________________
અતમ ઈચ્છા
સાચું સુખ મેળવવા માટે મન, વચન, અને કાયા એ ત્રણ મહાને એ અદ્દભૂત સાધન છે. સુખનું સાધન જગતમાં કયાંય શોધવાની જરૂર નથી, એ આપણી પાસે જ છે. મન, વચન અને કાયાને વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે , એ દ્વારા અદૂભૂત સાચું સુખ પામી શકાય, ને એને વિવેક વિહેણે દુરુપયેાગ થાય તે આપણા જ હાથે દુખના ડુંગરા ખડકાઈ જાય. આટલા વર્ષોને અંતે પણ માણસ સુખ મેળવી શક્યો નથી, એનું કારણ એ જ છે કે, સંપત્તિમાં ને વિપત્તિમાં મન, વચન ને કાયાના વેગને સુમેળ રાખી શક નથી. સુખમાં ઉન્મત્ત બન્યા ને દુઃખમાં મુંઝાઈ ગયે. આ દ્વિધા ચંચળપણને લીધે જ માણસનું જીવન સુખ વિહેણું ને અસમતલ બન્યું છે. સુખ મેળવવા ઈચ્છતા પ્રાથમિક સાધકે સંપત્તિમાં ખૂબ ઉત્સાહમાં આવી ઘેલા ન બનવું ને વિપત્તિમાં ગભરાઈને કર્તવ્યહીન કે વિવેકહીન ન બનવું પણ તેને અડગ ને અડોલ રહી સામને કરે. દુઃખ એ પણ જીવન-વસ્ત્રની એક કાળી કિનાર છે. જીવનનું એક પડખું છે, એમ માની જીવનમાં સમતલપણું જાળવવું જોઈએ. જીવનમાં વિચારણપૂર્વક સમતલપણું જળવાય તે જ મનુષ્ય સુખી થઈ શકે.
પણ કમભાગ્યે માણસની સુખની ઈચ્છા મૃગજળ જેવી છે.. મૃગ જેમ ઉનાળાના દિવસે માં ધગધગતા તાપમાં પાણી પીવા માટે વલખાં મારે છે, અને મૃગજળ જોઈ એને મેળવવા દે છે, છતાં પાણીનું એક બિન્દુ પણ મેળવી શક્યું નથી, તેમ માણસ પણ જગતમાં ધનિક માણસનું માત્ર બાહ્ય સુખ જોઈ
: ર૭ :