________________
મનુષ્ય કે સ્ત્રીમાં સાચું પુરુષત્વ કે સાચું સ્ત્રીત્વ ત્યારે જ આવે છે કે જ્યારે આધ્યાત્મિક ભાવના એનામા ઉદય થાય છે. જેનામાં આ ભાવનાને ઉદય ન થાય તેના માટે તે કવિએ કહ્યું મનુશળ પૃપાન્તિ મનુષ્યને જ્યારે મૃગની સાથે કવિએ સરખાવ્યા, ત્યારે મૃગલાઓએ પણ વધે લીધે અમે એવા નથી. પશુ વિફરે તે શું કરે? એકાદ બેને જરા. ઈજા કરે, પણ માનવી વિફરે તે માનવી તે જનાપૂર્વક બુદ્ધિપૂર્વક સામાનું કાસળ કાઢે. દુનિયામાં કઈ બાકી ન રહેવા દે. ખેદાનમેદાન કરી નાખે.
મનુષ્ય જે સંયમી હોય તે તે મહાન છે. ભાવિને ફિરસ્ત છે. વિશ્વને ઉદ્ધારક છેપરમાત્માનું પ્રતિક છે.
પણ આજની હવાએ આ દેશવાસીઓનાં હૈયાં કાળમીંઢ પથ્થર જેવાં બનાવી મૂક્યાં છેઃ ન મળે પ્રેમ ન મળે મમતા ન મળે હમદર્દી સામાનાં દુઃખ-દદ જોઈ હૈયામાં આંસુ આવવા જોઈએ, પણ આજે તે પડોશીને કે સગા ભાઇને ખાવાના સાંસા હોય અને તે દૂધપાક-પૂરી ઉડાવતે હોય! આ કઈ દશા તે વિચારી લે ! કેવી ઊંધ! જરા વિચારી જુઓ! તમને કેવી કુંભકર્ણની નિદ્રા વળગી છે ! કુંભકર્ણ માટે કહેવાય છે કે ઢેલ વાગતાં ત્યારે એ છ મહિને જાગતે. ત્યારે મારે પણ તમારી આગળ ચાર કે છ મહિના ઉપદેશનાં ઢોલ વગાડવાનાં ને? ઠીક છે આજ જાહેર રજા છે, દુકાને બંધ છે, મહારાજ ઠીક બેલે છેસાંભળવાથી વકતૃત્વકળા ખિલશે, વરસાદમાં ક્યાં જવું, એમ વિચારીને તે આ હજારો માણસે નથી આવ્યા ને એમ માનીને ન આવશે. યાદ છે તમારે તમારું જીવન
: ૧૭ :