________________
અને પિતાના વિચારામાં રહેલી ત્રુટીઓ પણ જણાય, માટે ચિત્તની સ્થિરતા કેળવે. અને ચિત્તની સ્થિરતા લાવવા માટે પૂર્વભૂમિકા રૂપે બ્રહ્મચર્યને બરાબર પાળે.
અસંયમ ને પતન
બ્રહ્મચર્ય પળાય એટલે ભૂમિકા શુદ્ધ થાય. પછી પ્રમાણિક્તા વગેરે ગુણે આવી એમાં પ્રતિબિંબિત થાય. ભૂમિકા અશુદ્ધ હોય તે આવેલી પ્રમાણિક્તા શોભે નહિ, અરે ટકે પણ નહિ, તમારામાં પ્રમાણિકતા છે કે નહિ? આજની સ્થિતિ તપાસે. કાયમ એક ધ્યાનથી પૂજા વગેરે કરનારનું પણ ત્યાંથી બહાર નીકળ્યા પછીનું જીવન તપાસો. ગ્રેવીસ કલાકનું Time table ટાઈમ ટેબલ તપાસે. દુનિયામાં લગભગ બધે અપ્રામાણિક તરીકેની એની છાપ હશે! પણ પહેલાંના સમયને અમેરીકાને એક દાખલો આપું –
એક છાપાને ફેરી દેઢ છાપા લઈને વેચવા નીકળે. એને અણધાયું ઘરનું કામ આવી પડયું અને ઘરે જવું પડે તેમ હતું. હવે જે તેમ કરે તે છાપાં વેચાય નહિઃ સમય ગયા પછી કેણ લે? એટલે એ ટેબલ Table ઉપર એ દેઢ છાપાં મૂકો ગયા. પાસે પૈસા માટે બેકસ Box પણ મૂક્યું. ગ્રાહકેને સૂચના માટે છાપાની કિંમત લખી, એક ચિઠ્ઠી મૂકી ગયો. ઘેર જઈ કામ પતાવી આવે ત્યારે તમામ છાપાં ખપી ગયેલાં. ગ્રાહકે એ લઈ ગયેલા અને બેકસમાં પિસા પણ પૂરેપૂરા નાખી ગયેલા ! કેવી ભવ્ય પ્રમાણિકતા ! હિંદુસ્તાનને કઈ ફેરી જે આ અખતરો કરે તે શું પરિણામ આવે?