________________
કુટેવ માટે તે કહેવું જ શું હું તમને પૂછું છું કે, આ દેશમાં ચાહની શી જરૂર? ઈંગ્લાંડ આદિ ઠંડા પ્રદેશમાં તે (સમજ્યા કે) (Strong) સ્ટ્રોંગ ચાહની ઉષ્મા માટે કદાચ જરૂર પડે, પણ આ સમશીતાપણુ દેશમાં એની શી જરૂર ? ચાને લઈને આ હિંદમાં કેટલી બેકારી વધી, માત્ર રૂપિયો કમાનાર માણસ પણ ત્રણ-ચાર અના ચામાં વાપરે, આ કઈ . દશા? આજના ક્રાન્તિકારી યુવાનને, ચા વિના ઊંઘ ન ઉડે! મેં પર સુરખી ન આવે, જાણે ચા દેવીને માનીતે ગુલામ! ભલે તમે કદાચ ચા પીતા છે, પણ એના વિના ચાલે જ નહિ, ઊંઘ ન ઉડે, ટાંટિયા ઘસવા પડે–એ કઈ સ્થિતિ કહેવાય? આપણા બાપ-દાદા ચા વિના ઘેર્યા જ કરતા હતા અને આપણે ચા પીને જાગીએ છીએ એમ ને! | તમે શાન્તિથી, હું જે કહું છું તેના પર વિચાર કરે, આજે વ્યસનને લીધે કેવી સંચમહીન સ્થિતિ થઈ છે તેને વિચાર કરે. મનને, વાણીને કે ચક્ષુને એકેને પૂર્ણ સંયમ છે ખરો? તમે તમારી જાતને ભલે સ્વતંત્ર માનતા હે પણ વાસ્તવિક રીતે સ્વતન્ત્ર છે ખરા? ઇન્દ્રિયને ગુલામ એ આઝાદ નહિ, પણ બંદીવાન છે. વિશ્વન દાસ એ સ્વતન્ન નહિ, પણ પરતંત્ર છે. વિકારો પાછળ ઘસડાઈને સંચમહીન જીવન બનાવવું એ ઉન્નતિ નથી પણ અવનતિ છે. પણ તમે તમારા અન્તરને પૂછે કે તમે આજે માલિક છે કે ગુલામ ! વાસનાઓના દાસ બની સ્વતન્નતાની વાતો કરવી એ કેટલું હાસ્યાસ્પદ ગણાય !
સ્વતન્નતાને હકક, વાતેથી નહિ, પણ ગુણ અને હાય