________________
સામા માણસની વાત સાંભળતા તમે જાગૃત જરૂર રહે, ચેતતા જરૂર રહે, સાચા-ખોટાની પારખ કરતા રહે પણ સાંભળો તે. જરૂર! અમાવાસ્યાની ઘોર અંધારી રજનીમાં પણ તારલા હેય છે કે નહિ?તેનું થોડું ઘણું પણ તેજ ખરું કે નહિ? તે તારલાને ભરેસે પણ તેની સામે મીટ માંડે, તેના પાપી હૃદયમાં પણ તારલિયા જેટલું સત્વ તે જરૂર હશે! એ કાળા હૈયામાં પણ એક દિવસ ચંદ્ર જરૂર ઉગશે, પૂર્ણ કળાએ ખીલી નીકળશે, આ દષ્ટિ કેળવીને તમે તેને તક આપવાને ઉદાર બને. તમારી જાત માટે જે વિચાર કરે છે, તે સામા માણસ માટે પણ વિચાર કરશે. આપણે એમ ન માની લેવું જોઈએં કે હું સુવર્ણમાંથી ઘડાયેલો છું અને બીજા પિત્તળમાંથી. બીજા બધા ખરાબ : અને હું એક જ સારે છું; આવી કદાગ્રહી દષ્ટિ જે તમારા જીવજ્યાં વ્યાપક બની ગઈ તે તમે સંસારમાં આગળ વધી શકવાના પણ નથી.
કેટલાક કહે છે કે, સગા બાપના વચન ઉપર પણ વિશ્વાસ ન કરે, વિશ્વાસથી ડગલું ભરવા લાયક આ પૃથ્વી રહી નથી. દુનિયા એવી છે કે અવસરે ખસી જાય, આ માન્યતાવાળો માનવી પોતાના આત્માને વધારી શક્તા નથી. હું એમ નથી કહેતા કે કેઈના પર તમે સંપૂર્ણ વિશ્વાસ મુકી દે. હું તે
એટલું જ કહું છું કે જાગૃતિ પૂર્વકનો વિશ્વાસ તે તમે જરૂર રાખે. જાગૃતિ પૂર્વકના પ્રકાશની અંદર જીવવું, એ જીવનની કઈ એર લહેજત છે, એની મધુરતા કેઈ અલૌકિક છે. જ્યારે પ્રેમનું વાતાવરણ વિશ્વાસની સુવાસથી મિશ્રિત બને છે. ત્યારે આપણું જીવન કઈ અલોકિક બની જાય છે.