પતન પામે છે. આ દેશનું ક્ષાત્રતેજ વગેરે સર્વત્ર આદર્શરૂપ હતાં. એ બળ, એ દીર્ધાયુષિતા, એ શય, એ વીરતા અને એ દીઘચિન્તન આદિ આજે એમાંનું શોધ્યુંય મળતું નથી. એનું કારણ આપણે સંયમને છોડયો અને અસંયમને સ્વીકાર્યો તે છે. ; વિષય, વિલાસ, વિનેદને વિકારનાં સાધને આજે બીજે નથી તેટલા પ્રમાણમાં અહીં પેસી ગયા છે. વ્યસન અને
Page #7
--------------------------------------------------------------------------
________________
કુટેવ માટે તે કહેવું જ શું હું તમને પૂછું છું કે, આ દેશમાં ચાહની શી જરૂર? ઈંગ્લાંડ આદિ ઠંડા પ્રદેશમાં તે (સમજ્યા કે) (Strong) સ્ટ્રોંગ ચાહની ઉષ્મા માટે કદાચ જરૂર પડે, પણ આ સમશીતાપણુ દેશમાં એની શી જરૂર ? ચાને લઈને આ હિંદમાં કેટલી બેકારી વધી, માત્ર રૂપિયો કમાનાર માણસ પણ ત્રણ-ચાર અના ચામાં વાપરે, આ કઈ . દશા? આજના ક્રાન્તિકારી યુવાનને, ચા વિના ઊંઘ ન ઉડે! મેં પર સુરખી ન આવે, જાણે ચા દેવીને માનીતે ગુલામ! ભલે તમે કદાચ ચા પીતા છે, પણ એના વિના ચાલે જ નહિ, ઊંઘ ન ઉડે, ટાંટિયા ઘસવા પડે–એ કઈ સ્થિતિ કહેવાય? આપણા બાપ-દાદા ચા વિના ઘેર્યા જ કરતા હતા અને આપણે ચા પીને જાગીએ છીએ એમ ને! | તમે શાન્તિથી, હું જે કહું છું તેના પર વિચાર કરે, આજે વ્યસનને લીધે કેવી સંચમહીન સ્થિતિ થઈ છે તેને વિચાર કરે. મનને, વાણીને કે ચક્ષુને એકેને પૂર્ણ સંયમ છે ખરો? તમે તમારી જાતને ભલે સ્વતંત્ર માનતા હે પણ વાસ્તવિક રીતે સ્વતન્ત્ર છે ખરા? ઇન્દ્રિયને ગુલામ એ આઝાદ નહિ, પણ બંદીવાન છે. વિશ્વન દાસ એ સ્વતન્ન નહિ, પણ પરતંત્ર છે. વિકારો પાછળ ઘસડાઈને સંચમહીન જીવન બનાવવું એ ઉન્નતિ નથી પણ અવનતિ છે. પણ તમે તમારા અન્તરને પૂછે કે તમે આજે માલિક છે કે ગુલામ ! વાસનાઓના દાસ બની સ્વતન્નતાની વાતો કરવી એ કેટલું હાસ્યાસ્પદ ગણાય !
સ્વતન્નતાને હકક, વાતેથી નહિ, પણ ગુણ અને હાય
Page #8
--------------------------------------------------------------------------
________________
કાતથી મેળવવું જોઈએ, પાશ્ચાત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હકે એ માનવીને જન્મસિદ્ધ છે. પણ પત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હકક ગ્યતાથી-લાયકાતથી પ્રાપ્ત થાય છે. આ બે વચ્ચેનું અત્તર સમજવા જેવું છે. એક જન્માંધ છોકરે પરિભ્રમણ સ્વાતંત્ર્ય માંગે તે એને પિતા એને પરિ. બ્રમણ સ્વાતંત્ર્યને હકક આપે ખરે? કઈ કજિયાળે માણસ ગાળ દેનાર માણસ વાણી સ્વાતંત્ર્યને હક માંગે તે એને અપાયે ખરે? અને અપાય તે રેજ કજિયા કેટલા થાય? નાદાન બાળકને મતસ્વાતંત્ર્યને હક અપાય ખરો? વ્યભિચારીને આચાર સ્વતંથને હક અપાય ખરો ? ભૂખને વિચાર સ્વાતંત્ર્ય અપાય ખરું? તાત્પર્ય એ કે અગ્યના હાથમા હકકનું મહાન શસ્ત્ર ન અપાય, અયોગ્યના હાથમાં ગયેલી વસ્તુ લાભને બદલે હાનિકર નીવડે. વસ્તુ સુંદર હોય તે પણ ઘણીવાર સંગના વેગે ભયંકર થઈ જાય છે. ઘી જેવી પિષક વસ્તુ પણ સો વખત ઘેવાય એટલે ઝેર બની જાય છે. આથી પૌત્ય સંસ્કૃતિનું કહેવું છે કે સ્વતંત્રતાને હક્ક યોગ્યને હાય, અગ્યને નહિ! ઈન્દ્રિયો પર સંયમ ન રાખે અને વતત્રતાની વાત કરો એમાં શું વળે? સંયમ વગર તે સ્વત~ માણસો પણ પરતત્ર બની ગયા. પૃથ્વીરાજ સ્વતન્દ્ર મટી પરત– બન્ય, શાથી? સંયમ ગુમાવ્યો ને સંયુક્તાના મોહમાં ઘેલો બન્યા તેથી! ભૂમિકા શુદ્ધ હોવી જોઈએ
બ્રહ્યચર્ય એ એ ગુણ છે કે એની પાછળ બધા ગુણે તણાઇને આવે છે. જીવનશુદ્ધિ એનાથી થાય છે. સાર્ષના એનાથી
Page #9
--------------------------------------------------------------------------
________________
સાચુ છે દૂરની વાત તા જવા દો પણ આ દુનિયામાં પશુ નૈષ્ઠિક બ્રહ્મચારીને જોઇને સૌ કાઇ નમી પડે છે. બધા એના પર વિશ્વાસ રાખે છે. લાકા એને વન્દનીય ને પૂજનીય ગણે છે. બ્રહ્મચય એ મહાન શક્તિ છે. એ વિના જીવન ચેતનાહીન કહેવાય. એક વિદ્વાને કહ્યુ છે કે Strength is life and Weakness is death બ્રહ્મચર્યની શક્તિ એ જીવન છે અને વીય હીન-કિતહીન જીવન એ મૃત્યુ છે! વિકસિત ફૂલની ખૂશમેથી ભમરાઓ જેમ ખેંચાઈને આવે છે તેમ બ્રહ્મચયથી પણ બીજા ગુણા ખેંચાઇ આવે છે. સૂર્ય ઉગે એટલે લાકા કામે લાગી જ જાય છે, તેમ બ્રહ્મચર્ય રૂપી તેજસ્વી સંય ઉગે એટલે બીજા સદ્ગુણા એની મેળે આપણા જીવનમાં પ્રવેશી કામ કરવા મ`ડી પડે છે. તમારે સદ્ગુણૢાને જીવનમાં વસાવવા હાય તા ભૂમિ શુદ્ધ કરો. · આજે હુ અહિં ભૂમિ શુદ્ધ કરવા આવ્યા છે. ઝાડુ લઈ કચરા વાળવા આળ્યે છું! કયા કચરા ? વિષય અને વિલાસના કચરા, તેને આજે મારે સયમના ઝાડુથી કાઢવાના છે. તમને કાંઇ વાંધા તા નથી ને ? ( જે હૅાલમાં વ્યાખ્યાન ચાલતુ હતું એ હૅાલની ભેાંય સામે આંગળી ચીંધી મહારાજશ્રીએ કહ્યું, ) આ ર્હાલમાં કચરા કાઢયા વિના તમે જાજમ બિછાવે! ખરા ? પહેલાં તમે કચરા સાફ કરાવ્યે પછી ઉપર જાજમ પાથરી. પણ એમની એમ અશુદ્ધ ભૂમિ ઉપર જાજમ નાખી હાય તા શું પરિણામ આવે? ધૂળ જ ઉડે ને ? દુનિયામાં કોઇ સારા માણસ ઉકરડે ખાટલા નાખીને સૂશે ? નહિ જ, ભલે તળાઈ રેશમની હાય, પણ ત્યાં ન સૂવાય, કારણ કે દુન્ય મારે, તેમ પ્રમાણિકતા, સજ્જનતા,
: -
Page #10
--------------------------------------------------------------------------
________________
બ્રાનૃત્ય આદિ ગુણેને લાવવા માટે પ્રથમ સંયમ જોઈએ. એ ગુણેના નિવાસ માટે ભૂમિકા શુદ્ધ જોઈએ.
- કાળી, મેલી, ખાડા-ટેકરાવાળી ભીંત પર ચિત્રકાર પાસે ચિત્ર દેરાવીને કહીએ કે–ચિત્ર સારું નથી. એમાં એને દોષ નથીઃ દેષ ભૂમિને છે. દીવાલ ચાખી જોઈએ. ખરાબ ભીંત પર તે સારે ચિત્રકાર પણ ચિત્ર ન દેરી શકે. તેલથી ખરડાયેલાં મેલાં વસ્ત્રો પર રંગારે પણ સારે રંગ શી રીતે કરી શકે? તાત્પર્ય એ કે દીવાલ સુંદર હોય તે ચિત્ર સુંદર થાય. વસ્ત્ર ચેખું હેય તે રંગ ચઢે, જીવન વિશુદ્ધ હોય તે સદ્દગુણે વિકસે ! * બ્રહાચારી સત્યકામી હોય - જેનામાં બ્રહ્મચર્ય નહિ હોય તેનામાં બીજા ગમે તેવા ગુણે હશે તે પણ તે નિષ્ફળ જવાના. સુવર્ણ વસંતમાલતી પિષક છે. સાઠ કે સીત્તેર રૂપિયે તેલાના ભાવની છે, પણ મરવા પડેલાને તે અપાય? અને બેઆની ભાર આપે તે બે મીનીટ મોડે મરવાને હશે તે ઉલટો વહેલો મરશે, કેમકે એનામાં પચાવવાની શક્તિ નથી. લાયકાત વિના સારી વસ્તુ પણ વિપરીત પરિણામને લાવનારી નિવડે છે. યુવકો અને યુવતિઓ માટે આ વાત અતિ જરૂરની છે. બ્રહ્માચયના ખમીર વિના સદ્દગુણની એ ગમે એટલી વાતે કરે, તે પણ એ વાતે નિષ્ફળ અને વધ્યું છે. વાયડી અને વ્યર્થ છે.
એક દિવસ એ હતું કે આર્યાવર્તનું પ્રત્યેક ઘર બ્રાચયના બહાધ્વનિથી ગુંજતું હતું. વાતાવરણ સંયમમય હતું.
Page #11
--------------------------------------------------------------------------
________________
પણ આજે કમનશીબે હાલત જુદી છે. બ્રહ્મચર્યના નીર એસરતાં જાય છે. રસ્તે દશ્ય કેવાં? બ્રહાચર્યનું ખૂન કરી નાખે તેવાં! સ્કૂલ-કેલેજનું વિલાસથી ભભકતું વાતાવરણ જોઈને સંયમી વિદ્યાર્થીને તે ત્રાસ જ છૂટે! સહશિક્ષણ અને અતિસંપર્કનું જે કહુ પરિણામ દેખાય છે તે મારે તમને કહેવાની જરૂર ખરી? તમે પ્રત્યક્ષ નથી જોયું? છાપામાં નથી વાંચ્યું ? સાઠ વર્ષને ગુરૂ-અધ્યાપક શિષ્યાને પરણી બેઠે ! મને થયું જગતમાં આ શું થવા બેઠું છે? અધ્યાપક એટલે કે પવિત્ર પુરૂષ ! એ પવિત્ર પુરૂષ–અરે, સમાજને એક જવાબદાર માનવી, શિખ્યાને પરણી બેસે તે પછી છેકરીઓનાં મા-બાપે આધ્યાપકે પર વિશ્વાસ કેમ રાખી શકે? રક્ષક જ ભક્ષક બને અને અધ્યાપક જ અપહારક બને, આ સ્થિતિ તમને શેચનીય નથી લાગતી?
આજના છબીઘરોમાં નટ–નટીનાં હાવભાવે સિનેમાના રૂપેરી પરદા પર ભજવાતાં ભયંકર દો અને નફટાઈની હદ આવે ત્યાં સુધી પહેરાતી - વેષભૂષાઓ, બ્રહ્મચર્યને પાડનાર નથી તે બીજું શું છે? પુસ્તકના વાચનથી જ્ઞાન મળે પણ આજનાં પ્રગટ થતાં પુસ્તકે તે જાણે પ્રણયત્રિકેણનાં ચિત્રો ! નેવેલે એટલે વિલાસની પ્યાલીઓ ! આવું સાહિત્ય ઊગતા યુવાનો અને યુવતિઓ વાંચે તે એના સંયમમાં તે પળે જ મૂકાય ને? આગળ વધે. તમારા ઘરમાં ચિત્ર કેવાં છે? નવયૌવનાઓનાં વસે ચેરાતા હોય એવાં ચિત્ર. એવું ચિત્ર દેવનું હોય તે પણ સદાચારનું પતન કરનારું છે. હોય તે ફેંકી દે નટ-નટીના ચિત્રો ટાંગ્યા હોય તે ફગાવી દેજે.
Page #12
--------------------------------------------------------------------------
________________
ફાટા રાખા તા સ'તના, જ્ઞાનીના, ધ્યાનીના કે કાઇ તપસ્વીના રાખા. આ તા નટ-નટીના ! પ્રભાતે ઉઠીને દશન કાનાં કર. વાનાં? અશે।કુમાર અને ધ્રુવીકારાણીનાં ને! માટે કહું છું કે ભૂમિકા એવી રાખા કે જેના પડઘેા પડે. બ્રહ્મચથ હશે તે સાચા આઝાદ મનાશે. આમ ભૌતિક રીતે આઝાદ થયા છીએ પણ આઝાદીની ખરી લહેજત કયાંય દેખાય છે? મુખ પર ગ્યાની શાથી? બ્રહ્મચય હાય તા માં પર તે જ ચમકતું હાય અને ખીજા ગુણેા સહજ ભાવે આવી વસે. આ વાત
3
યાદ કરા.
4
પાંડવ-કૌરવાના યુદ્ધમાં ભીષ્મપિતા કૌરવાના પક્ષમાં હતા. યુદ્ધના આર'ભકાળે ધમરાજાએ ભડવીર ભાઈ ભીમને ભીષ્મપિતામહ પાસે આશીર્વાદ લેવા જવાનું કહ્યુ.. ભીમે આશ્ચયપૂર્વક કહ્યું: “ ભાઇ ! આપ આ શું કહેા છે? એ તા કૌરવાના પક્ષમાં છેઃ એ કઇ વિજયના આશીર્વાદ આપણુને આપે ! પરાજિત થાઓ એમ જ કહે ને” ધર્મરાજાએ કહ્યુંના, એમ નથી: સાચા બ્રહ્મચારી સત્યકામી હાય છે, અસત્યકથી નથી ડાતા, માટે તું એમની પાસે જા, અને આશીર્વાદ માંગ' ભીમ ભાઈના વચન પર વિશ્વાસ રાખી ત્યાં ગયા ને પગે પડયા, કૌરવાએ આ દૃશ્ય જોયું અને માન્યુ` કે હમણાં જ પરાજ્યના આશીર્વાદ લઈને જશે. પણ બધાના આશ્ચર્ય વચ્ચે નૈષ્ઠિક બ્રહ્મચર્યવાન્ ભીષ્મપિતાએ ભીમને કહ્યું: સત્ય તમારશ પક્ષમાં છે માટે વિજય તમારા છે!” આ સાંભળી કોરવા ભેાંઠા પડી ગયા. આવું પ્રગટ સત્ય એલાવનાર હાય તા તે પ્રાચય છે—સંચમ છે! આવા આ-જીવન બ્રહ્મચારી ભીષ્મ
cr
*૧૦:
Page #13
--------------------------------------------------------------------------
________________
પિતામહ જેવા પુરૂષ અને નેમિનાથ જેવા તીર્થકર જે ભૂમિમાં થયા એ ભૂમિના માણસે બ્રહ્મચર્યથી કેટલા પાછળ હઠી ગયા છે. માટે જ કહેવું પડે છે કે હવે તે જાગે ! આદર્શ માટે ખપી જાઓ!
જે દેશમાં આવા નરવીર પાક્યા ત્યાં બ્રહ્મચર્યને ઉપદેશ દેવ પડે એ દુઃખને વિષય નથી? અમ દેશની નારીઓ પણ કેવી પવિત્ર હતી! મહાન સતી સીતાને યાદ કરે. ત્રણ ખંડને ધણી રાવણ એના ચરણેમાં પડતું હતું, પણ એ મહાદેવીએ એનાં પ્રલોભનેને ઠેકરે માર્યા. રાવણ એટલે કેણ? એને ત્યાં કેવા વૈભવે ! અચ્છા અચ્છા રાજાઓ જેની સેવા કરે, ઇન્દ્ર જેની પાસે હાજર રહે અને જેની સત્તા સાર્વભૌમ ગણાય એવા રાવણે સીતાને કહ્યું: “તું શા માટે ભટક્તા રામડા પાછળ પાયમાલ-બબાદ થાય છે? એની સાથે વનમાં ભટકવાનું, જમીન પર સૂવાનું અને સૂકાં ફળ ખાવાનાં, એના કરતાં મારી ઈચ્છાને તાબે થા તે હે માનિનિ ! હું તને મારી પ્રિય પટ્ટરાણી બનાવું અને તારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવાનું આ ખતપત્ર તારા ચરણેમાં ધરું!” વિચારે ! એક બાજુ રખડત રામ અને જંગલ; બીજી બાજું ચરણેમાં નમતે રાવણ અને સંપત્તિથી છલકાતું રાજ્ય! પણ સીતાએ-શિયળવતી સીતાએ, એ સંપત્તિ ઠોકરે મારી કહ્યું: “ નરાધમ ! આવું બેલતાં લાજતે પણ નથી? શરમ છે, રાવણ, તને શરમ છે! ધિક્કાર હે તારા ત્રણ ખંડના વૈભવને ! તારી સંપત્તિ વિશાળ છે, વિરાટ છે, પણ તારે આત્મા વામણે છે. રામની સંપતિ તેને રેડી દેખાતી હશે પણ એનો આત્મા મહાન
Page #14
--------------------------------------------------------------------------
________________
છે, વિરાટ છે. રામે તે રામ છે, એની સાથે તારી જાતને સરખાવતાં તને શરમ કેમ નથી આવતી? કયાં સાગર ને કયાં ખાબોચિયું ! તારું મેં પણ મારે નથી જેવું, અને તારી વાતેય મારે નથી સાંભળવી!” સંયમનું આ કેવું આદર્શ દષ્ટાન્ત છે! પુનર્લગ્ન અને છૂટાછેડાની વાત કરનારાઓને જરા કહેજે કે રામાયણમાં એક શાન્ત નજર ફેરવી આવે! ભીષ્મપિતા અને સીતા જેવા એ માનવીએ કેઈ ઉરચ આદર્શ માટે ખપી જનારા સાચાં રત્ન હતાં, બર્નાડ શોએ પણ ઠીક જ કહ્યું છે – The secret of happiness is Being used up for a purpose recognized by yourself as a mighty one. કોઈ મહાન હેતુ માટેની વીરત્વભરી જીવન સાધનામાં જ સુખનું રહસ્ય છે, સાચે આનન્દ જે તે હોય તે સંયમની સાધનામાં લાગી જાઓ. વિલાસ-પ્રધાન વૃત્તિઓને પરિત્યાગ કરે. સિકત! લાગત! પ્રમાદની ઊંઘમાંથી જાગે અને ઉભા થાઓ ! હૈયાના વિચારનું દશ્ય ઝડપાય તેં !
તે જીવનમાં સદ્દભાવના ન હોય, સંયમ ન હોય, ઈન્દ્રિ પર કાબૂ ન હોય તે એ જીવન નરક જેવું દુર્ગન્ધી છે.
નર-નારી ને નર્કમાં, હાડ ચામ ને માંસ, • શું એને સુંદર કહે, જેમાં દુર્ગ ખાસ.
હાડ, ચામ ને માંસ તે નરમાંય હાય ને નર્કમાંય હોય, એ બેમાં ફરક શું? શ્રેષ્ઠતા છે સંયમી જીવનની. સંયમી
Page #15
--------------------------------------------------------------------------
________________
જીવન મહાન છે, સંયમ વગર શરીર હાંડ-માંસના કાળા છે. ઉદ્ભરપૂત્તિ તા શ્વાન પણ કરે છે. આ સંસારમાં માનવીની મહત્તા કઇંક અધિક છે તે સયમથી ! જગતને શાન્તિ-ચેન પણ એનાથી જ છે. સયમ વિના દુનિયાને ત્રાસ પમાડનાર તા ભયકર છે. સયમ વગરનું જીવન મીઠા વિનાના અનાજ જેવુ મેાળુ' છે. જીવનમાં વાસ્તવિક રીતે સદ્ગુણની સુવાસ આવે પછી ગભરામણું કંઇ નથી. સંયમ એ ગુલામનુ' ફૂલ છે. એ તમારી પાસે હશે તે તમનેય સુગન્ધ આપશે ને તમારા સમાગમમાં આવનારનેય સુગન્ધ આપશે. આ વાતના મનની સાથે એકાન્તમાં વિચાર કરી જોજો. આ કાંઈ કાઈને કહેવાની વાત નથી, હૃદયની વાત છે.
વિજ્ઞાને બધી જાતની શેાધ કરી, ફાટા પાડવાના કેમેશ શેાધ્યા પણ મનના ફાટા પાડવાની શેાધ હજી સુધી થઇ નથી. હૃદયના વિચારો ઝડપવાના કેમેરા જો કે હજી શેાધા૨ે નથી, પણ માના કે એવા કેમેરા નીકળે અને તમારા ગુપ્ત વિચારાના ફાટા લેવાય તે તમને લાગે છે કે, તમારી પાસે કેાઇ એસે ? અરે, સગા ભાઈ પણ પાસેથી ભાગી જાય ભાગી ! તમારા અનિચ્છનીય વિચારા એ ફાટામાં પ્રિન્ટ થાય તેા સગા બાપ પણ એમ કહે કે, આના આવા ભયંકર વિચારો ! અરે, સારું છે કે એવા કેમેરા હજી સુધી નિકળ્યા નથી—જેમ આંતરડાના ફાટા કેંવાય તેમ વિચારાના ફાટા લેવાય તે દુનિયા એક વગર પૈસાનું પ્રસિદ્ધ નાટક બની જાય !
બીજી એક વાત. પૂર્ણ માનો કે છાતીમાં
માણુસની છાતીમાં છે તે માંસના લેાચા; વીવીશ તાલા સેનું ભયુ હાય અને
:13:
Page #16
--------------------------------------------------------------------------
________________
નહેર થાય કે જેમ, છીપમાં મેતી, હાથીના કુંભસ્થળમાં મુક્તાફળ, મૃગની ઘૂંટીમાં કસ્તૂરી છે, તેમ માણસના કલેજામાં સનું છે તે એનું પરિણામ કેવું આવે? તમે જ કહો. મારે બેલિવું નથી. માણસ એકલે ફરી શકે ખરે? શત્રે બહાર નીકળી શકે ખરે? માણસ માણસને જીવતે રહેવા દે ખરે? આ તે સારું થયું કે કલેજામાં સુવર્ણ મૂક્યું નહિ, નહિતર આજની સંયમહીન ભાવનાવાળા વાતાવરણમાં તે જુલમ થઈ જાત દિલ એ અરીસે
આજે જે જગતમાં કલેશ, અવિશ્વાસ આદિ દઈ દેખાય છે, તે આપણી ભાવનાઓને પડે છે. આપણા હૃદયમાં વિશ્વના પ્રાણીઓ માટે કલ્યાણબુદ્ધિ હોય તે વિશ્વના પ્રત્યેક માનવીને આપણા માટે સદ્બુદ્ધિ હોય. પણ આપણા હૃદયમાં મમમારાપણાની જ વૃત્તિ રમતી હોય તે બીજા લેકે આપણા માટે કલ્યાણ કેમ છે? ભાવનાઓને પડઘા પડયા વિના રહેતું નથી. આ સિદ્ધાન્ત પર તમને એક પ્રસંગ સંભળાવું - ધર્મરાજાના વખતની આ વાત છે. એક ખેડૂતના ખેતરમાંથી એક ચરૂ નીકળે. ખેડૂત હતું તે ગરીબ પણ પ્રમાણિક! આ ચરૂ નીકળે તે આજે પ્રમાણિક્તા કેવી જળવાય? પણ આણે તે વિચાર્યું: “જમીન માલિક રાજા ગણાય” તે ખેતરમાંથી નીકળેલ ચરૂને માલિક પણ રાજા ગણાય હું તે જમીન ખેડું એટલે ખેતીથી પાકેલ અનાજને જ માલિક. એમ વિચારી એ રાજાને ચરૂ આપવા ગયે. ધર્મરાજને નમીને એણે કહ્યું. “મહારાજ ! મારા ખેતરમાંથી સોનામહોરથી ભરેલ આ ચરૂ નીકળ્યો છે અને તે આપને ગણાય. આપ એને
Page #17
--------------------------------------------------------------------------
________________
શકાર કરે. ધર્મરાજાએ એને અસ્વીકાર કરતાં કહ્યું: “ના, ભાઈએ ખેતર તે તને વેચાયેલું છે માટે એને માલિક તું ગણાય.” પછી તે રાજા સાથે ખેડૂતે ઘણય ચર્ચા કરી પણ ધર્મરાજા એ લે? પણ ખેડૂત તે એ ચરૂ મૂકીને ચાલતે થયે. એમ કરતાં દિવસે ગયા; પખવાડિયાં ગયાં ને મહિનાઓ ગયા પણ ચરૂ તે ત્યાં જ! આવી ગરીબીમાં આ ચરૂ જેઈ ભલ. ભલા ચળી જાય પણ આ તે પ્રમાણિકતાથી જરા પણ ન ડગે. પણ આજે આ સોનામહોરથી ભરેલો ચરૂ મળે છે? અરે, પણ મળે જ શાને? ભાગ્ય વિના એવું કાંઈ મળતું નથી. એક કવિએ કહ્યું છે
पदे पदे निधानानि योजने रसकूपिका ।
भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ॥ ડગલે ડગલે ધન છે. ઍજને યેજને રસકૂપિકા છે પૃથ્વી તે બહુ રત્નવાળી છે પણ ભાગ્યહીનને ન મળે ન દેખાય
ધર્મરાજા રોજ એ ચરૂને જુએ. છ મહિના સુધી એ ચરૂ ખૂણામાં પડી રહ્યો. એક રાત્રે રાજાને વિચાર આવ્યેઃ “મેં ભૂલ કરી કે ચરૂ મેં ન લીધે. ખેડૂતે તે કહ્યું હતું કે, માલિક તમે છે. વાત પણ ખરી છે. પૃથ્વીને માલિક હું એટલે ક્ષેત્રને માલિક પણ હું સવારે ચરૂ ભંડારમાં મૂકાવી દઈશ.” તે જ સમયે ખેડુતને પણ વિચાર આવ્યાઃ “મેં ભૂલ કરી કે હું ચરૂને મૂકી આવ્યો. ભલા રાજાએ તે કહ્યું જ હતું કે, જેનાં ખેતરમાંથી વસ્તુ નીકળે તેને માલિક તે. પણ હું ભૂલ્યા. ચાલ, સવાર થવા આવ્યું છે, જઈને એ ચરૂ ઉપાડી આવું એમ વિચાર કરી એ લઈ ગયાં સવારે રાજ
.: ૧૫ :
Page #18
--------------------------------------------------------------------------
________________
સભામાં રાજા જુએ તે ચરૂ ન મળે? પૂછયું, તપાસ કરી, એટલે જાણવા મળ્યું કે, ખેડૂત લઈ ગયો છે. એટલે ખેડૂતને બેલા અને લઈ જવાનું કારણ પૂછયું. ખેડૂતે સાફ સાફ શબ્દોમાં કહી દીધું “મહારાજ! આપે તે તેજ દિવસે લઈ જવાનું કહ્યું હતું પણ મેં મૂખીએ ત્યારે નહેતું માન્યું, પણ પછી વિચાર કરતાં આપની વાત ખરી લાગીઃ ખેતર મેં વેચાતું લીધું છે માટે માલિક હું છું. અને તેથી હું લઈ ગયે છું.” પછી રાજાની તમામ દલીલેને તેડી એ ચાલતે થયે.
અને ધર્મરાજાને વિચાર કરતાં સમજાયું કે, મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ એનું જ છે આ પરિણામ! પ્રજાને માલ હડપ કરવાની મારા દિલમાં ઈરછા થઈ એટલે આને વિચાર પણ પલટાયે-આની ભાવના પણ બદલાણી. કેમકે ભાવનાને પડશે પડ્યા વિના રહેતું નથી. દિલ એ તે અરીસે . આત્મા પરમાત્મા ક્યારે બને?
આજે તે આ દwતનું ચિત્ર પ્રત્યક્ષ છે. પ્રાયઃ પ્રધાનથી માંડીને સામાન્ય પ્રજાજન, તમામ, એક બીજાને ઉતારી પાડવાની, છેતરવાની, ઠગવાની, પિતાની જાળમાં ફસાવવાની અને શીશામાં ઉતારવાની રમત રમી રહ્યા છે. આ સ્થિતિમાં પુરૂષામાં સાચું પુરૂષત્વ અને સ્ત્રીઓમાં સાચું સ્ત્રીત્વ લાવવું હોય તે, નૈતિક ભાવનાને ઉદય માંગે છે. બર્નાર્ડ શૈએ પાશવતા તરફ ખેંચાતા જગતને પડકાર કર્યો છે. The beginning of manhood and womanhood is the dawning of moral passions in him,
Page #19
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય કે સ્ત્રીમાં સાચું પુરુષત્વ કે સાચું સ્ત્રીત્વ ત્યારે જ આવે છે કે જ્યારે આધ્યાત્મિક ભાવના એનામા ઉદય થાય છે. જેનામાં આ ભાવનાને ઉદય ન થાય તેના માટે તે કવિએ કહ્યું મનુશળ પૃપાન્તિ મનુષ્યને જ્યારે મૃગની સાથે કવિએ સરખાવ્યા, ત્યારે મૃગલાઓએ પણ વધે લીધે અમે એવા નથી. પશુ વિફરે તે શું કરે? એકાદ બેને જરા. ઈજા કરે, પણ માનવી વિફરે તે માનવી તે જનાપૂર્વક બુદ્ધિપૂર્વક સામાનું કાસળ કાઢે. દુનિયામાં કઈ બાકી ન રહેવા દે. ખેદાનમેદાન કરી નાખે.
મનુષ્ય જે સંયમી હોય તે તે મહાન છે. ભાવિને ફિરસ્ત છે. વિશ્વને ઉદ્ધારક છેપરમાત્માનું પ્રતિક છે.
પણ આજની હવાએ આ દેશવાસીઓનાં હૈયાં કાળમીંઢ પથ્થર જેવાં બનાવી મૂક્યાં છેઃ ન મળે પ્રેમ ન મળે મમતા ન મળે હમદર્દી સામાનાં દુઃખ-દદ જોઈ હૈયામાં આંસુ આવવા જોઈએ, પણ આજે તે પડોશીને કે સગા ભાઇને ખાવાના સાંસા હોય અને તે દૂધપાક-પૂરી ઉડાવતે હોય! આ કઈ દશા તે વિચારી લે ! કેવી ઊંધ! જરા વિચારી જુઓ! તમને કેવી કુંભકર્ણની નિદ્રા વળગી છે ! કુંભકર્ણ માટે કહેવાય છે કે ઢેલ વાગતાં ત્યારે એ છ મહિને જાગતે. ત્યારે મારે પણ તમારી આગળ ચાર કે છ મહિના ઉપદેશનાં ઢોલ વગાડવાનાં ને? ઠીક છે આજ જાહેર રજા છે, દુકાને બંધ છે, મહારાજ ઠીક બેલે છેસાંભળવાથી વકતૃત્વકળા ખિલશે, વરસાદમાં ક્યાં જવું, એમ વિચારીને તે આ હજારો માણસે નથી આવ્યા ને એમ માનીને ન આવશે. યાદ છે તમારે તમારું જીવન
: ૧૭ :
Page #20
--------------------------------------------------------------------------
________________
પલટાવવાનું છે, જીવનમાં સંયમને રંગ લાવવાનું છેમહાન નેિતા, પયગમ્બર વગેરે થયા છે તે સંયમથી થયા છે. આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવાનો છે, પણ આપણે આત્મા પરમાત્મા ક્યારે બને? નિષ્ઠાપૂર્વકને સંયમ આંવે તે ! સ્થિર બને - આજ તે વાત એ છે કે સાંભળવું કેઈને નથીઃ દરેકને પિતાના વિચારો બીજાને ઠસાવવા છે. માટે જ તે આજે અળસિયાની જેમ વાદે વાદ નીકળી પડ્યા છે. વાત ત્યાં સુધી વધી છે કે સામે જે પોતાના વિચારે ઝીલવા-સાંભળવા તૈયાર ન થાય તે હાથ ઉપાડતાં પણ વિચાર ન કરેઃ ધારાશાસ્ત્રી ન્યાયાધીશને પિતાના વિચારો જણાવે પણ કાંઈ સ્ટેજ ઉપર જઈને બેચી પકડીને? પણ હું જાણું છું, કે આજના વાદના હિમાયતીઓના વિચારો સ્થિર નથી. ઊંડા ચિંતનમાંથી પ્રગટેલા નથી. માત્ર પુસ્તક વાંચીને ભાડૂતી ઉછીના લીધેલા જ છે ! અને એ ભાડૂતી વિચારે પરાણે ઠસાવવા પ્રયત્ન થાય છે. પણ તમારા વિચારે જે માલિક અને સુંદર હોય તે જગતના ચેકમાં મૂકે. સુંદર હશે તે એને સ્વીકાર જરૂર થશે. પણ ન સ્વીકાર થાય તે ઉશ્કેરાઈ જવાની કંઈ જરૂર નથી. પણ આ વસ્તુ ક્યારે બને? જે મન પર સંયમ હોય તે, ચિત્તની સ્થિરતા હોય તે. એ વિના એટલી ધીરજ ન આવે અને સાર-અસારને વિચાર પણ ન આવે. કાંટે સ્થિર હોય તે માપ (તેલ) નીકળે, પણ કટ હાલતે ચાલતે ચંચળ હોય તે માપ ન નીકળે. તેમ ચિત્ત સ્થિર હોય તે મહાપુરુષોના વચન સાંભળવામાં રસ અને આસ્વાદ આવે તેની અસર થાય,
Page #21
--------------------------------------------------------------------------
________________
અને પિતાના વિચારામાં રહેલી ત્રુટીઓ પણ જણાય, માટે ચિત્તની સ્થિરતા કેળવે. અને ચિત્તની સ્થિરતા લાવવા માટે પૂર્વભૂમિકા રૂપે બ્રહ્મચર્યને બરાબર પાળે.
અસંયમ ને પતન
બ્રહ્મચર્ય પળાય એટલે ભૂમિકા શુદ્ધ થાય. પછી પ્રમાણિક્તા વગેરે ગુણે આવી એમાં પ્રતિબિંબિત થાય. ભૂમિકા અશુદ્ધ હોય તે આવેલી પ્રમાણિક્તા શોભે નહિ, અરે ટકે પણ નહિ, તમારામાં પ્રમાણિકતા છે કે નહિ? આજની સ્થિતિ તપાસે. કાયમ એક ધ્યાનથી પૂજા વગેરે કરનારનું પણ ત્યાંથી બહાર નીકળ્યા પછીનું જીવન તપાસો. ગ્રેવીસ કલાકનું Time table ટાઈમ ટેબલ તપાસે. દુનિયામાં લગભગ બધે અપ્રામાણિક તરીકેની એની છાપ હશે! પણ પહેલાંના સમયને અમેરીકાને એક દાખલો આપું –
એક છાપાને ફેરી દેઢ છાપા લઈને વેચવા નીકળે. એને અણધાયું ઘરનું કામ આવી પડયું અને ઘરે જવું પડે તેમ હતું. હવે જે તેમ કરે તે છાપાં વેચાય નહિઃ સમય ગયા પછી કેણ લે? એટલે એ ટેબલ Table ઉપર એ દેઢ છાપાં મૂકો ગયા. પાસે પૈસા માટે બેકસ Box પણ મૂક્યું. ગ્રાહકેને સૂચના માટે છાપાની કિંમત લખી, એક ચિઠ્ઠી મૂકી ગયો. ઘેર જઈ કામ પતાવી આવે ત્યારે તમામ છાપાં ખપી ગયેલાં. ગ્રાહકે એ લઈ ગયેલા અને બેકસમાં પિસા પણ પૂરેપૂરા નાખી ગયેલા ! કેવી ભવ્ય પ્રમાણિકતા ! હિંદુસ્તાનને કઈ ફેરી જે આ અખતરો કરે તે શું પરિણામ આવે?
Page #22
--------------------------------------------------------------------------
________________
મારે નથી કહેવું, તમે જ કહે. છાપાં તો ઠીક, પણ ટેબલ કે બેકસ પણ રહેવા દે ખરા ! ત્યાં સદાચારના સંસ્કાર અહિથી ગયા. તેઓ અનાર્ય મટી આય થયાઃ અહિથી સદાચારના સંસ્કાર પલાયન થયા. આપણે હજુ આય મટી અનોર્ય થયા નથી, પણ આપણે પૂરજોસથી એ તરફ ધસી રહ્યા છીએ. અને એ પૂરને અટકાવનાર હોય તે તે માત્ર સંયમ જ છે. પશ્ચિમના ભૂલવા લાયક સંસ્કારોનું આપણે અનુકરણ કર્યું, અને સ્વીકારવા લાયક ગુણેનું અપમાન કર્યું, તેને કેવું ભયંકર પરિણામ આવ્યું તે એક દાખલાથી તમને સમજાવું: હિંદને એક વિદ્યાર્થી જાપાન ભણવા ગયા. ત્યાં એક પુસ્તકની જરૂર પડી. પુસ્તક ત્યાંની એક પ્રસિદ્ધ લાયબ્રેરિમાં (Library) હતું પણ એ ઘણું કિંમતી હતું. આ વિદ્યાર્થી એ પુસ્તક લાયબ્રેરિમાંથી લઈ આવ્યા અને વાંચ્યું. તેમાં મહત્વના ચાર ચિત્ર હતાં. એના મનમાં હતું કે તેવા ચિત્રો બનાવી લઈશું, પણ બનાવવાં એ અશક્ય લાગ્યાં. અને એનાથી એ ન બનાવી શકાય મનમાં થયું કે ચિત્રના ચાર પાનાં તફડાવવા દે ને! ઈન્કમટેકસ (Incometax) ખાતાને છેતરવા, નવા ચોપડા કરવા, ચોપડામાં ઘાલમેલ કરવી; એ બધું થાય છે ને ! એવાઓને જ આ પુત્ર હતે ને! એટલે એને વિચાર આવ્યું “ચૌદસે પાનાના ગ્રંથમાંથી ચાર પાનાં તફડાવવામાં શું વાંધે? કેણ જુએ છે?” એણે પાનાં ફાડી લીધાં અને ગ્રંથ પાછો પુસ્તકાલયમાં આપી આવ્યું. પણ પાપ છૂપાય?
પાપ છુપાયા ના છૂપે, છૂપે તે મોટા ભાગ; દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ,
: ૨૦ :
Page #23
--------------------------------------------------------------------------
________________
* રૂથી લપેટાયેલી આગને ગમે એટલી દબાવી રાખે તે પણ ભડકે થયા વિના રહે જ નહિ. પાંચ દસ મીનીટમાં જ ભડકો. પાપરૂપી આગ પણ બાળ્યા વિના રહેતી નથી. એ વિદ્યાર્થી ગ્રંથ આપી આવ્યા પછી ત્રણ માસ પસાર થઇ ગયા. એક દિવસ એને જાપાનીસ મિત્ર એને ત્યાં આવ્યું. પેલો કાંઈ કામે બહાર ગયો અને આ મિત્ર પોતાના મિત્રને ત્યાં શું સુંદર સાહિત્ય છે, તે ફેંદવા લાગે. ફેંકતાં ફેંકતાં એણે, પેલા ચાર ચિત્રો જોયાં, ખ્યાલ કર્યોઃ આની પાસે આ કયાંથી ? આ તે પિલા પ્રસિદ્ધ પુસ્તકનાં ચિત્ર ! અને એ પુસ્તક તે આ પુસ્તકાલય સિવાય કયાંય ન મળે, એમ વિચારી ચિત્ર ત્યાં મૂકી, એણે લાયબ્રેરિમાં તપાસ કરી. તે જણાયું કે ત્રણ માસ પહેલાં એને મિત્ર પુસ્તક લઈ ગયેલો અને એમાંથી એ ફાડી લીધેલાં. તેણે લાયબ્રેરીના અધિકારીને આ વાત જણાવી. અને અધિકારીએ તપાસ કરી. એ ચિત્રો પાછાં મેળવ્યાં. પણ તમે આ જાણીને ખુશી (?) થશે કે ત્યાં એ ધારે થયો કે, Strict prohibition for Indians હિંદુસ્તાનના કેઈ પણ વિદ્યાર્થીને આ લાયબ્રેરિમાંથી પુસ્તક આપવું નહિ. કે નિયમ!' સંયમ વિના પ્રમાણિકતા આટલી હદે પલાયન થઈ છે. માટે કહેવું પડે છે કે, હવે તે ચેતે.
વિશ્વના કચરાને ઘરમાં ઘાલવે છે?
તમે જગતને સુધારવાની મોટી મોટી વાત કરી સમયને બરબાદ ન કરે. હમણાં એક વર્ષને માટે, માત્ર એક જ વર્ષને માટે, તમે બીજાને સુધારવાનું માંડી વાળે અને માત્ર તમારી
: ૧ :
Page #24
--------------------------------------------------------------------------
________________
જાતને જ સુધા. પછી જુઓ કે પરિણામ કેવું આવે છે. All are good, if we are good. જાતને સુધાર્યા વિના બીજાને સુધારવા જશે તે તમેય બગડશો ને તમારા સમાગમમાં આવનારને પણ બગાડશે. માટે તમે તમારા સ્થાન પર સ્થિર થાઓ. ગ્રીસવાસી આર્કિમીડીઝ કહે કે, “મને ટેકા માટે હાથમાં એક દંડ મળે અને ઉભા રહેવા માટે પૃથ્વી બહાર કેઇ સ્થિર સ્થાન મળે તે હું આખા વિશ્વનું પરિવર્તન કરી શકું” અરે, અરે, આ માણસને આખા જીવનમાં એવું સ્થિર સ્થાન મળ્યું નહિ તે માટે મને એના પર દયા આવે છે ! પણ હું તમને કહું છું કે, તમને તે એવું સ્થિર સ્થાન આજે પણ મળી શકે તેમ છે અને તે તમારો આત્મા ! આત્માના સ્થિર સ્થાન પર સંયમને દંડ હાથમાં લઈને, ઉભા થઈ જાઓ. જાઓ, હું તમને કહું છું કે, સંયમના આધારથી તમે આખા જગતને ફેરવી શકશે ! પછી કેઈની તાકાત નથી કે તમને કેઈ હલાવી શકે કે ડોલાવી શકે ! સર્વને માલિક આત્મા છે. ભાઈઓ ! આ ગપ નથી, કલ્પના નથી પણ હકીક્ત છે. ભગવાન મહાવીરે સંયમના દંડથી જગત આખામાં પરિવર્તન આયું અને મૌલિક જીવનની દૃષ્ટિ આપી! પણ આ કામ એમણે ક્યારે કર્યું? કેવી રીતે કર્યું? પહેલા એમણે પોતાની જાતને કચરે દૂર કર્યો, પછી મહોલ્લાને, પછી ગામને, પછી દેશને અને પછી વિશ્વને ! પણ આજે તે પિતાની જાતનો વિચાર કર્યા વિના આંતરરાષ્ટ્રિય દુનિયાને કચરો કાઢવાની ધૂન સૌને લાગી છે એ વિશ્વને કચરો કાઢીને પિતાના દેશમાં ઘાલવે, દેશનો કચરે તાલુકામાં, તાલુકાને કચરે ગામમાં, ગામને કચરે મહેલામાં અને મહાલલાને કચરો પિતાના
: ૨૨ :
Page #25
--------------------------------------------------------------------------
________________
ઘરમાં: કહા કેવી ભવ્ય વ્યૂહુ-રચના ! ઘરના કચરા દરીયામાં નાખવાને બદલે વિશ્વના કચરા ઘરમાં નાખનારને ખાડાશ માનવા કે એહેાશ? Charity begins at home! વાણી નહિ, વન
જાતને સુધારવા માટે ઘણુ સહન કરવું પડશે, અન્તરમાં ડૂબકી મારવી પડશે, પેાતાની સુંવાળી વૃત્તિને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે અને ઊંચામાં ઊંચા પ્રલે ભના ચરણેામાં આવી પડે તે પણ એને ફગાવી દેવાં પડશે. માત્ર વાતે કરે કાંઇ નહિ વળે. ખેલનાર તા મેં ઘણાય પ્રત્રચનકારને જોયા છે, એવાને માટે આ વાત નથી. અહિ તે જીવનમાં ઉતારનાર જોઈએ. શ્રી સયાજીરાવ મહારાજાની અધ્યક્ષતામાં એક ભાઈ, એક જાહેર સભામાં “ અહિંસા ” એ વિષય પર દોઢ કલાક સુધી ઘણું સારુ મેલ્યા. એ વક્તવ્ય સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ. સભા એના પ્રવચનથી પ્રભાવિત થઇ ગઈ. ઉનાળાના દિવસ હતા, વક્તાના શરીરે પસીના પસીના થઇ ગયા. પસીના લુવા માટે ખીસામાંથી એણે રૂપાલ કાઢ્યો. ત્યાં રૂમાલ સાથે ખીસામાં રહેલું ઇંડુ પણ તરત ઉછળી બહાર આવ્યું. અને પડચુ' વ્યાસપીઠ પર ! શ્રી સયાજીરાવ ગાયકવાડ વિચક્ષણુ હતા. એમને ઉપસંહાર કરવાના હતા. એમણે કહ્યું, આ ભાઈ અહિંસા પર સારુ' મેલ્યા છે. ખેલવાની છટા અને શક્તિ સારાં છે, પણ હિંદુસ્તાનની બરબાદી આવા વક્તાઓએ કરી છે! જે ખેલે છે તેની સામી દિશામાં જ એમનું જીવન હાય છે!” સભા સૌ ઠરી ગયાં. મતલખ કે આવા
<<
9
આ સાંભળી વક્તાને વકતાએ અસર ને
: 23:
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપજાવી શકે, સ્થાયી સુવાસ ન ફેલાવી શકે, જીવનમાં આચાર જોઈએ, સયમ જોઈએ, ઊંચા ઊંચા મંચ પર હારાની મેદની પાસે ત્યાગની વાણી ઉચ્ચારનાર પચાસ . હજારની 'માટરમાં એસી હકારી જતા હાય તા એની સ્થાયી અસર કેટલી થાય તે તમે જ સમજી શકે! તેમ છે.
.
આપણે આજના વ્યાખ્યાનમાં એ વાત કરીઃ બ્રહ્મચય અને પ્રમાણિકતા પૂર્વકના સદાચારની ! પ્રમાણિકતા એ પ્રસિદ્ધ છે એના પર અધિક વિવેચનની જરૂર નથી. પણ બ્રહ્મચય —સયમ એ માનવજીવનના પાયા છે. સયમ હશે તેા પ્રમાણિકતા એની મેળે આવશે માટે મૃત્યુને ન ઇચ્છતા હા. અને અમરતાને ચાહતા હૈ। તા ઝેરવાળા અન્નની જેમ અસંયમને છેડા ને સયમને સ્વીકારે. આજે કેટલા કહે છે કે Religion is humbug, ધમ ગપ્પ છે” પણ હું એમને કહુ છું કે You are humbug, because you do not know what religion is ! તમે ગપ્પ છે. કારણ કે ધમ શું છે એ તમે જાણતા નથી. ધર્મ શું છે એ જાણ્યા વિના કહેવુ` કે ધમ જુઠ્ઠો છે એના જેવુ ગપ્પ બીજું કર્યુ. હાઈ શકે ?
66
કારણ કે ધર્મ એ ખીજું કાંઈ નથી પણ સચમ એ જ ધમ છે. સંયમપૂર્વકના ધમ તે। ભવ્ય છે, આદશ છે, સુખશાન્તિને દેનાર છે, દુઃખ-દારિદ્રયને કાપનાર છે અને જીવનમાં સુવાસને ફેલાવનાર છે !
આવા મહાન ધર્મને તમારા હૃદય-મન્દિરમાં પધરાવવા રાય તા પાયાને મજબૂત કરો, ભૂમિકાને શુદ્ધ કરે.
: 38:
Page #27
--------------------------------------------------------------------------
________________
આજના વ્યાખ્યાનમાં ઇંગ્લેંડ કે જાપાનનાં કેટલાંક કાન્ત આપ્યાં છે, એ ઉપરથી તમે એમ ન માનતા કે મને ભારતવાસીએમાં અશ્રદ્ધા છે. મને તે માનવજાતમાં પૂર્ણ શ્રદ્ધા છે. વીરની વાણી કહે છે કે, એકવીશ હજાર વર્ષ સુધી ધર્મની પતાકા ભરતાદિકમાં ફરકવાની છે. એટલે માનવીના ઉજજવળ ભાવિ માટે મારી તીવ્ર ઝંખના છે. એટલે જ પૂર્ણ શ્રદ્ધાથી હું કહું છું કે, સંયમની જાગૃતિ એ જ સાચી જાગૃતિ છે. વ્યક્તિને, સમાજને, દેશને કે વિશ્વને ઉદ્ધાર કરવો હોય તે સંયમ પહેલા જોઈશે–તે તમે અત્યારથી જ સંયમની સાધના માટે આત્માને સંયમિત કરી તમારી પવિત્ર સાધનામાં લાગી જાઓ.
સંયમને પ્રકાશ આપણા અનતના પંથને અજવાળો એવી ભાવનાપૂર્વક આજનું વ્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે.
=
Page #28
--------------------------------------------------------------------------
________________
સુખની શોધમાં
ન
જગતમાં દરેક પ્રાણી જીવનભર સુખની ઝંખના કરે છે. એ અપ્રાપ્ય સુખને પ્રાપ્ત કરવા માનવી જગતનાં એકેએક ખૂણે ફરી વળે છે, ને એ સુખ પ્રાપ્ત કરવા માટે આકાશપાતાળ એક કરતા હાય છે, છતાં એ સાચું સુખ મેળવી શકતા નથી, કારણકે મનુષ્ય સાચા સુખની સ્પષ્ટ વ્યાખ્યા સમજી શક્તા નથી. સાચા સુખનુ` કલ્પનાચિત્ર એની પાસે સ્પષ્ટ નથી, અને એવું સ્પષ્ટ ચિત્ર ન હેાવાને ફારણે જ માનવી આજે દુઃખી છે. આજે જગતમાં મહાન ગણાતા માનવીને પણ પૂછી જુઓ, કે સાચુ' સુખ તમને સાંપડયુ છે? સાચા સુખના આસ્વાદ તમે કર્યાં છે? ત્યારે પ્રત્યુત્તર એકજ મળશે કે, ભાઇ, તમારી જેમ અમે પણ સુખની શેાધમાં છીએ, પણુ 'સાચુ' સુખ હજી સુધી તે મેળવી શકયા નથી. એટલે આ રીતે માણુસ હારા ને લાખે। વર્ષોથી સાચા સુખને પામવા પરિભ્રમણ કરે છે, પ્રવાસ ખેડે છે, વિપત્તિ સહે છે, તે છતાં સાચુ' સુખ મેળવી શક્યા નથી.
: ૨૪
Page #29
--------------------------------------------------------------------------
________________
અતમ ઈચ્છા
સાચું સુખ મેળવવા માટે મન, વચન, અને કાયા એ ત્રણ મહાને એ અદ્દભૂત સાધન છે. સુખનું સાધન જગતમાં કયાંય શોધવાની જરૂર નથી, એ આપણી પાસે જ છે. મન, વચન અને કાયાને વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે , એ દ્વારા અદૂભૂત સાચું સુખ પામી શકાય, ને એને વિવેક વિહેણે દુરુપયેાગ થાય તે આપણા જ હાથે દુખના ડુંગરા ખડકાઈ જાય. આટલા વર્ષોને અંતે પણ માણસ સુખ મેળવી શક્યો નથી, એનું કારણ એ જ છે કે, સંપત્તિમાં ને વિપત્તિમાં મન, વચન ને કાયાના વેગને સુમેળ રાખી શક નથી. સુખમાં ઉન્મત્ત બન્યા ને દુઃખમાં મુંઝાઈ ગયે. આ દ્વિધા ચંચળપણને લીધે જ માણસનું જીવન સુખ વિહેણું ને અસમતલ બન્યું છે. સુખ મેળવવા ઈચ્છતા પ્રાથમિક સાધકે સંપત્તિમાં ખૂબ ઉત્સાહમાં આવી ઘેલા ન બનવું ને વિપત્તિમાં ગભરાઈને કર્તવ્યહીન કે વિવેકહીન ન બનવું પણ તેને અડગ ને અડોલ રહી સામને કરે. દુઃખ એ પણ જીવન-વસ્ત્રની એક કાળી કિનાર છે. જીવનનું એક પડખું છે, એમ માની જીવનમાં સમતલપણું જાળવવું જોઈએ. જીવનમાં વિચારણપૂર્વક સમતલપણું જળવાય તે જ મનુષ્ય સુખી થઈ શકે.
પણ કમભાગ્યે માણસની સુખની ઈચ્છા મૃગજળ જેવી છે.. મૃગ જેમ ઉનાળાના દિવસે માં ધગધગતા તાપમાં પાણી પીવા માટે વલખાં મારે છે, અને મૃગજળ જોઈ એને મેળવવા દે છે, છતાં પાણીનું એક બિન્દુ પણ મેળવી શક્યું નથી, તેમ માણસ પણ જગતમાં ધનિક માણસનું માત્ર બાહ્ય સુખ જોઈ
: ર૭ :
Page #30
--------------------------------------------------------------------------
________________
એમાંજ સાચા સુખની કલ્પના કરી, એ મેળવવા માટે જીવન ભર દેટ મૂકે છે, છતાં પરિણામે નથી તે એ મેળવતે બાહ્ય સુખ કે નથી જાળવી શક્તા પિતાનું મૂળસ્થાન, જીવનભર એ સુખ શોધવા ભમ્યા જ કરે છે.
એક ઇચ્છા પૂર્ણ ન થાય ત્યાં તે બીજા સુખની ઈચ્છા જન્મી જાય છે. બીજી ઈચ્છા પૂર્ણ કરવા માણસ પ્રયત્ન કરે છે ને અધવાટે જાય છે ત્યાં વળી કેઈ બીજી જ કલ્પના આવે છે. આમ માણસ એ અપૂર્ણ સુખને પૂર્ણ કરવાની વ્યર્થ ઝંખનામાં જીવન વેડફી નાખે છે. ઘણાને, પાસે કોઈ ન હોય ત્યારે લાખ મેળવવાની ઈચ્છા જાગે છે, લાખ મળે એટલે દશ લાખ મેળવવા પ્રયત્ન કરે છે, દશ લાખ મળે એટલે કોડ મેળવવા વલખાં મારે, ને કોડ મળે એટલે દશ કોડ મેળવવા ટળવળે-આમ ઈચ્છાઓની ઘટમાળ ચાલ્યા જ કરે પણ ઈચછાએને અન્ન ન આવે. અતૃપ્ત માનસને લીધે માનવીને સાચું સુખ ન મળે, એ સહજ છે. પિસે એ જ આદર્શ છે ને પૈસામાં જ સાચું સુખ છૂપાએલું છે, એવું માનસ ને સિદ્ધાંત ઘડાઈ જાય એટલે કહેવું જ પડે, કે તમારી સુખની કલ્પનાઓ ભ્રામક ને બેટી છે, અવાસ્તવિક ને અધાનિક છે. એ કલ્પનાની ઘરમૂળથી ક્રાન્તિ કરવાની જરૂર છે, એ વિના માનવજાતિ સુખની શોધમાં જિંદગી હારી બેસશે.
જગતમાં સુખનાં સ્વપ્ન સેવનારા વિવિધ પ્રકારના મનુષ્ય વસે છે, કોઈને ખૂબ જ ધન મેળવવાની ઈચ્છા હોય છે, તે કેઈને પુત્ર મેળવવાની ઝંખના હોય છે, કેંઈને પ્રિયજન મેળવવાને તલસાટ હોય છે, કેઈને કીતિ પ્રાપ્ત કરવાની અભિલાષા
: ૧૮ :.
Page #31
--------------------------------------------------------------------------
________________
હાય છે, તેા કાઈને સત્તાનુ' સિહાસન પ્રાપ્ત કરવાની મહેચ્છા હાય છે; અહિક સુખની, આવી ક્ષણિક એષણા ડાય છે, તેમ સાથે સાથે અનેક પ્રકારની અદ્ભુીન ચિન્તા પણ વસેલી હાય છે. વિદ્યાના ક્ષેત્રમાં હાય તા કાઈ બેરીસ્ટર અગર કોઈ મેાટી ડીગ્રી મેળવે તો બીજાને અદેખાઇ આવે છે, વેપારના ક્ષેત્રમાં હોય તે ફ્રાઈ ખૂબ પૈસાદાર થાય અગર વેપારમાં ફાવી જાય તેા ખીજાને ઈર્ષા થાય છે, રાજકારણમાં હાય તા કોઈ પ્રધાન થાય અગર ઊચા હોદ્દા પર જાય તા બીજાને ખળતરા થાય છે. ત્યાગ વિહાણી સાધુ-સંસ્થામાં હા'તા કાઈ પૂજાય અગર લેાકમાન્ય થાય ત્યારે અન્યને એ જોઇને અગન લાગે છે—એમ માણસ જેમ વાસ્તવિક સુખ સમજી શક્તા નથી ને મેળવી શકતા નથી; તેમ અન્યનું ખાદ્ય સુખ, શાન્તિથી જોઈ પણ શકતા નથી. માનવીની દૃષ્ટિ આજે વિકૃત ખની છે. એણે સાચા સુખને જોવા માટે પહેરેલા ચશ્મા સાવ ઊંધા છે. એ 'ધા ચશ્માને લીધે સુખીને જોઈ શક્તા નથી ને દુ:ખીના વિચાર સરખા પણુ કરી શકતા નથી.
સાચા સુખને શેાધનાર માણસે, દુ:ખી જગત ઉપર પણુ એકવાર નજર નાખવાની જરૂર છે. જગત આજે દુઃખથી ભરેલું છે. કેટલાય એવા મનુષ્યેા છે, કે જેઆ પેટના ખાડા પૂરવા માટે દિવસભર કાળી મજુરી કરે છે, છતાં એ મનુષ્યા પેટ પૂરતું ખાવાનું અન્ન પણ મેળવી શકતા નથી. શરીર ઢાંકવા માટે પૂરતાં વચ્ચે પણ મેળવી શકતા નથી, માંદગીમાં રીખાતા હાય છતાં દવાનું એક મિન્દ્ગ પણ મેળવી શકતા નથી, નિરાધાર, રખડતાં હાય છતાં રહેવા એક ઝૂંપડું પણુ પામી
: ૨૯ :
Page #32
--------------------------------------------------------------------------
________________
શકતા નથી. અરે! કૂતરાને તા રહેવા અખાત હોય પણુ કેટલાક માણસોને આજે તેા રહેવા એ પણ નથી-ઉપર આકાશ ને નીચે ધરતી! આવા દૃશ્યે। જેવાં છતાં એમના દુઃખના વિચાર સરખા કર્યાં વિના દરેક માણસ પાતાના જ દુઃખની વાત કહે છે. બીજાની, ગરીબી ને ખીજાનાં દુઃખના વિચાર ન હાવાને કારણે, સમૃદ્ધ માણસ પણ ભિખારીના જેવી ટ્વીન વાર્તા કરતા નજરે પડે છે. તેવે સમયે મનમાં થાય કે, આ પેાતે સમૃદ્ધ હાવા છતાં પેાતાની જાતને સુખી નથી બનાવી શકતા તેા બીજાને તેા સુખી અનાવે શી રીતે ? અને એવા પાસેથી સુખની આશા રખાય પણ શી રીતે ?
આજનુ આપણુ આ દેખાતું સુખ એ લગ્નપ્રસંગ પર લાવેલા જાંગડ દાગીના જેવું છે. આ ભાડુતી સુખને લીધે આપણે ઉન્મત અન્યા છીએ; પણ આપણે જીવનમાં ડા વિચાર કરવા જોઇએ, કે આ આપણી પાસે આવેલી વસ્તુએ પેાતાની છે કે માંગી લાવેલી છે? જો માંગી લાવેલી હાય તા આગ શા માટે ? આ ક્ષણભ...ગુર વસ્તુઓ પર મુસ્તાક થઈને જીવન હારી ન જવાય, માટે આપણે આપણા આત્માને એક સીધા પ્રશ્ન પૂછવા જોઇએઃ આપણે જે માન મેળવીએ છીએ, જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ, તે આપણા આત્મિક વ્યક્તિત્વના પ્રભાવથી મેળવીએ છીએ ? તેા નકારમાં જ ઉત્તર આવશે. આપણી કોઈ પ્રશસા કરે કે કોઇ ખૂબ વખાણુ કરે એટલે આપણી છાતી ગજગજ પહેાળી થાય છે, ને મનમાં ગલીપચી થાય છે, પણ ઊંડા વિચાર કરતાં માલુમ પડશે, કે એ બધી વસ્તુઓ બહારની છે. માહ્ય આડંબરને લીધે માન ને
2
: 30:
Page #33
--------------------------------------------------------------------------
________________
સ્થાન મળે છે,. એ વસ્તુઓ આપણી નથી. આપણી પાસેથી કચારે જતી રહે તેના ભરાસેા નથી, માટે માણસે એવી રીતે પૂણુતા, પ્રતિષ્ઠા, સુખ, ને આન ંદ મેળવવાં જોઇએ, કે આ બધી ક્ષણિક વસ્તુએ કદાચ ચાલી જાય તે પણુ માણુસાઇ હમેશા દીપતી રહે, અને સુખ ને આનંદને દુઃખના પટ ન લગે ! આજે આણસ જે જે ભૌતિક સુદર પદાર્થો જુએ છે, તે તે મેળવવા યત્ન કરે છે, અને એમાં જ પૂર્ણ આનદ માને છે, પરન્તુ એના પરિણામાની ભયંકરતાનેા વિચાર કદી કરતા નથી. ઈચ્છાઓ ને આશાઓનાં પૂરમાં માણસ જીવનભર તણાયે જ જાય છે. એ પ્રવાહમાં તણાતા માણસ પેાતાના ધારેલા સ્થાને પડેાંચી શકતા નથી, સેવેલા આદ્દેશને પામી શકતા નથી, ને ભાડુતી માણસની જેમ જીવન પૂરું કરે છે.
મિત્રો ! સાચા સુખની શેાધમાં નીકળ્યા છે તે ખૂબ ગ'ભીર બની વિચાર કરેા. બાહ્ય વસ્તુ તમને વાસ્તવિક શાન્તિ આપશે ખરી ? આડંબરથી મેળવેલી પ્રતિષ્ઠા ને પૂજા તમારી વિદાય વેળાયે મુખ પર સ્મિતની સુરખી લાવશે ખરી ? મેલે! તમે તા સુખ મેળવવા ખૂખ વર્ષોં ખોં છે અને હજુ ખર્ચી છે. આ પ્રસંગે હું તમને એક પ્રસંગ યાદ કરાવું, જે જગમશહુર છે.—
એક વખત એવા હતા, કે હિટલરના માન અને સ્થાનની જગતના સત્તાધીશેાને ઇર્ષા આવતી, એ જ હિટલરના આજે પત્તો પણ નથી. ઘેાડા જ વર્ષો પૂર્વે એ આખા વિશ્વને ધ્રુજાવતા હતા, એની પાસે લાખ્ખા રણવીર ચાદ્ધાઓ હતા, મહાન મુત્સદીઓ હતા. મદ સેનાનીઓ હતા, અજોડ વ્યૂહ રચય: ૩૧ :
Page #34
--------------------------------------------------------------------------
________________
તાઓ હતા, ચિંતક પ્રચારક હતા, અને એની પાસે આધુનિક અનેકવિધ યુદ્ધની વિશાળ ને વિરાટ સામગ્રી હતી. એના વચન પર આખું જમની પિતાનું ઉનું ઉનું લેહી રેડવા તૈયાર હતું. જગત કહેતું કે હિટલરને જય જ હોય, પરાજય તે સ્વપ્નમાં પણ ન હોય! પણ એ જ જગતને સાંભળવું પડયું ને જેવું પડયું કે, જગતને એ અજોડ સતાધીશ હિટલર ઘડીના છઠ્ઠા ભાગમાં કયાંય ફેંકાઈ ગયો. એનું આજે વિશ્વના પટ પર નામનિશાન પણ નથી-એનું નામ ભૂંસાઈ ગયું. એની પાછળ એના સંસમરણની એક ખાંભી ઉભી કરનાર પણ કઈ નથી, કહે, જે સુખને માટે લેકે ઈષની અગનમાં બળતા હતા, એ હિટલર અને એનું સુખ ક્યાં ગયું? દુનિયાના કેઈપણ માણસને કહેવું જ પડશે, કે એ સુખ પિતાનું ન હતું, પણ પારકું હતું-માગી લાવેલું હતું ક્ષણભંગુર હતુંસંધ્યાના રંગ જેવું અલ્પજીવી હતું ! રડતા આવ્યા પણ હસ્તા જાઓ
એક કવિ કહે છે: જબ તુમ આયે જગતમેં, જગત હસત તુમ રાત, અબ કરણ એસી કરે, તુમ હસત જગ રાત,
આ ચાર પંકિતઓ પર જરા વિચાર કરે, આપણે જગતમાં આવ્યા, જન્મ લીધે ત્યારે રડતા હતા, તે વખતે આપણે નિર્દોષ કાળ હતે. નિદોષ જીવનને લીધે આપણે શું કરીએ છીએ, એ આપણે જાણતા નહોતા. આપણે શા માટે આવ્યા છીએ? સુખ શું? ને વાસ્તવિક સુખના સ્વમાં શા? એ આપણે
: ૩ર ;
લાપી જ ચા વિચાર
વિ ક
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્કૂલ રીતે સમજતા નહતા એટલે રડતા હતા. એ સમયે નિર્દોષ બાળકોને જઈ ઘરના ને ગામના માણસે હસતા હતા, કારણ કે શેઠને ત્યાં પુત્ર જન્મે એટલે આનંદજન્ય હાસ્ય જ હેય ને? પણ હવે તે તમે સમજણા થયા, વિચારક થયા, વેપારી થયા, પ્રૌઢ બુદ્ધિવાળા થયો. હવે દુનિયા એ રીતે છોડવી કે, આપણા મેં પર સદુર્તવ્યનું ને જિંદગી સફળ ક્યનું સ્મિત હોય, આનન્દ હાય, સંતોષની રેખા મેં પર ઉપસતી હોય, સતેષને પ્રકાશ મેં પર ચળકાટ મારતે હેય અને આપણું સકર્તા ને સદ્દગુણેને યાદ કરી લેકે અશુને પ્રવાહ વહાવતા હોય, આ રીતે મરણ થાય તે જાણવું કે જિંદગી મેળવી તે કેળવી!.
પણ તે સમયે હાય! હાય ! મારું શું થશે? મારી મિલ્કતનું શું થશે? મારા કુટુમ્બનું શું થશે? એવા જે દેન્યતાભર્યા શબ્દો ને ઉદ્ગારે નીકળ્યા તે સમજવું, કે જિંદગી મેળવી પણ કેળવી નહિ. અને કેળવ્યા વિનાની જિંદગી તે દીધું હોય તે પણ વય જ છે. - તત્ત્વચિંન્તક કહે છેઃ જેમ માણસ. જૂનાં કપડાં છેડે ને નવાં કપડાં પહેરે છે, તેમ માનવ જીણું શરીર છેડીને નૂતન શરીર ધારણું કરે છે. જેમ જૂનાં વસ્ત્રો છેડીને નવાં કપડાં પહેરતા માણું અને આનંદ આવે છે, તેમ જીણું શરીર છેડતા ને નવા શરીરને ધારણ કરતાં પણ આનંદ થ જોઈએ. સાચા સુખનું લક્ષણ આ જ છે. જૂનું શરીર છેડતા એટલે અનાદિને આ સંસાર અને નૂતન શરીર એટલે આદિ અનંત મેક્ષ ! આ અપૂર્વ મોક્ષ મેળવતાં જીવનના સાચા પ્રવાસીને તે
Page #36
--------------------------------------------------------------------------
________________
આનંદ જ થાય. કારણ કે એનું ભવભ્રમણ ટળે છે, પણ લેકે આજે મરણથી ગભરાય છે, એનું કારણ એ છે કે, એ જાણે છે કે, આપણે જીવનમાં કોઈ સાચી વસ્તુ મેળવી નથી, કાંઇ સદ્ભક્તવ્ય કર્યું નથી, દાન દીધું નથી, શિયળ પાળ્યું નથી, તપ કર્યા નથી, ને ભાવના ભાવી નથી, એટલે અહીંથી મરીને બીજી ગતિમાં ગયા એટલે આ બધું ખલાસ, નવું વસ્ત્ર તે નહીં મળે પણ આ જૂનું વસ્ત્ર પણ નહિ રહે અને નિરાધાર રીતે નરકમાં ને તિર્યંચમાં ભટકવું પડશે, ને તાપમાં ઉઘાડા ટળવળવું પડશે, આજ કારણે માણસ મરણથી ગભરાય છે. " માણસ પાસે સત્તા, સિંહાસન કે ક્રોડ રૂપિયા હોય તે પણ એ આત્મિક વૈભવ વિના સુખી હેત નથી. બહાર એ ભલે સખી દેખાતા હોય પણ એના આન્તરિક જીવનમાં અશાંતિને દાવાનળ સળગતે હોય છે. ચિન્તાઓ એના પર ગીધડાની જેમ ભમતી હોય છે. ફફડાટ એના હૈયાને કીડાની જેમ કરી ખાતે હોય છે, માટે જ કહું છું કે આજની તમારી સુખની કલ્પના અવાસ્તવિક્તામાંથી જન્મેલી છે. સુખ, પૈસા કે વસ્તુમાં નથી પણ આપણા હૃદયમાં હોવું જોઈએ. આપણું હૃદયમાં હશે, તે જગતની દરેક વસ્તુ આનંદના બજાર જેવી લાગશે, એટલે જ જીવન શોધકોએ કહ્યું કે, આપણે આનંદ આપણા હૈયામાં પિટેલે છે, આપણે હૈયામાં આનંદનું સરોવર ભરેલું પડયું છે ! પણ અન્ય મન એ જોઈ શકતું નથી, ને તરસ્યું બંની આખા વિશ્વમાં આનંદજળ પીવા દેડે છે. જેમ કસ્તુરી મૃગની ફૂટીમાં જ હોય છે. પણ એ જાણતું નથી, તેથી આખા વનમાં ભટકે છે. જે દિશાથી પવન આવે છે તે દિશા તરફ
Page #37
--------------------------------------------------------------------------
________________
દેડે છે અને માને છે કે એ દિશામાં કસ્તૂરી હશે, પણ ખરી રીતે એ એની પિતાની પાસે જ છે.
: - આજે આખા વિશ્વમાં પણ આમજ બની રહ્યું છે. જગત બહાર સુખ શેધે છે, પણ અન્તરમાં તે કદી તલાસ કરતું જ નથી. સાચું સુખ મેળવવું હોય તે બાહ્ય પદાર્થોમાંથી મન વાળવું જોઈએ, ઈન્દ્રિય પર વિજય મેળવે જોઈએ જીવનમંથન કરવું જોઈએ, ચિત્ત સ્થિર બનાવવું જોઈએ, અને મનના વધતા વેગને અટકાવવા આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આ રીતે સાધના કરશું તે જ આપણે સાચું સુખ મેળવી શકીશું. આજનો ચેપી રેગ
આત્મિક સુખને પૂર્ણ રીતે નહીં સમજનાર જાપાનીએ પણ ઇન્દ્રિયજય માટે અનેક પ્રયોગ કર્યા છે. જાપાનના ટેકી શહેરના ત્રણ દરવાજા પર ત્રણ મહાકાય વાંદરાનાં પૂતળાં મૂકયાં છે, અને એ ત્રણે પૂતળાં ઈન્દ્રિયજયને બોધપાઠ આપે છે. એક વાંદરાએ આંખ બંધ કરી છે, આંખ બન્ધ કરીને એ એમ કહેવા માંગે છે કે–સારી વસ્તુઓ જેજે અને ખરાબ વસ્તુઓ જેવાને પ્રસંગ આવે તે મારી જેમ આંખ બન્યા કરજે. બીજા વાંદરાએ પોતાના કાન બંધ કર્યા છે, એ એમ ચેતવે છે કે-સારી વાત સાંભળવાને પ્રસંગ આવે તે સાંભળજે અને ખરાબ વાત સાંભળવાની વેળા આવે તે મારી જેમ કામ બંધ કરજે. ત્રીજા વાંદરાએ પોતાનું મોટું બન્ધ કર્યું છે, છે એમ સૂચવે છે કે-સારું બાલવું અને ખરાબ બલવાને પ્રસંગ આવે કે નિન્દા કરવાની વેળા આવે તે મારી જેમ મેં બન્ધ કરી મૌન સેવવું. આ રીતે બાહ્ય આ ત્રણે ઈન્દ્રિ
; રૂપ :
Page #38
--------------------------------------------------------------------------
________________
પર વિજ્ય મેળવનાર પણ સુખ મેળવે છે. તે સંપૂર્ણ રીતે ઈન્દ્રિય પર કાબૂ આવી જાય તે સાચું સુખ મળે એમાં આશ્ચર્ય પણ શું છે ?
પણ આજે લેકેને જીલ્ડા ઈન્દ્રિય ઉપર કાબૂ નથી. નિન્દા કરવાની ટેવ પડી ગઈ છે. આજે એકનું વાટે, આવતી કાલે બીજાનું વાટે, પરમ દિવસે ત્રીજાનું વાટે. આમ વાટ વાટ ને વાટ, બસ વાટવાની જ ટેવ પડી છે ! પણ કેઈના સગુણ ગાવા કે પ્રશંસા કરવી–એની તે ટેવ જ નથી–પણ યાદ રાખજો કેનિદાએ બહુ જ બૂરી ચીજ છે. નિન્દા એ આજને એક જાતને માનસિક ચેપી રોગ છે. માણસ જેમ નિન્દા કરતું જાય તેમ એ શગ અભિવૃદ્ધિ પામતે જાય. ખરજવું થયું હોય છે ને વારંવાર ચળ આવે છે, તે માણસ જેમ જેમ પણ જાય છે તેમ તેમ ચળ ઘટવાને બદલે વધતી જાય છે. તેવી જ રીતે નિન્દાને માટે પણ કહી શકાય. ખૂજલીવાળો ઘણું ખણુને અને વિકૃત બને છે, તેમ નિર્જક પણ પારકી નિન્દા કરી પિતાના જીવનને વિકૃત બનાવે છે. ખુજલી થઈ હોય ત્યારે નાના છોકરાઓને હાથે લુગડાં બાંધે છે ને? તેમ હવે નિર્દકના મોઢે પણ કપડાંના પાટા બાંધવાની જરૂર છે, કારણ કે નિન્દકે પણ બાળકની જેમ અજ્ઞાન છે. નિન્દકે નિન્દા કરીને સુખ મેળવતા નથી, પણ સુખ ઈ રહ્યા છે. માટે સુખના શોધકોએ વાચા આદિ ઈન્દ્રિય પર કાબૂ-વિજય મેળ વવા પ્રયત્ન કરવો જોઈએ.
તમે જોઈ ગયા કે, ઈન્દ્રિય પર સંયમ ને બાહ્ય વસ્તુ એને ત્યાગ, આ બે વસ્તુઓ દ્વારા સુખને સાક્ષાત્કાર થાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
એમાં પણ ત્યાગથી જે જીવન-તૃપ્તિ થાય છે તે અલોકિક છે, એ માટે પ્રભુ શ્રી મહાવીર દેવનું જીવન: આપણને દષ્ટાંતરૂપ છે. તે જ રીતે શ્રી રામચંદ્રજીને જીવનપ્રસંગ આદશ રૂપ છે. ભવ્ય છતાં કરુણ છે! જ્યારે ત્યાગને આ પ્રસંગ સાંભળતાં આપણું હેયા ભરાઈ જાય છે ને નયન આંસુથી છલકાઈ જાય છે પણ, આમાંથી તે આપણે પ્રેરણા લેવાની છે, આ પ્રસંગ આપણને એ જ સૂચવે છે કે આશા-અભિલાષાને કચડીને પણ જે ત્યાગ કરે છે, તે ઉચ્ચ આદર્શના શિખરે પહેચે છે. જે આશા કે અભિલાષા વિના જ સંપૂર્ણ ત્યાગ કરાય, તે તે પછી પૂછવું જ શું?
આ પ્રસંગે ગંભીર રીતે વિચારજે, સુખ રાજ્યમાં હતું કે વનમાં ! ભેગમાં હતું કે ત્યાગમાં સિંહાસનમાં હતું કે હેયામાં? હૈયામાં આનંદ ન હતા તે રામનું તે જ પળે હૃદય બન્ય પડી જાત, પણ એવું કાંઈ ન થયું. પણ ઉલટ, સાપ કાંચળી ઉતારીને ચાલ્યો જાય તેમ રાજ્યમોહ છોડી એ વનમાં ચાલતા થયા. કારણ કે એ જાણતા હતા કે ત્યાગ ને હૈયામાં હશે તે જીવન સદા સુખથી છલોછલ ભરેલું જ રહેશે. માટે કહું છું કે ઈન્દ્રિય પર કાબૂ મેળવવાથી આત્મા શાન્ત બને છે, ને ત્યાગ કરવાથી આત્મા નિલેપ બને છે–આ બે અજોડ સાધના પ્રતાપે આત્મા, આત્મામાં જ સુખને પ્રજાને જુએ છે. આજના દૃઢ કલાકના પ્રવચનમાં સાચા સુખની શોધમાં જે સાધને બતાવ્યાં છે, તેને અપનાવે તેને માટે આ ભવ સફલ બને છે. સૌ આ રીતે સાચા સુખના ભોકતા બને અને જીવનના સર્વોત્તમ શિખરે પહેરે એવી શુભેચ્છા.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિ-સૌમ્યત્વ
પ્રકૃતિ-સૌમ્યત્વ એ એવે ગુણ છે કે એ જેની પ્રકૃતિમાં વણાયો હોય તેને જેમ શાંતિ આપે છે, તેમ તેના સમાગમમાં આવનારને પણ શાંતિ આપનાર બને છે. આ ગુણ આખા સંસારને સુખમય બનાવનાર છે, મધુરી હવા ફેલાવનાર છે, અને મિથ્થા બંધાઈ ગયેલી દ્રઢ માન્યતાને કેવી રીતે ગાળવી તેને ઉકેલ કરનાર પણ આ પ્રકૃતિ-સૌમ્ય નામને જ ગુણ છે. - સામા માણસની કાંઈક ભૂલને લીધે, તેને જોતાં તમને અણગમો ઉત્પન્ન થાય, છતાં તમે તેને તક આપે, જેમ તમને હૈયું, લાગણી, ભાવના છે, તેમ તેને પણ તે બધું છે. કદાચ તેણે ભૂલથી અગર સંસારના સંગેની વિષમતાને લીધે કંઈક ખરાબ કાર્ય કર્યું હોય તે પણ તમે તેને એકવાર જરૂર ક્ષમા આપો. ” .
જેમ સાગરની અંદર ભરતી-ઓટ આવે છે, તેમ માનવીની ભાવનાઓમાં પણું ભરતી-ઓટ આવે છે. જેમ તમે પોતે કાંઇક ભૂલ કરી હોય અને તમને પશ્ચાત્તાપ થાય અને પછી
૩૮:
Page #41
--------------------------------------------------------------------------
________________
એમ થાય કે મને આ તકે માફી આપે અને સજા ન કરે તે સારું. તેમ સામે માણસ પણ પશ્ચાત્તાપ કરીને તમારી પાસેથી માફી ઈચ્છે છે, નહિ કે સજા!
+ માનવીની મહાન ક્ષતિ જે હોય તે તે આ છે મનુષ્ય જેટલો પિતાને ગુને, પોતે કરેલી ભૂલ, છૂપાવવાને ઈરછે છે, તે કરતાં સામા માનવીને ગુને, તેણે કરેલી ભૂલ, પ્રગટ કરવામાં અનેક ગુણે આતુર હોય છે, પણ ઊંડા ઉતરીને વિચાર કરશે તે માલુમ પડશે કે જેમ તમારું હૈયું ક્ષમા માટે ઝંખે છે, તેમ સામા માણસને પણ તમારા જેવી જ ઝંખના રહે છે. એની આ આંખે પણ ક્ષમાની ભીખ માંગતી હોય છે. જેનામાં સામા માણસના હૈયાને, દિલને પારખવાની શકિત નથી તે માનવી નથી. માનવજીવન જીવવાને પણ લાયક નથી ! તેમ તમે પણ કેઈના સંજોગેને વિચાર ન કરી શકતા હૈ, સામાની લાગણીની કદર ન કરી જાણતા હે તે તમે પણું દાનની કટિમાં જ ગણાઓ. - ઈતિહાસનું અવલોકન કરશે તે એવા અનેક દાખલાઓ મળશે. જે ઘણું ભયંકર ભૂલ કરવા છતાં કેઈક સુંદર તક મળતા સુધરી ગયા, ઉન્નતિના શિખરે પહોચી ગયા, આ વાત ધ્યાનમાં રાખી તમે વર્તનમાં સામા માટે એવી ભાવના કેળવો કે, આજે એ ભલે બુરે હોય પણ કાલે મારા સહવાસથી જરૂર સુધરશે અને તે માટે તમે તમારા હૃદયના દરવાજા ખેલી તેની વાત સાંભળે, તેને માટે તમારા હૈયામાં જે ગાંઠ બંધાઈ ગઈ હોય તેને દૂર કરે, અને તેને જાતે જ સુધરવાની તક આપો, તેને અનુતાપ કરવાને અવસર આપે. તે તે જરૂર સુધરશે.
: ૩૯ :
Page #42
--------------------------------------------------------------------------
________________
સામા માણસની વાત સાંભળતા તમે જાગૃત જરૂર રહે, ચેતતા જરૂર રહે, સાચા-ખોટાની પારખ કરતા રહે પણ સાંભળો તે. જરૂર! અમાવાસ્યાની ઘોર અંધારી રજનીમાં પણ તારલા હેય છે કે નહિ?તેનું થોડું ઘણું પણ તેજ ખરું કે નહિ? તે તારલાને ભરેસે પણ તેની સામે મીટ માંડે, તેના પાપી હૃદયમાં પણ તારલિયા જેટલું સત્વ તે જરૂર હશે! એ કાળા હૈયામાં પણ એક દિવસ ચંદ્ર જરૂર ઉગશે, પૂર્ણ કળાએ ખીલી નીકળશે, આ દષ્ટિ કેળવીને તમે તેને તક આપવાને ઉદાર બને. તમારી જાત માટે જે વિચાર કરે છે, તે સામા માણસ માટે પણ વિચાર કરશે. આપણે એમ ન માની લેવું જોઈએં કે હું સુવર્ણમાંથી ઘડાયેલો છું અને બીજા પિત્તળમાંથી. બીજા બધા ખરાબ : અને હું એક જ સારે છું; આવી કદાગ્રહી દષ્ટિ જે તમારા જીવજ્યાં વ્યાપક બની ગઈ તે તમે સંસારમાં આગળ વધી શકવાના પણ નથી.
કેટલાક કહે છે કે, સગા બાપના વચન ઉપર પણ વિશ્વાસ ન કરે, વિશ્વાસથી ડગલું ભરવા લાયક આ પૃથ્વી રહી નથી. દુનિયા એવી છે કે અવસરે ખસી જાય, આ માન્યતાવાળો માનવી પોતાના આત્માને વધારી શક્તા નથી. હું એમ નથી કહેતા કે કેઈના પર તમે સંપૂર્ણ વિશ્વાસ મુકી દે. હું તે
એટલું જ કહું છું કે જાગૃતિ પૂર્વકનો વિશ્વાસ તે તમે જરૂર રાખે. જાગૃતિ પૂર્વકના પ્રકાશની અંદર જીવવું, એ જીવનની કઈ એર લહેજત છે, એની મધુરતા કેઈ અલૌકિક છે. જ્યારે પ્રેમનું વાતાવરણ વિશ્વાસની સુવાસથી મિશ્રિત બને છે. ત્યારે આપણું જીવન કઈ અલોકિક બની જાય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
આજે આપણે અવિશ્વાસને લીધે જ સત્યને અસત્ય,હિંસા ને અહિંસા, દેવી-સંપત્તિ ને આસુરી-સંપત્તિ, પાશવતા ને માનવતા વગેરેને પૂર્ણ રીતે સમજી શકતા નથી. સંસારમાં પ્રકાશ પાથરી શકતા નથી અને આત્માને ઉન્નત બનાવી શકતા નથી.
અવિશ્વાસના અંધારાને લીધે જ સામા માણસના હૃદયમાં જે અવિશ્વાસનું અંધારું હોય છે તે આપણા હૃદયમાં પેસી જાય છે. પ્રકૃતિ-સૌમ્યત્વ નામના ગુણને સ્વભાવ પ્રકાશ છે. અને તે આવતા અંધકારને અટકાવે છે, રેકે છે, અવરોધ કરે છે! - પ્રકૃતિ-સૌમ્યત્વ નામને સદ્દગુણ એ આપણને ઉલ્લેષણ કરીને કહે છે કે, સહિષ્ણુ બને ને સંસારમાં કડવા ઘૂંટડા ગળી જતા શીખે. આટલું જ નહિ પણ ઝેરના ઘડા પીતા પણ શીખે. સંસારને જે શાંતિમય, પ્રેમમય અને ભાવનામય બનાવ હોય તો આ પ્રકૃતિ સૌમ્યત્વ નામના ગુણની સુવાસ જીવનમાં મહેકાવી દે!
: ૧ :
Page #44
--------------------------------------------------------------------------
________________
જાગ, ઓ મહાવીરના સપૂત!
. એ મહાવીરના સંતાન! જાગ ! ઊભું થઈ જા! જરા આંખ ખોલીને જે ! તારી જ નજર સામે દીન, હીન, અનાથ ને ગરીબ માનવ અન્ન વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ ટૂંક સુંદર ને સ્વાદિષ્ટ ભેજન, ઠંડે કલેજે કેમ આવેગી શકે? તારી બાજુમાં જ વસતા તારા ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું પણ વસ્ત્ર ન મળતું હોય, ત્યારે તું દયાવાત કહેવાતે, સુંદર વસ્ત્રોમાં સજજ બની મહાલી કેમ શકે? તારા જ ભાઈઓ વેર-ઝેર ને હૈષની મહાજવાળામાં સળગતા હોય, ત્યારે તે વિલાસ ને વિનેદની માદકશધ્યામાં કેમ પઢી શકે? આ જોતાં તારું ખૂન આજે વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ તને નથી લાગતું? તું તારા પુનિત પિતા શ્રી મહાવીરના સિદ્ધાન્તને દ્રોહ તે નથી કરતા ને? તારા હાથે આવું કૂર પાપ થાય, એ હું ઈચ્છતું નથી. હું ઈચ્છું છું તારા અમર વિજયને!
Page #45
--------------------------------------------------------------------------
________________
. કારણ કે તે જૈન છે! તારી પાસે બે પાંખે છે અહિંસા અને સત્યની ! આ બે પાંખે કપાઈ જતાં તું જેન મટી “જન” બની જઇશ! તારી શોભા આ બે દિવ્ય પાંખમાં જે છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી છે! તને ગગનવિહારી બનાવનારી છે. આ અહિંસા ને સત્યની પાંખેથી તે હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિને સંદેશ પાઠવી શકીશ, શાન્તિને દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તે સમજજે કે તું પંગુ છે, લંગડે છે. તારી આ બે પ્રિય પાંખે. પ્રમાદથી રખે કપાઈ જાય! માટે જાગૃત બન! કાં ખાવાં છેડી દે! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુકિત નહિ મળે ! મુકિત મેળવનાર શ્રી મહાવીરને તે યાદ કર, એણે કેવાં મહાન શુભ કાર્યો કર્યા હતાં ! જે
જેણે ધેયપૂર્વક નર-પિશાચને સામને કરી, ભયભીતને નિભીક બનાવી અને માનવમાં રહેલી અખૂટ શકિતને પર બતાવી મહાવીર પદ પ્રાપ્ત કર્યું હતું ! ' ; ;
જેણે સાંવત્સરિક દાન દઈ, અઢળક સંપત્તિ વષવી અને દીન, હીન, અનાથ ને ગરીબેને યથાગ્ય દાન વડે સુખી ' બનાવી-દાનવીર પદ વિભૂષિત કર્યું હતું! . .
જેણે વૈભથી છલકાતાં રાજમનિરોને છેડી, પિતાના પ્યારા પ્રિયજનથી વિખૂટા પડી અને મહામોહને પરાજય કરી-ત્યાગવીર પદ સુશોભિત કર્યું હતું !
જેણે ગિરિકનારાઓમાં ધ્યાનમગ્ન રહી, વાસનાઓને નાશ કરી અને ઈન્દ્રિયો પર વિજય મેળવી-શૂરવીર પદ શોભાવ્યું હતું!
Page #46
--------------------------------------------------------------------------
________________
જેણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ ને અકિંચનને પોતાના જીવનમાં વણ, એને જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી–ધમવીર પદ અલકૃત કર્યું હતું ! એ જ નરવીરને તું પુત્ર!
જેના નામથી પ્રેરણાને દીપક પ્રગટે! એ મહાવીરને પુત્ર બની, તું આમ નિમૌલ્ય જીવન જીવે, એ તને શોભે ખરું? ઉઠ ! પ્રાણવાન થા! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફેંક! તારા વિનિથી દિશાએ કંપી જાય એવી જયશેષણા કર ! પાપના પડદા ચીરાઈ જાય એવું તેજ તારી આંખમાં લાવ! હિમ્મત ને ઉત્સાહથી આગેકદમ ભર ! તારી અદમ્ય શકિતએને પરચો જગતને બતાવ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી, એમને અમર બનાવ! ખાલી વાયડી વાતે ના કર. આચારણ વિહેણું ભાષણેથી કાંઈ વળે તેમ નથી, એવા નિમીલ્ય ભાષણે સાંભળી–સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી છે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચારિત્ર જે દુનિયા જિંગ બની જાય !
કડક શિસ્ત કેળવ! જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળવો પોકાર! વાસનાઓને સમૂળગે નાશ કર ! આ તારા વિકાસના માર્ગમાં અન્તરાય કરનારને ઉખેડીને ફેંકી દે! જરા પણ ગભરાઈશ નહિ ! કેઈથી અંજાતે નહિ ! કેઈની શેમાં તણાતે નહિ! જા ! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિદ્ધાંતેને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહા-કાર્યમાં લાગી જ.
Page #47
--------------------------------------------------------------------------
________________
વિજળીના ભાગે આવા કડક તિ
પણ યાદ રાખજે! નૈતિક સંયમથી કમ્મર બરાબર કસીને જ આ માર્ગે પ્રયાણ કરજે. સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગ્રતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપથે વિહરજે !
વિજળીના ઝબકારા થાય કે વિપત્તિના વટેળીયા વાય; બ્રહ્માંડના કાન ફાડી નાખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગર્જનાઓ થાય; તેય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ, નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતાં પહેલાં એક ડગલું પણ માર્ગથી ખસવું એ મહાપાપ છે. એ દિવ્ય સંદેશને ભૂલતે નહિ! વિશ્વમાં એવી કઈ શક્તિ નથી જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે! દુનિયામાં એવી કઈ વસ્તુ નથી, જે તને તારા માર્ગથી ભ્રષ્ટ કરે ! તારી ઉગ્ર તમન્ના જોઈ પહાડ પણ તારા માર્ગમાંથી ખસી જશે! તારી વિરાટ શકિત જેઈ સાગર પણ તને માર્ગ આપશે!તારે દઢ સંકલ્પ જોઇ, સિંહ જેવા રાજાધિરાજે પણ ચરણમાં આળોટશે ને તારાં અંગરક્ષક બનશે. આ કલ્પના નથી, વાકપટુતા કે લેખનકળા નથી, પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે! આવું બન્યું છે, અને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે. વિજ્યશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે!
'આ માર્ગમાં કાંટા પણ છે ને કીચડ પણ છે, કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખેંચી ન જવાય તે માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા આત્માની અનન્ત
: રૂપ;
Page #48
--------------------------------------------------------------------------
________________
વિરાટ શક્તિઓને તારી વીર-ગજનાથી વિપત્તિઓ કંપી ઉઠશે. ઈન્દ્રિયે ધ્રુજી ઉઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અન્ધકાર નાશ પામશે, અનન્ત પ્રકાશથી ઝળહળતે દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી, તારું સુસ્વાગતમ કરશે !
પ્યારા અમતના ભેકતા આત્મન ! અધિક તેને શું કહું? હવે તારું વિરાટ રૂપ વિશ્વને દેખાડ જઈએ! હાલો શક્તિઓના ભંડાર આત્મન ! તારા શકિતઓના ભંડારમાંનું એક અમૃ. રત્ન વિશ્વના ચોગાનમાં મૂક જોઈએ ! પ્રિય પ્રકાશમાં વિહરન આત્મન ! તારા શાશ્વત પ્રકાશનું એક કૃપાકિરણ આ વિશ્વ ૫ ફેક જોઈએ, વિશ્વ, તારા જવલન્ત પ્રકાશ માટે ઝંખી રહ્યું છે વીર સપૂત આ કામ નહિ કરે તે પછી કોણ કરશે? આ માટે આજે જ દીપાવલિના પતિત પાવન દિવસે અણન. નિશ્ચયપૂર્વક ભાર કદમ વિજયકૂચ ભણી !
જજ
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રેરક વચનો
અહિંસા એ સુંદર સરિતા છે, અનેક તૃષિત હેયાં એના જળથી તરસ છીપાવે છે. અહિંસા-એ સેતુ છે, કે જે બે
ખૂટાં ઠેષી હયાઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ . જે પિતાની માદક સૌરભથી જગતને પ્રફુલ્લિત કરે છે.
સા એ વસન્તની કોયલ છે, જે પોતાના મધુર સંગીતથી સાના ત્રાસથી ગ્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે. અહિંસા
જ વિશ્વશાન્તિને અમેઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં ન્તિનું સામ્રાજ્ય સ્થાપવાને બીજે એકે ઉપાય નથી જ.
સાની અમરચન્દ્રિકા જ વિશ્વ પર અમૃત વર્ષાવશે! હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળની મ ચૂંસી રહ્યો છે. હિંસાની ભાવનાએ જ એક રાષ્ટ્ર બીજા
ને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હાળી સળગાવી છે. હિંસાના સામ્રાજ્યએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે. હિંસક ધર્મો નિર્દોષ પશુએના ભાગ લઈ રહ્યા છે, માટે આચારમાં અહિંસા કેળવે.
મનાં નામે હેમાતા પશુઓનું રક્ષણ કરે. જાતિવાદના નામે ધિક્કારતા દંલિત વર્ગને ઉદ્ધાર કરે. અહિંસા એ અમૃત છે. એનું તમે પાન જરૂર કરે ! તમે અમર બનશે. બીજાઓને એનું પાન કરાવે તે દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાને સંચાર થશે!
Page #50
--------------------------------------------------------------------------
________________
વીરના સપૂત! તું મરવા નથી જ પણ અમર બનવા માટે સજા છે. અમર બનવા માટે તારા જીવનને ઉમદા હિસાબ દુનિયાને આપતો જા. દાનવતાનું તાંડવ નૃત્ય કરતા જગતને માનવતામાં વિશ્રાન્તિ પમાડતો જા. માનવીના કાળમીંઢ હૈયા પર દિવ્ય પ્રેમ અને વિશ્વ વાત્સલ્યનાં છાંટણું છાંટતે જા. માનવીનું ભાવી ઉજ્જવળ થાય એ માટે તારા જીવનને શુભ પ્રકાશ ધરા પર પાથરતે જા. અવિશ્વાસુ વિશ્વના હૃદયમાં, સ્થાયી વિશ્વાસની સૌરભ મહેકાવતે જા, સ્વાર્થની પરાધીનતામાં જકડાયેલા માનવીને પરમાર્થની વાસ્તવિક આઝાદી અપાવતે જા. જીવનને અમર બનાવવાને આ જ અમેઘ અને અજોડ ઉપાય છે!
મારા અનન્તના પ્રવાસી મિત્રો! તમે શાતિ અને ગંભીર તાથી વિચાર કરે. તમે બહારથી સુંદર અને ભલા દેખાવાને પ્રયત્ન કરે છે. પણ અંદર તમારું મન બેડલ ને બૂરું હશે, તે બહારને કૃત્રિમ દેખાવ શું કામ લાગવાને છે? જગતને કદાચ છેતરી શકશે, જગતની આંખમાં ધૂળ નાખી શકો પણ સદા જાગૃત રહેતા તમારા જીવન-સાથી આત્મ–દેવને કેમ કરી છેતરી શકશે? એની આંખમાં ધૂળ કેવી રીતે નાખશે? બેલ, મારા મિત્રો ! બેલે ! આત્મદેવ આગળ તે તમે નગ્ન થઈ જવાના છે! તે વખતે તમારી આંખમાં ધૂળ પડશે તેનું શું?
વમલસાગર
Page #51
--------------------------------------------------------------------------
________________
V
. . વીર બનો!. વિર થજે એ મારા પુત્રો !
વીર થજે નરવીર થજો. ધીર થઈને ધેયં ધરીને,
- અમર પંથના પથિક થજો. ૧ કઈ કદી જો તુમ માર્ગમાં, '
- કંટક લાવીને નાખે; તે પણ માઁ કદી ન ડરતા,
એ કંટક પુષ્પ થાશે. ૨ હર્ષ-શોક કે સુખ-દુઃખ કેરાં, * * વાદળ જીવનમાં આવે; મસ્તી ભર્યું એક હાસ્ય કરે છે,
એ સઘળાં મૃત્યુ પામે. ૩ રહે નિરંતર અડોલ નિશ્ચલ,
શ્રદ્ધા મનમાં સૌ લાવે; આત્માને પડકાર ઝીલીને, |
મુકિત મન્દિરમાં આવે. ૪
?
રાજ
.
:
Page #52
--------------------------------------------------------------------------
________________
政順
મૈત્રી
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧
પ્રમાદ
ગુણથી ભરેલા ગુણી–જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સ ંતાના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ર કાણ્ય
દીન, ક્રુર ને ધમ વહેાણા, દેખી દિલમાં દ' રહે; કરુણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્રત વહે. ૩ માધ્યસ્થ
માગ ભૂલેલા જીવન—પથિકને, માગ ચિંધવા ઊભેા રહું; કરે ઉપેક્ષા એ માગની, તાયે સમતા ચિત્ત ધરું, ૪ ઉપસ’હાર
મૈત્ર્યાદિ આ ચાર ભાવના, હૈયે ચન્દ્રપ્રભ લાવે; વેર-ઝેરના પાપ તજીને, મંગળ ગીતા એ ગાવે. ૫
—ચિત્રભાનુ
Page #53
--------------------------------------------------------------------------
________________
ચિત્રભાનુ સંપાદિત ગ્રંથા |
વીતરાગ સ્તોત્ર
૩-૦-૦
ભારતની વિરલ વિભૂતિ
ભેટ
સુધાસ્યન્દિની [ આવૃત્તિ ત્રીજી ].
હવે તો જાગો !
સૌરભ
૧-૧૨-૦
૦-૬-૦
સમયનો સંદેશ [ આવૃત્તિ બીજી ].
: પ્રાપ્તિસ્થાન : શાહ બાલુભાઇ રૂગનાથ અંબાજીને વડ–ભાવનગર
Page #54
--------------------------------------------------------------------------
________________ પ રિ ચ ય જૈન મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજીને મને અણધાર્યો પરિચય થયો. એમને પહેલીવાર સાંભળતાં તેમના તરફ મને સ્વાભાવિક આકર્ષણ થયું. તેમના વ્યાખ્યાનમાં ઊંડ' ચિન્તન, ૨૫ષ્ટ નિર્મળદષ્ટિ, વાસ્તવિક પરિસ્થિતિ વિષે સમાનતા અને ભાવનાનું પ્રાબુઢય અનુભવ ગોચર થતાં હતાં. તેમનું વકતૃત્વ પણ મેહક મારા મન ઉપર એક એવી છાપ પડી છે કે આ મુનિશ્રી પાસે ઉછવનની એક સમગ્ર અને સમન્વય સાધતી દૃષ્ટિ છે; જગતના, દેશના, માનવસમાજના વત'માન પ્રશ્નો વિષે તેમની પાસે સ્પષ્ટ માહિતી છે. અને એ પ્રશ્નોના ઉકેલ માટે આવશ્યક એવી નિર્મળ પ્રજ્ઞા પણ તેઓ ધરાવે છે. કાષ્ટ, સંકુચિત વાડામાં “અટ. વાઈ ગયા સિવાય જીવનને સર્વ ગ્રાહી રીતે અવલોકવા માટેની તેમની તત્પરતા ખરેખર પ્રશસ નીય છે અળવજેતરાય મહેતા ( ભાત સંસદ સભ્ય) ભાવનગર