Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 30
________________ એમાંજ સાચા સુખની કલ્પના કરી, એ મેળવવા માટે જીવન ભર દેટ મૂકે છે, છતાં પરિણામે નથી તે એ મેળવતે બાહ્ય સુખ કે નથી જાળવી શક્તા પિતાનું મૂળસ્થાન, જીવનભર એ સુખ શોધવા ભમ્યા જ કરે છે. એક ઇચ્છા પૂર્ણ ન થાય ત્યાં તે બીજા સુખની ઈચ્છા જન્મી જાય છે. બીજી ઈચ્છા પૂર્ણ કરવા માણસ પ્રયત્ન કરે છે ને અધવાટે જાય છે ત્યાં વળી કેઈ બીજી જ કલ્પના આવે છે. આમ માણસ એ અપૂર્ણ સુખને પૂર્ણ કરવાની વ્યર્થ ઝંખનામાં જીવન વેડફી નાખે છે. ઘણાને, પાસે કોઈ ન હોય ત્યારે લાખ મેળવવાની ઈચ્છા જાગે છે, લાખ મળે એટલે દશ લાખ મેળવવા પ્રયત્ન કરે છે, દશ લાખ મળે એટલે કોડ મેળવવા વલખાં મારે, ને કોડ મળે એટલે દશ કોડ મેળવવા ટળવળે-આમ ઈચ્છાઓની ઘટમાળ ચાલ્યા જ કરે પણ ઈચછાએને અન્ન ન આવે. અતૃપ્ત માનસને લીધે માનવીને સાચું સુખ ન મળે, એ સહજ છે. પિસે એ જ આદર્શ છે ને પૈસામાં જ સાચું સુખ છૂપાએલું છે, એવું માનસ ને સિદ્ધાંત ઘડાઈ જાય એટલે કહેવું જ પડે, કે તમારી સુખની કલ્પનાઓ ભ્રામક ને બેટી છે, અવાસ્તવિક ને અધાનિક છે. એ કલ્પનાની ઘરમૂળથી ક્રાન્તિ કરવાની જરૂર છે, એ વિના માનવજાતિ સુખની શોધમાં જિંદગી હારી બેસશે. જગતમાં સુખનાં સ્વપ્ન સેવનારા વિવિધ પ્રકારના મનુષ્ય વસે છે, કોઈને ખૂબ જ ધન મેળવવાની ઈચ્છા હોય છે, તે કેઈને પુત્ર મેળવવાની ઝંખના હોય છે, કેંઈને પ્રિયજન મેળવવાને તલસાટ હોય છે, કેઈને કીતિ પ્રાપ્ત કરવાની અભિલાષા : ૧૮ :.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54