________________
વિરાટ શક્તિઓને તારી વીર-ગજનાથી વિપત્તિઓ કંપી ઉઠશે. ઈન્દ્રિયે ધ્રુજી ઉઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અન્ધકાર નાશ પામશે, અનન્ત પ્રકાશથી ઝળહળતે દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી, તારું સુસ્વાગતમ કરશે !
પ્યારા અમતના ભેકતા આત્મન ! અધિક તેને શું કહું? હવે તારું વિરાટ રૂપ વિશ્વને દેખાડ જઈએ! હાલો શક્તિઓના ભંડાર આત્મન ! તારા શકિતઓના ભંડારમાંનું એક અમૃ. રત્ન વિશ્વના ચોગાનમાં મૂક જોઈએ ! પ્રિય પ્રકાશમાં વિહરન આત્મન ! તારા શાશ્વત પ્રકાશનું એક કૃપાકિરણ આ વિશ્વ ૫ ફેક જોઈએ, વિશ્વ, તારા જવલન્ત પ્રકાશ માટે ઝંખી રહ્યું છે વીર સપૂત આ કામ નહિ કરે તે પછી કોણ કરશે? આ માટે આજે જ દીપાવલિના પતિત પાવન દિવસે અણન. નિશ્ચયપૂર્વક ભાર કદમ વિજયકૂચ ભણી !
જજ