________________
એમાં પણ ત્યાગથી જે જીવન-તૃપ્તિ થાય છે તે અલોકિક છે, એ માટે પ્રભુ શ્રી મહાવીર દેવનું જીવન: આપણને દષ્ટાંતરૂપ છે. તે જ રીતે શ્રી રામચંદ્રજીને જીવનપ્રસંગ આદશ રૂપ છે. ભવ્ય છતાં કરુણ છે! જ્યારે ત્યાગને આ પ્રસંગ સાંભળતાં આપણું હેયા ભરાઈ જાય છે ને નયન આંસુથી છલકાઈ જાય છે પણ, આમાંથી તે આપણે પ્રેરણા લેવાની છે, આ પ્રસંગ આપણને એ જ સૂચવે છે કે આશા-અભિલાષાને કચડીને પણ જે ત્યાગ કરે છે, તે ઉચ્ચ આદર્શના શિખરે પહેચે છે. જે આશા કે અભિલાષા વિના જ સંપૂર્ણ ત્યાગ કરાય, તે તે પછી પૂછવું જ શું?
આ પ્રસંગે ગંભીર રીતે વિચારજે, સુખ રાજ્યમાં હતું કે વનમાં ! ભેગમાં હતું કે ત્યાગમાં સિંહાસનમાં હતું કે હેયામાં? હૈયામાં આનંદ ન હતા તે રામનું તે જ પળે હૃદય બન્ય પડી જાત, પણ એવું કાંઈ ન થયું. પણ ઉલટ, સાપ કાંચળી ઉતારીને ચાલ્યો જાય તેમ રાજ્યમોહ છોડી એ વનમાં ચાલતા થયા. કારણ કે એ જાણતા હતા કે ત્યાગ ને હૈયામાં હશે તે જીવન સદા સુખથી છલોછલ ભરેલું જ રહેશે. માટે કહું છું કે ઈન્દ્રિય પર કાબૂ મેળવવાથી આત્મા શાન્ત બને છે, ને ત્યાગ કરવાથી આત્મા નિલેપ બને છે–આ બે અજોડ સાધના પ્રતાપે આત્મા, આત્મામાં જ સુખને પ્રજાને જુએ છે. આજના દૃઢ કલાકના પ્રવચનમાં સાચા સુખની શોધમાં જે સાધને બતાવ્યાં છે, તેને અપનાવે તેને માટે આ ભવ સફલ બને છે. સૌ આ રીતે સાચા સુખના ભોકતા બને અને જીવનના સર્વોત્તમ શિખરે પહેરે એવી શુભેચ્છા.