________________
પર વિજ્ય મેળવનાર પણ સુખ મેળવે છે. તે સંપૂર્ણ રીતે ઈન્દ્રિય પર કાબૂ આવી જાય તે સાચું સુખ મળે એમાં આશ્ચર્ય પણ શું છે ?
પણ આજે લેકેને જીલ્ડા ઈન્દ્રિય ઉપર કાબૂ નથી. નિન્દા કરવાની ટેવ પડી ગઈ છે. આજે એકનું વાટે, આવતી કાલે બીજાનું વાટે, પરમ દિવસે ત્રીજાનું વાટે. આમ વાટ વાટ ને વાટ, બસ વાટવાની જ ટેવ પડી છે ! પણ કેઈના સગુણ ગાવા કે પ્રશંસા કરવી–એની તે ટેવ જ નથી–પણ યાદ રાખજો કેનિદાએ બહુ જ બૂરી ચીજ છે. નિન્દા એ આજને એક જાતને માનસિક ચેપી રોગ છે. માણસ જેમ નિન્દા કરતું જાય તેમ એ શગ અભિવૃદ્ધિ પામતે જાય. ખરજવું થયું હોય છે ને વારંવાર ચળ આવે છે, તે માણસ જેમ જેમ પણ જાય છે તેમ તેમ ચળ ઘટવાને બદલે વધતી જાય છે. તેવી જ રીતે નિન્દાને માટે પણ કહી શકાય. ખૂજલીવાળો ઘણું ખણુને અને વિકૃત બને છે, તેમ નિર્જક પણ પારકી નિન્દા કરી પિતાના જીવનને વિકૃત બનાવે છે. ખુજલી થઈ હોય ત્યારે નાના છોકરાઓને હાથે લુગડાં બાંધે છે ને? તેમ હવે નિર્દકના મોઢે પણ કપડાંના પાટા બાંધવાની જરૂર છે, કારણ કે નિન્દકે પણ બાળકની જેમ અજ્ઞાન છે. નિન્દકે નિન્દા કરીને સુખ મેળવતા નથી, પણ સુખ ઈ રહ્યા છે. માટે સુખના શોધકોએ વાચા આદિ ઈન્દ્રિય પર કાબૂ-વિજય મેળ વવા પ્રયત્ન કરવો જોઈએ.
તમે જોઈ ગયા કે, ઈન્દ્રિય પર સંયમ ને બાહ્ય વસ્તુ એને ત્યાગ, આ બે વસ્તુઓ દ્વારા સુખને સાક્ષાત્કાર થાય છે.