________________
પૂરવાર કરો
આવું ઉત્તમ માનવજીવન જે મળ્યું છે તે સ્વાર્થના કુંડાળામાં અળસિયાની જેમ મરવા માટે નથી; પણ જીવનને અમર બનાવવા માટે મળ્યું છે. આજે તમે કેવી પવિત્ર ભૂમિમાં જન્મ લીધે છે, અને તે વિચાર કરો. આર્યાવર્તમાં, ઉત્તમ કુળમાં ને ધાર્મિક કુટુમ્બમાં કે જેના માટે તમે ગૌરવ લઈ રહ્યા છે. અને અમે બ્રાહ્મણે છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે વણિક છીએ-એમ ગૌરવપૂર્વક બેલીને ફરે છે, પણ હું તમને પૂછું છું કે, બાલવા માત્રથી મહત્ત્વ શું! મહત્ત્વ છે કર્તવ્યપરાયણતાનું, સદાચારી વર્તનનું, અને પ્રતિભાસંપન્ન જીવનનું ! | “ મહાન” કહેવા માત્રથી મહાન ન બનાયઃ એના માટે મહાન કાર્ય કરવું પડે જીવનને તેવું બનાવવું પડે. પિત્તળ પિતાને સેનું કહે તેટલા માત્રથી તે સોનું નથી થઈ જતું. એના ચળકાટ ઉપરથી એની કોઈ કિસ્મત અંકે તે એ થાપ ખાય. સેનાને તે તેજાબને તાપ અમ પડે, કેસેટીએ ચઢવું પડે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે, અને છતાં કાળું ન પડે તે સેનું તેમ માનવે, પણ પોતાની જાતને અગ્નિપરીક્ષામાં મૂકી, કટીએ ચઢાવવી જોઈએ અને એમાં ઉત્તીર્ણ બને તોજ એ જાતિવાન કહેવાય અને મહાન ગણાય. એમાં શકિતહીન થાય એ શી રીતે પાલવે ? કર્તવ્ય કરી મહત્તા સિદ્ધ કરવી પડશે અને જગતમાં પડકાર કર પડશે કે-જીવનના પ્રત્યેક પ્રકારના વાતાવરણમાં પણ કર્તવ્ય માટે અમે તૈયાર છીએ! ગમે તેવા સમયે અમે ચારિત્રથી ડગીશું નહિ, ધ્યેયથી ચુત થઈશુ નહિ, અમર આદફને કાણાને પણ છોડી આ