________________
દેડે છે અને માને છે કે એ દિશામાં કસ્તૂરી હશે, પણ ખરી રીતે એ એની પિતાની પાસે જ છે.
: - આજે આખા વિશ્વમાં પણ આમજ બની રહ્યું છે. જગત બહાર સુખ શેધે છે, પણ અન્તરમાં તે કદી તલાસ કરતું જ નથી. સાચું સુખ મેળવવું હોય તે બાહ્ય પદાર્થોમાંથી મન વાળવું જોઈએ, ઈન્દ્રિય પર વિજય મેળવે જોઈએ જીવનમંથન કરવું જોઈએ, ચિત્ત સ્થિર બનાવવું જોઈએ, અને મનના વધતા વેગને અટકાવવા આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આ રીતે સાધના કરશું તે જ આપણે સાચું સુખ મેળવી શકીશું. આજનો ચેપી રેગ
આત્મિક સુખને પૂર્ણ રીતે નહીં સમજનાર જાપાનીએ પણ ઇન્દ્રિયજય માટે અનેક પ્રયોગ કર્યા છે. જાપાનના ટેકી શહેરના ત્રણ દરવાજા પર ત્રણ મહાકાય વાંદરાનાં પૂતળાં મૂકયાં છે, અને એ ત્રણે પૂતળાં ઈન્દ્રિયજયને બોધપાઠ આપે છે. એક વાંદરાએ આંખ બંધ કરી છે, આંખ બન્ધ કરીને એ એમ કહેવા માંગે છે કે–સારી વસ્તુઓ જેજે અને ખરાબ વસ્તુઓ જેવાને પ્રસંગ આવે તે મારી જેમ આંખ બન્યા કરજે. બીજા વાંદરાએ પોતાના કાન બંધ કર્યા છે, એ એમ ચેતવે છે કે-સારી વાત સાંભળવાને પ્રસંગ આવે તે સાંભળજે અને ખરાબ વાત સાંભળવાની વેળા આવે તે મારી જેમ કામ બંધ કરજે. ત્રીજા વાંદરાએ પોતાનું મોટું બન્ધ કર્યું છે, છે એમ સૂચવે છે કે-સારું બાલવું અને ખરાબ બલવાને પ્રસંગ આવે કે નિન્દા કરવાની વેળા આવે તે મારી જેમ મેં બન્ધ કરી મૌન સેવવું. આ રીતે બાહ્ય આ ત્રણે ઈન્દ્રિ
; રૂપ :