________________
છે, વિરાટ છે. રામે તે રામ છે, એની સાથે તારી જાતને સરખાવતાં તને શરમ કેમ નથી આવતી? કયાં સાગર ને કયાં ખાબોચિયું ! તારું મેં પણ મારે નથી જેવું, અને તારી વાતેય મારે નથી સાંભળવી!” સંયમનું આ કેવું આદર્શ દષ્ટાન્ત છે! પુનર્લગ્ન અને છૂટાછેડાની વાત કરનારાઓને જરા કહેજે કે રામાયણમાં એક શાન્ત નજર ફેરવી આવે! ભીષ્મપિતા અને સીતા જેવા એ માનવીએ કેઈ ઉરચ આદર્શ માટે ખપી જનારા સાચાં રત્ન હતાં, બર્નાડ શોએ પણ ઠીક જ કહ્યું છે – The secret of happiness is Being used up for a purpose recognized by yourself as a mighty one. કોઈ મહાન હેતુ માટેની વીરત્વભરી જીવન સાધનામાં જ સુખનું રહસ્ય છે, સાચે આનન્દ જે તે હોય તે સંયમની સાધનામાં લાગી જાઓ. વિલાસ-પ્રધાન વૃત્તિઓને પરિત્યાગ કરે. સિકત! લાગત! પ્રમાદની ઊંઘમાંથી જાગે અને ઉભા થાઓ ! હૈયાના વિચારનું દશ્ય ઝડપાય તેં !
તે જીવનમાં સદ્દભાવના ન હોય, સંયમ ન હોય, ઈન્દ્રિ પર કાબૂ ન હોય તે એ જીવન નરક જેવું દુર્ગન્ધી છે.
નર-નારી ને નર્કમાં, હાડ ચામ ને માંસ, • શું એને સુંદર કહે, જેમાં દુર્ગ ખાસ.
હાડ, ચામ ને માંસ તે નરમાંય હાય ને નર્કમાંય હોય, એ બેમાં ફરક શું? શ્રેષ્ઠતા છે સંયમી જીવનની. સંયમી