________________
આજે આપણે અવિશ્વાસને લીધે જ સત્યને અસત્ય,હિંસા ને અહિંસા, દેવી-સંપત્તિ ને આસુરી-સંપત્તિ, પાશવતા ને માનવતા વગેરેને પૂર્ણ રીતે સમજી શકતા નથી. સંસારમાં પ્રકાશ પાથરી શકતા નથી અને આત્માને ઉન્નત બનાવી શકતા નથી.
અવિશ્વાસના અંધારાને લીધે જ સામા માણસના હૃદયમાં જે અવિશ્વાસનું અંધારું હોય છે તે આપણા હૃદયમાં પેસી જાય છે. પ્રકૃતિ-સૌમ્યત્વ નામના ગુણને સ્વભાવ પ્રકાશ છે. અને તે આવતા અંધકારને અટકાવે છે, રેકે છે, અવરોધ કરે છે! - પ્રકૃતિ-સૌમ્યત્વ નામને સદ્દગુણ એ આપણને ઉલ્લેષણ કરીને કહે છે કે, સહિષ્ણુ બને ને સંસારમાં કડવા ઘૂંટડા ગળી જતા શીખે. આટલું જ નહિ પણ ઝેરના ઘડા પીતા પણ શીખે. સંસારને જે શાંતિમય, પ્રેમમય અને ભાવનામય બનાવ હોય તો આ પ્રકૃતિ સૌમ્યત્વ નામના ગુણની સુવાસ જીવનમાં મહેકાવી દે!
: ૧ :