Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 27
________________ આજના વ્યાખ્યાનમાં ઇંગ્લેંડ કે જાપાનનાં કેટલાંક કાન્ત આપ્યાં છે, એ ઉપરથી તમે એમ ન માનતા કે મને ભારતવાસીએમાં અશ્રદ્ધા છે. મને તે માનવજાતમાં પૂર્ણ શ્રદ્ધા છે. વીરની વાણી કહે છે કે, એકવીશ હજાર વર્ષ સુધી ધર્મની પતાકા ભરતાદિકમાં ફરકવાની છે. એટલે માનવીના ઉજજવળ ભાવિ માટે મારી તીવ્ર ઝંખના છે. એટલે જ પૂર્ણ શ્રદ્ધાથી હું કહું છું કે, સંયમની જાગૃતિ એ જ સાચી જાગૃતિ છે. વ્યક્તિને, સમાજને, દેશને કે વિશ્વને ઉદ્ધાર કરવો હોય તે સંયમ પહેલા જોઈશે–તે તમે અત્યારથી જ સંયમની સાધના માટે આત્માને સંયમિત કરી તમારી પવિત્ર સાધનામાં લાગી જાઓ. સંયમને પ્રકાશ આપણા અનતના પંથને અજવાળો એવી ભાવનાપૂર્વક આજનું વ્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. =

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54