Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 24
________________ જાતને જ સુધા. પછી જુઓ કે પરિણામ કેવું આવે છે. All are good, if we are good. જાતને સુધાર્યા વિના બીજાને સુધારવા જશે તે તમેય બગડશો ને તમારા સમાગમમાં આવનારને પણ બગાડશે. માટે તમે તમારા સ્થાન પર સ્થિર થાઓ. ગ્રીસવાસી આર્કિમીડીઝ કહે કે, “મને ટેકા માટે હાથમાં એક દંડ મળે અને ઉભા રહેવા માટે પૃથ્વી બહાર કેઇ સ્થિર સ્થાન મળે તે હું આખા વિશ્વનું પરિવર્તન કરી શકું” અરે, અરે, આ માણસને આખા જીવનમાં એવું સ્થિર સ્થાન મળ્યું નહિ તે માટે મને એના પર દયા આવે છે ! પણ હું તમને કહું છું કે, તમને તે એવું સ્થિર સ્થાન આજે પણ મળી શકે તેમ છે અને તે તમારો આત્મા ! આત્માના સ્થિર સ્થાન પર સંયમને દંડ હાથમાં લઈને, ઉભા થઈ જાઓ. જાઓ, હું તમને કહું છું કે, સંયમના આધારથી તમે આખા જગતને ફેરવી શકશે ! પછી કેઈની તાકાત નથી કે તમને કેઈ હલાવી શકે કે ડોલાવી શકે ! સર્વને માલિક આત્મા છે. ભાઈઓ ! આ ગપ નથી, કલ્પના નથી પણ હકીક્ત છે. ભગવાન મહાવીરે સંયમના દંડથી જગત આખામાં પરિવર્તન આયું અને મૌલિક જીવનની દૃષ્ટિ આપી! પણ આ કામ એમણે ક્યારે કર્યું? કેવી રીતે કર્યું? પહેલા એમણે પોતાની જાતને કચરે દૂર કર્યો, પછી મહોલ્લાને, પછી ગામને, પછી દેશને અને પછી વિશ્વને ! પણ આજે તે પિતાની જાતનો વિચાર કર્યા વિના આંતરરાષ્ટ્રિય દુનિયાને કચરો કાઢવાની ધૂન સૌને લાગી છે એ વિશ્વને કચરો કાઢીને પિતાના દેશમાં ઘાલવે, દેશનો કચરે તાલુકામાં, તાલુકાને કચરે ગામમાં, ગામને કચરે મહેલામાં અને મહાલલાને કચરો પિતાના : ૨૨ :

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54