________________
આનંદ જ થાય. કારણ કે એનું ભવભ્રમણ ટળે છે, પણ લેકે આજે મરણથી ગભરાય છે, એનું કારણ એ છે કે, એ જાણે છે કે, આપણે જીવનમાં કોઈ સાચી વસ્તુ મેળવી નથી, કાંઇ સદ્ભક્તવ્ય કર્યું નથી, દાન દીધું નથી, શિયળ પાળ્યું નથી, તપ કર્યા નથી, ને ભાવના ભાવી નથી, એટલે અહીંથી મરીને બીજી ગતિમાં ગયા એટલે આ બધું ખલાસ, નવું વસ્ત્ર તે નહીં મળે પણ આ જૂનું વસ્ત્ર પણ નહિ રહે અને નિરાધાર રીતે નરકમાં ને તિર્યંચમાં ભટકવું પડશે, ને તાપમાં ઉઘાડા ટળવળવું પડશે, આજ કારણે માણસ મરણથી ગભરાય છે. " માણસ પાસે સત્તા, સિંહાસન કે ક્રોડ રૂપિયા હોય તે પણ એ આત્મિક વૈભવ વિના સુખી હેત નથી. બહાર એ ભલે સખી દેખાતા હોય પણ એના આન્તરિક જીવનમાં અશાંતિને દાવાનળ સળગતે હોય છે. ચિન્તાઓ એના પર ગીધડાની જેમ ભમતી હોય છે. ફફડાટ એના હૈયાને કીડાની જેમ કરી ખાતે હોય છે, માટે જ કહું છું કે આજની તમારી સુખની કલ્પના અવાસ્તવિક્તામાંથી જન્મેલી છે. સુખ, પૈસા કે વસ્તુમાં નથી પણ આપણા હૃદયમાં હોવું જોઈએ. આપણું હૃદયમાં હશે, તે જગતની દરેક વસ્તુ આનંદના બજાર જેવી લાગશે, એટલે જ જીવન શોધકોએ કહ્યું કે, આપણે આનંદ આપણા હૈયામાં પિટેલે છે, આપણે હૈયામાં આનંદનું સરોવર ભરેલું પડયું છે ! પણ અન્ય મન એ જોઈ શકતું નથી, ને તરસ્યું બંની આખા વિશ્વમાં આનંદજળ પીવા દેડે છે. જેમ કસ્તુરી મૃગની ફૂટીમાં જ હોય છે. પણ એ જાણતું નથી, તેથી આખા વનમાં ભટકે છે. જે દિશાથી પવન આવે છે તે દિશા તરફ