Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 40
________________ પ્રકૃતિ-સૌમ્યત્વ પ્રકૃતિ-સૌમ્યત્વ એ એવે ગુણ છે કે એ જેની પ્રકૃતિમાં વણાયો હોય તેને જેમ શાંતિ આપે છે, તેમ તેના સમાગમમાં આવનારને પણ શાંતિ આપનાર બને છે. આ ગુણ આખા સંસારને સુખમય બનાવનાર છે, મધુરી હવા ફેલાવનાર છે, અને મિથ્થા બંધાઈ ગયેલી દ્રઢ માન્યતાને કેવી રીતે ગાળવી તેને ઉકેલ કરનાર પણ આ પ્રકૃતિ-સૌમ્ય નામને જ ગુણ છે. - સામા માણસની કાંઈક ભૂલને લીધે, તેને જોતાં તમને અણગમો ઉત્પન્ન થાય, છતાં તમે તેને તક આપે, જેમ તમને હૈયું, લાગણી, ભાવના છે, તેમ તેને પણ તે બધું છે. કદાચ તેણે ભૂલથી અગર સંસારના સંગેની વિષમતાને લીધે કંઈક ખરાબ કાર્ય કર્યું હોય તે પણ તમે તેને એકવાર જરૂર ક્ષમા આપો. ” . જેમ સાગરની અંદર ભરતી-ઓટ આવે છે, તેમ માનવીની ભાવનાઓમાં પણું ભરતી-ઓટ આવે છે. જેમ તમે પોતે કાંઇક ભૂલ કરી હોય અને તમને પશ્ચાત્તાપ થાય અને પછી ૩૮:

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54