Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 50
________________ વીરના સપૂત! તું મરવા નથી જ પણ અમર બનવા માટે સજા છે. અમર બનવા માટે તારા જીવનને ઉમદા હિસાબ દુનિયાને આપતો જા. દાનવતાનું તાંડવ નૃત્ય કરતા જગતને માનવતામાં વિશ્રાન્તિ પમાડતો જા. માનવીના કાળમીંઢ હૈયા પર દિવ્ય પ્રેમ અને વિશ્વ વાત્સલ્યનાં છાંટણું છાંટતે જા. માનવીનું ભાવી ઉજ્જવળ થાય એ માટે તારા જીવનને શુભ પ્રકાશ ધરા પર પાથરતે જા. અવિશ્વાસુ વિશ્વના હૃદયમાં, સ્થાયી વિશ્વાસની સૌરભ મહેકાવતે જા, સ્વાર્થની પરાધીનતામાં જકડાયેલા માનવીને પરમાર્થની વાસ્તવિક આઝાદી અપાવતે જા. જીવનને અમર બનાવવાને આ જ અમેઘ અને અજોડ ઉપાય છે! મારા અનન્તના પ્રવાસી મિત્રો! તમે શાતિ અને ગંભીર તાથી વિચાર કરે. તમે બહારથી સુંદર અને ભલા દેખાવાને પ્રયત્ન કરે છે. પણ અંદર તમારું મન બેડલ ને બૂરું હશે, તે બહારને કૃત્રિમ દેખાવ શું કામ લાગવાને છે? જગતને કદાચ છેતરી શકશે, જગતની આંખમાં ધૂળ નાખી શકો પણ સદા જાગૃત રહેતા તમારા જીવન-સાથી આત્મ–દેવને કેમ કરી છેતરી શકશે? એની આંખમાં ધૂળ કેવી રીતે નાખશે? બેલ, મારા મિત્રો ! બેલે ! આત્મદેવ આગળ તે તમે નગ્ન થઈ જવાના છે! તે વખતે તમારી આંખમાં ધૂળ પડશે તેનું શું? વમલસાગર

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54