________________
એમ થાય કે મને આ તકે માફી આપે અને સજા ન કરે તે સારું. તેમ સામે માણસ પણ પશ્ચાત્તાપ કરીને તમારી પાસેથી માફી ઈચ્છે છે, નહિ કે સજા!
+ માનવીની મહાન ક્ષતિ જે હોય તે તે આ છે મનુષ્ય જેટલો પિતાને ગુને, પોતે કરેલી ભૂલ, છૂપાવવાને ઈરછે છે, તે કરતાં સામા માનવીને ગુને, તેણે કરેલી ભૂલ, પ્રગટ કરવામાં અનેક ગુણે આતુર હોય છે, પણ ઊંડા ઉતરીને વિચાર કરશે તે માલુમ પડશે કે જેમ તમારું હૈયું ક્ષમા માટે ઝંખે છે, તેમ સામા માણસને પણ તમારા જેવી જ ઝંખના રહે છે. એની આ આંખે પણ ક્ષમાની ભીખ માંગતી હોય છે. જેનામાં સામા માણસના હૈયાને, દિલને પારખવાની શકિત નથી તે માનવી નથી. માનવજીવન જીવવાને પણ લાયક નથી ! તેમ તમે પણ કેઈના સંજોગેને વિચાર ન કરી શકતા હૈ, સામાની લાગણીની કદર ન કરી જાણતા હે તે તમે પણું દાનની કટિમાં જ ગણાઓ. - ઈતિહાસનું અવલોકન કરશે તે એવા અનેક દાખલાઓ મળશે. જે ઘણું ભયંકર ભૂલ કરવા છતાં કેઈક સુંદર તક મળતા સુધરી ગયા, ઉન્નતિના શિખરે પહોચી ગયા, આ વાત ધ્યાનમાં રાખી તમે વર્તનમાં સામા માટે એવી ભાવના કેળવો કે, આજે એ ભલે બુરે હોય પણ કાલે મારા સહવાસથી જરૂર સુધરશે અને તે માટે તમે તમારા હૃદયના દરવાજા ખેલી તેની વાત સાંભળે, તેને માટે તમારા હૈયામાં જે ગાંઠ બંધાઈ ગઈ હોય તેને દૂર કરે, અને તેને જાતે જ સુધરવાની તક આપો, તેને અનુતાપ કરવાને અવસર આપે. તે તે જરૂર સુધરશે.
: ૩૯ :