Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 28
________________ સુખની શોધમાં ન જગતમાં દરેક પ્રાણી જીવનભર સુખની ઝંખના કરે છે. એ અપ્રાપ્ય સુખને પ્રાપ્ત કરવા માનવી જગતનાં એકેએક ખૂણે ફરી વળે છે, ને એ સુખ પ્રાપ્ત કરવા માટે આકાશપાતાળ એક કરતા હાય છે, છતાં એ સાચું સુખ મેળવી શકતા નથી, કારણકે મનુષ્ય સાચા સુખની સ્પષ્ટ વ્યાખ્યા સમજી શક્તા નથી. સાચા સુખનુ` કલ્પનાચિત્ર એની પાસે સ્પષ્ટ નથી, અને એવું સ્પષ્ટ ચિત્ર ન હેાવાને ફારણે જ માનવી આજે દુઃખી છે. આજે જગતમાં મહાન ગણાતા માનવીને પણ પૂછી જુઓ, કે સાચુ' સુખ તમને સાંપડયુ છે? સાચા સુખના આસ્વાદ તમે કર્યાં છે? ત્યારે પ્રત્યુત્તર એકજ મળશે કે, ભાઇ, તમારી જેમ અમે પણ સુખની શેાધમાં છીએ, પણુ 'સાચુ' સુખ હજી સુધી તે મેળવી શકયા નથી. એટલે આ રીતે માણુસ હારા ને લાખે। વર્ષોથી સાચા સુખને પામવા પરિભ્રમણ કરે છે, પ્રવાસ ખેડે છે, વિપત્તિ સહે છે, તે છતાં સાચુ' સુખ મેળવી શક્યા નથી. : ૨૪

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54